મમતાજીએ BJPને કરી ચેલેંજ, કહ્યું- હીંમત હોય તો મને ગિરફ્તાર કરો, જેલમાંથીં પણ TMCને જીતાડી દઇશ
બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં રાજકીય અટકળો તીવ્ર બની છે. આવતા વર્ષે એપ્રિલ-મે મહિનામાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા ભાજપ અને ટીએમસી નેતાઓ વચ્ચે મૌખિક યુદ્ધને કારણે રાજ્યનું રાજકીય માહોલ ગરમાયુ છે. આ દરમિયાન મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ભાજપને મોટો પડકાર આપ્યો છે. મમતા બેનર્જીએ બુધવારે કહ્યું હતું કે, જો ભાજપમાં હિંમત હોય તો તેમની ધરપકડ કરી બતાવો, તેઓ જેલની અંદરથી પણ તેમના પક્ષને વિજય અપાવશે.
એક રેલીમાં મમતા બેનર્જીએ કહ્યું, 'ભારતીય જનતા પાર્ટી આ દેશ માટે સૌથી મોટો શાપ છે. તે રાજકીય પક્ષ નથી, પણ જૂઠ્ઠાણાઓનું બંડલ છે. જ્યારે પણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ યોજાય છે, ત્યારે ભાજપ ટીએમસી નેતાઓને ડરાવવા સ્ટિંગ ઓપરેશન અને સારધા કૌભાંડનો મુદ્દો લાવે છે. પરંતુ તે લોકોએ સારી રીતે સમજવું જોઈએ કે હું ભાજપ અને તેમની એજન્સીઓથી ડરતી નથી. જો હિંમત હોય તો, મારી ધરપકડ કરે અને હું જેલની અંદરથી ચૂંટણી લડીશ અને તૃણમૂલ કોંગ્રેસને જીતાડી દઇશ.
બિહારની ચૂંટણીનો ઉલ્લેખ કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, 'આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ પણ જેલની અંદર છે, પરંતુ આ હોવા છતાં તેમની પાર્ટીએ બિહારમાં સારું પ્રદર્શન કર્યું છે. બિહારમાં ભાજપ મેન્ડેટ દ્વારા નહીં પણ ધાંધલધમાલ દ્વારા સત્તા પર આવ્યો છે. જો કે, હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં કોઈપણ રીતે આ કરી શકશે નહીં. આજે ભાજપ લાલચથી ટીએમસીના ધારાસભ્યોને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે. રાજ્યમાં કેટલાક લોકો એવા પણ છે કે જેઓ તટસ્થ હોવાનો ઢોંગ કરી રહ્યા છે અને તેઓને ભ્રમ છે કે પશ્ચિમ બંગાળની અંદર ભાજપ સત્તા પર આવી શકે છે, તેથી તેઓ તકની શોધમાં છે. પરંતુ, આવા લોકોએ પણ સમજી લેવું જોઈએ કે અમે ફરીથી પશ્ચિમ બંગાળની અંદર જબરજસ્ત બહુમતી મેળવીને સરકાર બનાવીશું.
Nivar Cyclone: તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં આવતી કાલે યોજાનારી યુજીસી નેટની પરીક્ષા સ્થગીત