For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોપીનાથ મુંડે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવવા માંગતા હતા: ફુંડકર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gopinath
મુંબઇ, 7 જૂન: ભાજપના દિવંગત નેતા અને કેન્દ્રિય મંત્રી ગોપીનાથ મુંડે પાર્ટીના અંદર સંઘર્ષ કરી રહ્યાં હતા અને તે પાર્ટી છોડવા માંગતા હતા. તેમની ઇચ્છા કોંગ્રેસ જોઇન કરવાની હતી. ભાજપના વિધાન પરિષદના સભ્ય પાંડુરંગે શુક્રવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં આ દાવો રજૂ કરીને નવા વિવાદને છેડી દિધો છે. એટલું જ નહી, પાંડુરંગ ફુંડકરે આ મુદ્દે સીબીઆઇ તપાસ કરવાની માંગ પણ કરી.

પાંડુરંગ ફુંડકરે કહ્યું 'ગોપીનાથ મુંડે દરેક પગલે સંઘર્ષ કરી રહ્યાં હતા. એકવાર તે ભાજપ છોડવાના હતા, પરંતુ મે તેનો વિરોધ કર્યો. તેમને ઘણીવાર અપમાનિત થવું પડ્યું, પરંતુ તેમણે પોતાની જીંદગી પાર્ટીને સમર્પિત કરી દિધી હતી.' મહારાષ્ટ્ર સંસદીય કેસના મંત્રી હર્ષવર્ધન પાટીલ દ્વારા ગોપીનાથ મુંડેના યોગદાન પર સદનમાં ચર્ચા દરમિયાન પાંડુરંગ ફુંડકરે કહ્યું 'કોંગ્રેસે તેમણે કેન્દ્ર અને રાજ્યમાં મંત્રીપદની ઓફર કરી હતી.'

પાંડુરંગ ફુંડકરે 1974થી ગોપીનાથ મુંડે સાથે જોડાયેલા હોવાની વાતને યાદ કરી ભાવુક થતાં કહ્યું 'તેમના મોતને લઇને લોકોમાં ખૂબ ભ્રમ છે. આ કેસની સીબીઆઇ તપાસ થવી જોઇએ.' અહીં તમને જણાવી દઇએ કે દિલ્હીમાં એક કાર અકસ્માતમાં ગોપીનાથ મુંડેનું નિધન થઇ ગયું છે. તેમની કાર એક ગાડી સાથે ટકરાઇ હતી. આ ટક્કરમાં ગોપીનાથ મુંડેને ઇજા પહોંચી હતી. તેમણે તાત્કાલિક એમ્સમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ બચાવી શકાયા ન હતા.

English summary
The late BJP leader Gopinath Munde had struggled within the party and even wanted to leave it, BJP MLC Pandurang Phundkar on Friday claimed in the Legislative Council here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X