For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર મુદ્દે રાજકારણ ગરમાયુ, સંતોએ મહાયજ્ઞ કર્યો

2019 લોકસભા ઈલેક્શન નજીક આવતાની સાથે જ ફરી એકવાર રામમંદિરનો મુદ્દો બહાર આવી ગયો છે.

|
Google Oneindia Gujarati News

2019 લોકસભા ઈલેક્શન નજીક આવતાની સાથે જ ફરી એકવાર રામમંદિરનો મુદ્દો બહાર આવી ગયો છે. આ વખતે રામમંદિર મુદ્દે સાધુ સંતોએ ભાજપા સરકાર સામે મોરચો ખોલી નાખ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીથી સાધુ સંતોએ સદબુદ્ધિ મહાયજ્ઞ કરીને ભાજપ સરકાર પર ઘણા સવાલો ઉભા કર્યા છે. નારાજ સાધુ સંતો ભાજપા નેતાઓને ઘેરવાનો પૂરો પ્રત્યન કરી રહ્યા છે.

ram mandir

ભાજપ સરકાર દેશના ઘણા રાજ્યોમાં આવ્યા પછી પણ તેઓ પાર્ટીના અગત્યના મુદ્દા રામમંદિરને ભૂલી જવા પર સાધુ સંતોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે. અમેઠીના સગરા આશ્રમ પીઠાધિકારી મૌની મહારાજના અનુયાયીઓ સહીત બીજા સાધુ સંતોએ મહાયજ્ઞ કરીને ભગવાન પાસે ભાજપ સરકારને સદબુદ્ધિ આપવા માટે વરદાન માંગ્યું. તેમનું કહેવું છે કે ભાજપ સરકાર રામ મંદિર બનાવવાના મુદ્દાને ભૂલી ગઈ છે. તેની સાથે સાથે ભાજપ સરકારમાં વધી રહેલા અપરાધો અને ગરીબો પર થઇ રહેલા અત્યાચાર માટે પણ સંતોએ પૂજા કરી.

આ પણ વાંચો: પ્રવીણ તોગડિયાનો પીએમ મોદી પર હુમલો, મુસલમાનોના વકીલ ગણાવ્યા

સત્તામાં આવ્યા પછી ભગવાન રામને ભૂલી ગયા: મૌની મહારાજ

મૌની મહારાજ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામમંદિરનો મુદ્દો ઉઠાવીને સત્તામાં આવ્યા પછી ભાજપા ભગવાન રામને જ ભૂલી ગઈ છે. તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારના ગગડતા કાનૂન વ્યવસ્થા પર પણ સવાલ કર્યા છે. સંતો ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામમંદિર પહેલાથી જ પાર્ટી એજેન્ડામાં હતું, પરંતુ હવે વોટોની રાજનીતિ થઇ રહી છે જે ભાજપમાં યોગી અને મોદી કરી રહ્યા છે. તેમને કહ્યું કે આ યજ્ઞ માધ્યમથી યોગી અને મોદી બંનેને સદબુદ્ધિ મળે.

આ પણ વાંચો: સત્તામાં આવ્યા તો ભવ્ય વિષ્ણુ મંદિર બનાવીશુ: અખિલેશ યાદવ

English summary
Muni Maharaj did the Sadhbuddhi Yagna in amethi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X