For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસલમાન અને પાકિસ્તાન વિરોધી છે નરેન્દ્ર મોદી: પરવેઝ મુશર્રફ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓક્ટોબર: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે તે પાકિસ્તાન વિરોધી તથા મુસલમાન વિરોધી છે અને શાંતિ પ્રક્રિયાના મુદ્દે તે તેમના દેશ પર શરતો થોપી શકે નહી.

પરવેઝ મુશર્રફે એક ભારતીય સમાચાર ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારા વડાપ્રધાન છે, મારા નહી. અમે તેમની શરતો પર ચાલીશું નહી. અમને તેમની સાખ વિશે ખબર છે. તમે તેમના પાકિસ્તાન વિરોધી વલણ વિશી સારી પેઠે જાણીએ છીએ. તેમણે કહ્યું, હવે આ તમારું માનવું હોઇ શકે કે પાકિસ્તાનના લોકો અથવા વિદેશ સચિવને હુર્રિયત નેતાઓ સાથે ક્યારેય મળવું ન જોઇએ. અમે એવું માનતા નથી. અમે તમારા વલણ મુજબ ચાલી ન શકીએ.

પૂર્વ વડાપ્રધાનો અટલ બિહારી વાજપાઇ અને મનમોહન સિંહના શાસનકાળમાં તેમની સાથે વાતચીત કરી ચૂકેલા પરવેઝ મુશર્રફે કહ્યું કે તે દરેક વખતે હુર્રિયત નેતાઓને મળે છે, પછી અચાનક હદય પરિવર્તન ક્યાંથી થઇ ગયું. આનાથી સાબિત થાય છે કે વડાપ્રધાન પાકિસ્તાન વિરોધી છે. પરવેઝ મુશર્રફે કહ્યું કે નવાજ શરીરના નેતૃત્વવાળી પાકિસ્તાન સરકાર શાંતિ પ્રક્રિયાને લઇને ખૂબ સકારાત્મક છે.

pervez

તેમણે કહ્યું કે હકિકતમાં તે ભારતને વધુ સંતુષ્ટ કરવાને લઇને બદનામ થયા છે. પાકિસ્તાનના લોકો પાકિસ્તાનના પ્રત્યે તમારી ખરાબ મંશાને સારીપેઠે જાણે છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું તે (મોદી) પાકિસ્તાન સાથે ટક્કર લઇ રહ્યાં છે. જો કે તેમણે જે રેખા ખેંચી છે તે નિશ્વિતપણે ટકરાવ પેદા કરનાર છે. આ શાંતિ સ્થાપનાર નથી. અને જ્યારે તમે કહો છો કે તેમણે વડાપ્રધાન નવાજ શરીફને આમંત્રણ આપ્યું હતું, તો નવાજ શરીફે પણ તેમને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું પરંતુ તે આવ્યા નહી.

પૂર્વ સેના પ્રમુખે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત આજે પાકિસ્તાન પ્રત્યે આક્રમક વલણ અપનાવે છે. પરવેઝ મુશર્રફે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનની વાત છે, મોદીએ નકારાત્મક શરૂઆત કરી. તેમણે કહ્યું, અમે પાકિસ્તાનમાં રહીને જોઇ રહ્યાં છીએ કે તે મુસલમન વિરોધી, પાકિસ્તાન વિરોધી છે. તેમણે આ શરૂઆત કરી અને તેના લીધે અમેરિકાએ તેમને વીઝા આપવાની મનાઇ કરી દિધી.

English summary
In a world exclusive interview to TVTN Managing Editor Rahul Kanwal, Pakistan's former military ruler General Pervez Musharraf branded Prime Minister Narendra Modi as anti-Pakistan. He also said that Pakistan is always prepared to defend its territory against any threat from India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X