UPSC પાસ કરનાર મૌલાના શાહિદે મસ્જિદ, મદરસા અને ધર્મ વિશે કહી મોટી વાત
રાજકીય નિવેદનબાજીમાં હંમેશા મદરસા પર હંમેશા આંગળી ચીંધવામાં આવતી હોય છે. ક્યારેક તેને રાષ્ટ્ર વિરોધી શિક્ષણનો અડ્ડો કહેવામાં આવે છે તો ક્યારેક આતંકની નર્સરી. અહીં સુધી કે મદરસાને લવ જેહાદની પાઠશાલા સુધી કહેવામાં કહેવામાં આવી રહી છે પરંતુ હાલમાં જાહેર થયેલા યુપીએસસી પરીક્ષાના પરિણામોએ આવુ કહેવા કે પછી વિચારનારાઓને આકરો જવાબ આપી દીધો છે. મદરસામાંથી અભ્યાસ કરેલા એક મૌલાનાએ પણ દેશના સૌથી મોટી પરીક્ષાને પાસ કરીને આઈએએસ અધિકારી બનવાનો રસ્તો સાફ કર્યો છે. મૌલાના રઝા ખાને સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) 2018ની ઑલ ઈન્ડિયા રેંકિંગમાં 751મું સ્થાન મેળવ્યુ છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને શાહિદે પોતાના વિચાર તેમજ વ્યક્તિગત જીવન વિશે વિસ્તૃત રીતે જણાવ્યુ. શાહિદનું કહેવુ છે કે મદરસામાં અભ્યાસ દરમિયાન જ સિવિલ સર્વિસિઝમાં જવા માટે ખૂબ જ આતુર હતો. મદરસામાં અભ્યાસ કર્યા બાદ મૌલવી બનેલા શાહિદ રઝા ખાને પોતાના વિશે જણાવ્યુ કે 'મારી પ્રારંભિક શિક્ષણ એક નાના ગામના કસ્બામાં થયુ. ત્યારબાદ હું આગળના અભ્યાસ માટે આજમગઢના મુબારકપુર સ્થિત અલ જમાતુલ અશર્ફિયા જતો રહ્યો. હવે હું જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડી કરી રહ્યો છુ.' શાહિદ રઝાએ પોતાની આ સફળતા પાછળની આખી કહાની પણ જણાવી.
શાહિદ રઝા ખાને આગળ કહ્યુ, કોઈ પણ મદરસા, મસ્જિદ કે પછી ધર્મ રૂઢ ન હોવો જોઈએ. ધર્મ આપણને માનવતાની સેવા કરતા શીખવ છે, હું પણ એ જ કરીશ, લોકોને પણ માનવતા અને મનુષ્યતાના પાઠ ભણાવીશ. તમને જણાવી દઈએ કે સિવિલ સર્વિસિઝની પરીક્ષામાં 751મો રેંક મેળવનાર શાહિદે 2011માં જેએનયુમાં અરબી ભાષાનો અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો હતો. બીએ બાદ એમએ પણ અહીંથી કર્યુ. ત્યારબાદ સ્કૂલ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાંથી એમ ફીલ થયા બાદ અત્યારે જેએનયુમાંથી પીએચડી પણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાહુલે કર્યો કટાક્ષઃ મીડિયાએ જો મનની વાત લખી દીધી તો મોદીજી દંડા મારશે