મુસ્લિમો જાણે છે અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો, પૈગમ્બર મોહમ્મદનો નહિઃ રામદેવ બાબા
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં બહુચર્ચિત અયોધ્યા ભૂમિ વિવાદની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની સુનાવણી બાદ પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો છે. કોર્ટમાં સુનાવણી પૂર્ણ થયા બાદ બધાની નજર આગામી ફેસલા પર ટકેલ છે, આ દરમિયાન નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. યોગગુરુ રામદેવ બાબાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની વકાલત કરી અને કહ્યું કે મુસ્લિમ ભાઈ સહિત આખી દુનિયા જાણે છે કે ત્યાં રામ પૈદા થયા હતા, પૈગમ્બર મોહમ્મદ નહિ.

મુસ્લિમ જાણે છે અયોધ્યામાં ભગવાન રામ પૈદા થયા હતા
એક પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધિત કરતા બાબા રામદેવે કહ્યું કે અયોધ્યા વિવાદ હવે ખતમ થવા પર છે અને વિવાદિત સ્થળ પર રામ મંદિરનું નિર્માણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, આપણા મુસ્લિમ ભાઈ અને આખો દેશ જાણે છે કે રામ અયોધ્યામાં પૈદા થયા હતા. પૈગમ્બર મોહમ્મદ અયોધ્યામાં પૈદા નહોતા થયા, ત્યાં રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને સમર્થન આપતા રામદેવ બાબાએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્રમાં એક સ્થિર સરકારની જરૂરત છે. તેમણે કહ્યું કે આપણે એ વિચારવું પડશે કે ભારત આગામી 10-15 વર્ષોમાં અમેરિકા, રશિયા અને યૂરોપ સામે ક્યાં ઉભો હશે.

અયોધ્યા વિવાદ હવે ખતમ થવા પર
બાબા રામદેવે કહ્યું કે લોકોએ હરિયાણા અને મહારાષ્ટ્રમાં એક સરકાર ચૂંટવા માટે વોટ આપવો જોઈએ. રામદેવે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના વખાણ કરતા કહ્યુ્ં કે તેમની પાસે કોઈ સંપત્તિ નથી, તેઓ ઈમાનદાર છે. ખટ્ટર એક સારા માણસ છે અને ભ્રષ્ટાચાર સહન નહિ કરે. રામદેવે કહ્યું કે સરદાર પટેલ બાદ પીએમ મોદી અને અમિત શાહ એક રાષ્ટ્ર, એક સંવિધાન અને એક ધ્વજના સાહસ સાથે આવ્યા, આનાથી લોકોનો મોદી સરકાર પ્રત્યો વિશ્વાસ મજબૂત થયો છે. જે કોઈપણ રાજનૈતિક અને સામાજિક સમસ્યાઓ છે તેમને હટાવવાનું સાહસ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહમાં છે.

આર્થિક મંદી પર શું બોલ્યા રામદેવ બાબા
જ્યારે આર્થિક મંદીના સવાલ પર યોગગુરુએ કહ્યું કે દુનિયાના ઘણા દેશ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ સમસ્યાથી નિપટવા માટે રાજનૈતિક ઈચ્છાશક્તિની જરૂરત છે જે પીએમ મોદીના નેતૃ્ત્વથી સંભવ છે. રામદેવે કહ્યું કે, આ દેશમાં વૈચારિક આતંકવાદ ચાલી રહ્યો છે. દલિતવાદી, માર્ક્સવાદી અને કેટલાક તથાકથિત સમાજવાદી આપણા પૂર્વજો વિરુદ્ધ નફરત ફેલાવતા રહ્યા છે, જે રોકવાની જરૂરત છે. કેટલાક લોકો છે જે દેશની એકતાને તોડવા માટે નફરત ફેલાવી રહ્યા છે. જેની વિરુદ્ધ આપણે કાનૂન વધુ કડક કરવાની જરૂરત છે.
FATF: આજે પેરિસથી એલાન થશે, ફેબ્રુઆરી 2020સુધી ગ્રે લિસ્ટમાં રહેશે પાકિસ્તાન