For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર રેડીયો પર કહી પોતાના 'મનની વાત'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓલ ઇન્ડિયા રેડીયોથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. દશેરાના અવસરે નરેન્દ્ર મોદીએ 'મનની વાત'માં લોકોને જણાવ્યું કે મારા સવા સો કરોડ દેશવાસીયોની અંદર અપાર શક્તિ અને સામર્થ્ય છે બસ માત્ર પોતાની અંદરની શક્તિને ઓળખવાની જરૂર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને એક ખાદીનું વસ્ત્ર વસાવવાનું આહ્વાન કર્યું, જેનાથી એક ગરીબના ઘરમાં દિવાળીનો દીવો સળગશે. વડાપ્રધાને લોકોને એવું પણ આહ્વાન કર્યું કે દેશવાસીઓ વિજયદશમી પર ગંદગીને ખત્મ કરીને વિજય પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરે અને સ્વચ્છ ભારત અભિયાનને આગળ ધપાવે છે.

નરેન્દ્ર મોદીના રેડિયો ભાષણના મુખ્ય અંશો અને સાંભળો ઓડિયો ક્લિપ...

1

1

રેડીયો પર મારા વાતચીતનો ઉદ્દેશ્ય એટલો જ છે કે આપણે સૌ સાથે મળીને ભારત માતાની સેવા કરીએ.

2

2

જો આપ મને કોઇ સત્ય ઘટના મોકલશો અને તે મને અને મારા દેશવાસીઓને પ્રેરણારૂપ લાગશે તો હું રેડિયોના માધ્યમથી તેમના સુધી ચોક્કસ પહોંચાડીશ.

3

3

જ્યાં સુધી આપણે જાતે ચાલવાનો સંકલ્પ નહીં કરો અને ઊભા નહીં થાવ ત્યાં સુધી રસ્તો બતાવનારા પણ આપને નહીં મળે. ચાલવાની શરૂઆત પણ આપણે જ કરવી પડશે.

4

4

સ્પેશલી એબલ્ડ બાળક માત્ર તેમના માતા પિતા નહીં આખા સમાજ અને રાષ્ટ્રનું દાયિત્વ હોય છે, આવું સારુ મંતવ્ય મને ગૌતમ પાલે આપ્યું.

5

5

પોતાના આત્મસન્માન અને યોગ્ય ઓળખને લઇને આપણે ચાલીશું તો વિજયી બનીશું અને રાષ્ટ્ર પણ વિજય થશે.

6

6

મારા સવા સો કરોડ દેશવાસીયોની અંદર અપાર શક્તિ અને સામર્થ્ય છે બસ માત્ર પોતાની અંદરની શક્તિને ઓળખવાની જરૂર છે.

7

7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને ખાદીનું બનેલું કોઇ પણ વસ્ત્ર, તકીયાનું કવર, કે ચાદર ગમે તે વસાવવાનું આહ્વાન કર્યું, જેનાથી એક ગરીબના ઘરમાં દિવાળીનો દીવો સળગશે.

8

8

ગઇકાલે સવા સો કરોડ દેશવાસીઓએ સ્વચ્છ ભારતનું અભિયાન શરૂ કર્યું છે મને વિશ્વાસ છે કે આપ સૌ તેને આગળ ધપાવશો.

સંપૂર્ણ સંબોધન સાંભળો ઓડિયો ક્લિપમાં...

સંપૂર્ણ સંબોધન સાંભળો ઓડિયો ક્લિપમાં...

English summary
In his maiden radio speech that was aired today on All India Radio Prime Minister Narendra Modi urged all Indian to promote the use of 'khadi'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X