• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બેઘર કાશ્મીરીઓને દુઃખભરી દાસ્તાન

|

લખનઉ, 9 જાન્યુઆરીઃ ભારતના અભિન્ન અંગ કાશ્મીરમાંથી સેના હટાવવા પર જનમત એકઠું કરવાની વાત કરી રહેલા આમ આદમી પાર્ટીના પ્રશાંત ભૂષણને ભાજપ અને બજરંગ દલ સહિત અનેક દળોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ‘આપ' નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ સંવેદનશીલ મુદ્દેથી પોતાના સાઇડ લાઇન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઇ ગઇ અને અનેક મોટા નેતાઓના નિવેદન આવી ગયા, પરંતુ કોઇએ એ લોકોની ચિંતા ના કરી, જે લોકો કાશ્મીર છોડ્યા બાદ ઠોકરો ખાઇ રહ્યાં છે.

પહેલા આતંકવાદ અને હવે અલગાવવાદના કારણે પાંચસોથી વધુ કાશ્મીરી વિસ્થાપિત તંબુઓમાં જીવન વિતાવવા માટે મજબૂર છે. સાથે જ બદલાયેલા હવામાનમાં ઠંડી હવાઓ પણ તેમના ધીરજની પરીક્ષા કરી રહી છે. ઘર અને સંપત્તિ વેંચીને યુપી-બિહારના ચક્કર કાપી રહેલા આ કાશ્મીરીઓને રોજગારી પણ મળી રહી નથી. જેના કારણે તેને પેટની આગ ઓલવવા માટે સતત ભટકતા રહેવું પડે છે.

દાખલા તરીકે, લખનઉની વાત કરીએ તો જ્યાં મવૈયા ક્ષેત્રના પ્રેમવતી નગરના ગઢી કનૌરા ફાટક પાસે અંદાજે પાંચસો કાશ્મીરી પરિવાર રહી રહ્યાં છે, તેમની સાથે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ છે. આ કસબાના અડધાથી વધુ સભ્યો દિવસભર શહેરમાં ફરી ફરીને પોતની આપવીતિ લોકોને જણાવી રહ્યાં છે અને લોકો દયાભાવે તેમને અમુક રકમની સહાય કરી રહ્યાં છે.

વશીર અહમદે જણાવી વેદના

વશીર અહમદે જણાવી વેદના

કાશ્મીરથી લખનઉ આવેલા વશીર અહમદે જણાવ્યું કે, કાશ્મીરમાં તેમનો આખો પરિવાર સુખી જીવન વિતાવી રહ્યો હતો, પરંતુ આતંકવાદે અમારું બધુ તબાહ કરી નાખ્યુ. ઘર વેચીને જે પૈસા મળ્યા હતા, તે બધા પરિવારના લાલન પાલનમાં ખતમ થઇ ગયા હવે સ્થિતિ એવી છે કે, અમારી પાસે ખાવા માટે કંઇ બચ્યું નથી. તેણે જણાવ્યું કે, અમારો પરિવાર દિવસભર લોકો પાસે કંઇક ને કંઇક માગવા માટે નિકળે તો પણ પરિવારનું પેટ ભરાઇ શકે તેમ નથી. ક્યારેક ક્યારેક અમારો પરિવાર ભૂખ્યા પેટે ઉંઘી જાય છે.

મોહમ્મદ લગદી ભટ્ટની દાસતાન

મોહમ્મદ લગદી ભટ્ટની દાસતાન

મોહમ્મદ લગદી ભટ્ટે એક કાગળ દર્શાવ્યુ, જેના પર જમ્મુ એન્ડ કાશ્મીર સ્ટૂડન્ટ રિલીફ કમિટી, જિલ્લા બારામુલ્લા લખેલું હતું. આ ઉપરાંત કાગળ પર અંગ્રેજીમાં એક નોટ પણ હતી, જેમાં આ કેમ્પ અનાથ અને વિધવા માટે છે તેમ લખેલું હતું. તેમણે જણાવ્યું કે, આ કાગળ લોકોને દર્શાવીને અને પોતાની વ્યથા લોકોને સંભળાવીને કંઇક મળવાની આશાની દુઆઓ કરતો રહું છું. કેટલાક લોકો મારું દુઃખ જોઇને મને અનાજ સહિતનું દાન કરે છે, પરંતુ કેટલાક લોકો અમને શંકાની દ્રષ્ટિએ જુએ છે. આ માહોલમાં જો કોઇ અમારા કેમ્પ પાસે આવીને થોડીક મદદ કરી દે છે, તો એવું લાગે છે કે, જાણે ખુદા અમારા દરવાજે આવ્યા છે.

કાશ્મીર પર રાજકારણ

કાશ્મીર પર રાજકારણ

મોહમ્મદ લગદી અને વશીર અહમદની દાસ્તાન સાંભળીને એ વાત સાબિત થાય છેકે ભાજપ હોય, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી બધા જ રાજકીય દળ કાશ્મીર મુદ્દે રાજકારણ કરવામાં વ્યસ્ત છે. જમીની સ્તર પર શું ચાલી રહ્યું છે, કાશ્મીરના લોકો ખરા અર્થમાં શું સહી રહ્યાં છે, તેની કોઇને ચિંતા નથી. ખાસ વાત એ છે કે, લખનઉ ઉત્તર પ્રદેશની રાજધાની છે અને અહીં મુખ્યમંત્રીથી લઇને સપાના મુખિયા સહિતના તમામ મોટા નેતાઓ રહે છે, પરંતુ કોઇએ પણ આ બેઘર કાશ્મીરીઓની મદદ માટે હાથ લાંબો કર્યો નથી.

જો સેના હટી જાય તો શું થાય

જો સેના હટી જાય તો શું થાય

બીજી તરફ પ્રશાંત ભૂષણની આમ આદમી પાર્ટીના લખનઉ એકમેની નજર પણ આ કાશ્મીરીઓ પર પડી નથી. જરા વિચારો જ્યારે સેના તેનાત છે, ત્યારે આ મંજર જોવા મળે છે, જો કાશ્મીરમાંથી સેના હટાવી લેવામાં આવે તો આવા અનેક કાશ્મીરીઓ દેશના કેટલાક શહેરોમાં દર દર ભટકતાં જોવા મળશે. એ વાતનો અંદાજો અમે અને તમે જ નહીં પરંતુ પ્રશાંત ભૂષણ પણ લગાવી શકે તેમ નથી.

English summary
This is the painful story of Kashmiris who are now homeless and begging in Lucknow city of Uttar Pradesh. None of the politicians including AAP leader Prashant Bhushan bother about them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X