For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મેં ભ્રષ્ટાચાર કર્યો નથી, મારી જિંદગી ખુલ્લી કિતાબ જેવી'

By Super
|
Google Oneindia Gujarati News

nitin gadkari
મુંબઇ, 17 ઑક્ટોબરઃસામાજિક કાર્યકર્તામાંથી રાજકારણી બનેલા અરવિંદ કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ધડમૂળથી નકારતા ભાજપ પ્રમુખ નિતિન ગડકરીએ કહ્યું છે કે, મે ક્યારેય ભ્રષ્ટાચાર કર્યું નથી અને મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે. મારી જે મિલકત છે તેમાં છેલ્લા ચાર વર્ષમાં જરા પણ ફેરફાર થયો નથી.

ભાજપ પ્રમુખે કહ્યું કે, 2008માં જ્યારે તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભર્યા ત્યારે તેમની મિલકત આઠ કરોડ અને 2 કરોડ રૂપિયા લાયબિલિટી સ્વરૂપે હતા અને આજની તારીખે પણ તે એટલું જ છે. જેમાં મારી કાર અને વારસાગત મિલકતનો સમાવશે પણ છે.

આઇએસીની વેબસાઇટમાં એવા આરોપ લગાવવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં ગડકરીને પાંચ પાવર અને ત્રણ સુગર ઇન્ડસ્ટ્રીઝ છે અને તેણે આ મોટો બિઝનેસ એમ્પાયર ટૂંક સમયમાં ઉભો કર્યો છે, જેમાં 15 કરતા વધારે કંપનીઓ છે જે કંસ્ટ્રક્શન, સુગર, પાવર, કોલ, એગ્રો અને અન્ય સેક્ટર્સમાં છે.

બીજી તરફ ભાજપ પ્રમુખે કહ્યું છે કે, કોઓપરેટિવ સુગર ફેક્ટરી્ઝ, પાવર ઇન્ડસ્ટ્રીઝ અને પુર્તિ ગ્રુપ ઓફ કંપનીઝને દેવું વધી જવાના કારણે તેમણે લીધી હતી. આ એક પણ યુનિટ્સમાં તેમની કોઇ ઓફિસ નથી અને ખેડૂતોના મોટા નુક્સાન સામે તેઓ આ કંપનીઓમાં રસ ધરાવતા નથી.

ગડકરીએ કહ્યું કે હું ક્યારેય ભ્રષ્ટ કાર્યમાં જોડાયો નથી અને મારું જીવન એક ખુલ્લી કિતાબ સમાન છે.

English summary
BJP president Nitin Gadkari on Wednesday refuted charges of corruption levelled against him by India Against Corruption (IAC) led by activist-turned-politician Arvind Kejriwal in New Delhi, saying the volume of his assets remained unchanged over the last four years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X