For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારા મંત્રીઓએ પદ છોડ્યુ, 2002ના રમખાણો બાદ ગુજરાતના મંત્રીઓએ કેમ નહીં : ઓમર

|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 12 ઓગસ્ટ : જમ્મુ - કાશ્મીરમાં કિશ્તવર કોમી રમખાણોને પગલે સોમવારે જમ્મુ કાશ્મીરના પ્રધાને રાજીનામુ આપ્યા બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે ભાજપના નેતાઓ દંભી છે. તેમણે 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો બાદ ગુજરાતના મંત્રીઓના રાજીનામાની માંગણી શા માટે કરી ન હતી?

ઓમર અબ્દુલ્લાએ કરેલા ટ્વિટમાં જણાવ્યું કે "સંસદને જાણ કરીને અરૂણ જેટલી ખૂબ નમ્ર બને છે. પણ ગુજરાતના ગૃહ મંત્રી કે કેન્દ્રના રાજ્ય ગૃહ મંત્રીએ વર્ષ 2002માં શા માટે રાજીનામા આપ્યા ન હતા. કિશ્તવરમાં કોમી રમખાણોમાં 2 હિંદુ અને 1 મુસ્લિમના નિ્ર્દોષ મોત બાદ ન્યાયિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. મારા મંત્રીએ પણ રાજીનામુ આપ્યું છે. પણ ભાજપ વર્ષ 2002ના રમખાણોને ગણતરીમાં શા માટે લેતી નથી."

kishtwar

ઓમરે આગળ જણાવ્યું કે "ભાજપના નેતા તેમ કરી શકે એમ નથી કારણ કે તેમના પીએમ પદના સ્ટાર ઉમેદવાર લશ્કર આવવાની રાહ જોતા હતા, તે અંગે માફી માંગવાની બાકી છે. દંભીઓ છે." જમ્મુ કાશ્મીરના મંત્રી કિત્જલૂનું રાજીનામુ ઓમર અબ્દુલ્લાને મળી ગયું છે. તેણે મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે હૈદરાબાદમાં યોજાયેલી સભામાં નરેન્દ્ર મોદીએ કિશ્તવર કોમી રમખાણોનો મુદ્દો ઉઠાવીને ઓમર અબ્દુલ્લા સરકાર સામે પ્રહાર કર્યા હતા.

English summary
My minister has quit, why didn't Gujarat ministers 2002 riots : Omar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X