For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMને આપો આઇડિયા અને બને લખપતિ, ખાલી 3 દિવસ છે બાકી!

|
Google Oneindia Gujarati News

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા વિકાસના પથ પર આપણા દેશની આગળ વધારવાની વાત કરતા હોય છે. અને આ માટે જ તેમની અને તેમની સરકારની હંમેશા તે પ્રયાસ રહ્યો છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધા એક સુત્રમાં બંધાયેલા રહે અને દેશના તમામ રાજ્યો સાંસ્કૃતિક વિરાસતથી જોડાયેલા રહે કે જેથી કરીને કાશ્મીરના સફરજન પણ આસામને પોતાના લાગે અને બિહારની મધુબની પણ હૈદરાબાદવાસીઓ માટે નવી ના હોય.
એટલા માટે જ ભારત સરકારે સરદાર વલ્લભ ભાઇ પટેલની જયંતિ પર એક પ્રતિયોગિતા શરૂ કરી છે જેનું નામ છે "એક ભારત શ્રેષ્ઠ ભારત". જેમાં ભારતના તમામ ભારતીયોને પૂછવામાં આવ્યું છે કે ભારતને શ્રેષ્ઠ બનાવવા માટે શું શું કરવું જોઇએ?

આ માટે લોકો પોતાનો વિચાર કહે અને જેનો વિચાર સારો હોય તેને ઇનામ પણ આપવામાં આવશે. પહેલા વિનરને 1 લાખ રૂપિયા, બીજાને 75000 અને ત્રીજા વિનરને 50,000 રૂપિયા ઇનામ રૂપે આપવામાં આવશે. વળી ભારત સરકાર તરફથી તેમને એક પ્રમાણપત્ર પણ મળશે.

ek bharat logo

કેવી રીતે લેશો ભાગ?

આ હરિફાઇમાં ભાગ લેવા માટે તમારે MyGov portal પર લોંગ ઇન કરીને https://mygov.in/task/ek-bharat-shreshtha-bharat-contest/ લિંક પર ક્લિક કરો અને નિયમો વાંચ્યા પછી પોતાના વિચારો અને સૂચનો તેમાં સબમિટ કરો. આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે હવે ખાલી ત્રણ દિવસ જ બચ્યા છે. કારણ કે તેની એન્ટ્રી 25 ડિસેમ્બર સુધી જ વેલિડ છે.

તો જો તમને લાગતું હોય કે સરકારને ભારતનો વિકાસ આ રીતે કરવો જોઇએ તો તમે પણ તમારા વિચારો મનમાં ના રાખીને આ સાઇટ પર જરૂરથી મોકલો. શું ખબર તમારો વિચાર ગમી જાય અને તમને ઇનામ મળી જાય. સાથે જ તમારા આ પ્રયાસથી ભારતને શ્રેષ્ઠ બનવાનો મોકો પણ મળશે અને તેમને દેશ માટે કંઇક કરવાનો મોકો મળી જશે. તો રાહ ના જુઓ આજે જ લોંગ ઇન કરો.

English summary
on the birth anniversary of Sardar Vallabhbhai Patel, PM Modi announced that the Ek Bharat Shreshtha Bharat scheme will bridge the cultural gap in the country and enhance interaction between people living in different states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X