ઉજ્જૈનમાં 7 લોકોના રહસ્યમયી મોત, સીએમ શિવરાજે તપાસના આદેશ આપ્યા
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 12 કલાકમાં સાત લોકોના મોત થયાં છે. બુધવારે ઉજ્જૈનના વિવિધ વિસ્તારોમાં સાત લોકોના મૃતદેહ મળ્યા છે. દિવસભર એક બાદ એક મૃતદેહ મળવાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. જે બાદ મામલો શાસન સુધી પહોંચી ગયો છે. આ મામલે આજે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તપાસના આદેશ આપ્યા છે. કયા કારણોસર મોત થયાં તે અંગે હજી કંઈ જાણી શકાયું નથી.
બુધવારે ઉજ્જૈનના વિવિધ વિસ્તારોમાં આ મોત થયાં, મૃતકોમાં છ મજૂર અને એક મહિલા છે. એવું જાણવા મળ્યું કે મૃતકોમાં કેટલાક દારૂના ટેવાયેલા હતા. એવામાં આ લોકોએ ઝેરીલો દારૂ પીધો હોવાથી મૃત્યુ પામ્યા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. જો કે પોલીસનું કહેવું છે કે હજી સુધી મોતનું કારણ નથી જાણી શકાયું, તપાસ બાદ જ કંઈક કહી શકાશે.
બુધવારે સવારે ખારાકુવાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા છત્રી ચોક વિસ્તારમાં પોલીસને બે શખ્સોની લાશ મળી હતી. બંનેની ઓળખ આ વિસ્તારમાં જ રહેતા મજૂરો તરીકે થઈ હતી. જે બાદ બપોરે આ ક્ષેત્રથી જ ફરી બે મૃતદેહ મળ્યા હોવાની જાણકારી મળી. જ્યારે કોતવાલી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં પણ તેલીવાડા વિસ્તારમાં એક મજૂરની લાશ મળી.
તેલંગાણામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 30 લોકોના મોત
બુધવારે જ મહાકાલ થાના ક્ષેત્રના બેગમબાગ વિસ્તારમાં કપડાંનો થેલો લગાવનાર એક શખ્સનું મોત થયું. એસપી મનોજ સિંહે જણાવ્યું કે તમામ મામલામાં પીએમ અને અન્ય તપાસ કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનો પતો લગાવી શકાશે. આ મામલે એક વસ્તુ કોમન હતી કે બધાના મોત 12 કલાકમાં જ થયાં અને આજુબાજુના વિસ્તારોમાં જ બધા રહેતા હતા.