For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણાચલમાં ચીની બોર્ડરથી 100 કિમી દૂર મળી એક રહસ્યમયી ડિવાઈઝ

અરુણાચલ પ્રદેશમાં ચીની માર્ક ધરાવતી એક રહસ્યમયી ડિવાઈઝ મળી આવવાથી સનસની ફેલાઈ ગયી છે. આ વસ્તુ લોખંડની છે અને લેપટોપ સાઈઝની છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અરુણાચલ પ્રદેશમાં ચીની માર્ક ધરાવતી એક રહસ્યમયી ડિવાઈઝ મળી આવવાથી સનસની ફેલાઈ ગયી છે. આ વસ્તુ લોખંડની છે અને લેપટોપ સાઈઝની છે. આ ડિવાઈઝ પર મેડ્રિયન ચીની ભાષામાં લખ્યું છે. મેડ્રિયનને કારણે માનવામાં આવી રહ્યું છે કે આ ડિવાઈઝ ચીનમાં બનેલી હોઈ શકે છે. આ ડિવાઈઝ ચીન બોર્ડરથી 100 કિમી દૂર એક ગામમાં મળી આવી હતી. સ્થાનીય પોલીસ ઘ્વારા તેની જાણકારી આપવામાં આવી છે. આ ડિવાઈઝની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

arunachal pradesh

ફોરેન્સિક એક્સપર્ટ તેની તપાસ કરશે

પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે કે કેટલાક ગામ લોકો ઘ્વારા આ ડિવાઈઝ જોવામાં આવી હતી. આ ડિવાઈઝ અરુણાચલ પ્રદેશની રાજધાની થી 140 કિલોમીટર દૂર કામલે જિલ્લામાં મળી આવી હતી. આ ગામ ચીની બોર્ડરથી લગભગ 100 કિલોમીટર દૂર છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ડિવાઈઝ ચીની સર્વિલાન્સ અથવા તો ઉંચાઈવાળી જગ્યા પર હવામાન પર નજર રાખતી ડિવાઈઝ હોઈ શકે છે.

અરુણાચલ પ્રદેશ સરકારની માન્યે તો કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીને આ મામલે કોઈ જ જાણકારી નથી. તેમને આખા મામલાની તાપસ ફોરેન્સિક એક્સપર્ટને સોંપી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર જે જગ્યા પર ડિવાઈઝ મળી આવી હતી તે એક સુમસાન જગ્યા છે અને કોઈ પણ ટ્રેકિંગ કરી 5 કલાકમાં અહીં પહોંચી શકે છે.

English summary
Mysterious device with chinese marking found in arunachal pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X