મહારાષ્ટ્રઃ નારાયણ રાણેઃ ભાજપ જ બનાવશે સરકાર, 145ના આંકડા સાથે રજૂ કરશે દાવો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાના 19 દિવસો બાદ જ્યારે કોઈ પણ પાર્ટી સરકાર બનાવવાનો દાવો રજૂ ન કરી શકી તો છેવટે રાજ્યમાં આજે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યુ. ઘણી રાજકીય ઉથલપાથલ બાદ આજે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યુ. વળી, રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ ભાજપ નેતાએ કહ્યુ છે કે ટૂંક સમયમાં રાજ્યમાં સ્થાયી સરકાર બનશે. ભાજપ નેતા નારાયણ રાણેએ કહ્યુ કે શિવસેનાએ ગઠબંધન ધર્મ ન નિભાવ્યો.
નારાયણ રાણેએ કહ્યુ કે શિવસેનાને કોંગ્રેસ-એનસીપી બેવકૂફ બનાવી રહી છે. તેમણે કહ્યુ કે મે સામ, દંડ, ભેદ શિવસેનાથી જ શીખ્યા છે. નારાયણ રાણેએ કહ્યુ કે રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માટે હું પૂરી કોશિશ કરીશ. તેમણે કહ્યુ કે રાજ્યમાં સ્થાયી સરકાર બનાવવા માટે જે કરવુ પડશે તે કરશે. તેમણે કહ્યુ કે અમે જલ્દી 145ના આંકડા સાથે જ રાજ્યપાલ પાસે જઈશુ અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરીશુ.
Former Maharashtra CM Devendra Fadnavis in a press note: President's rule is unfortunate but we expect that Maharashtra will get a stable government soon. (file pic) pic.twitter.com/Mwl62YoRfj
— ANI (@ANI) 12 November 2019
વળી, રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે આ દૂર્ભાગ્યપૂર્ણ છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે રાજ્યની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યો છે. પરંતુ તેમ છતા કોઈ પણ પાર્ટીની સરકાર ન બની શકી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગવુ એ ખૂબ દૂર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યુ કે ટૂંક સમયમાં રાજ્યમાં સ્થાયી સરકાર બનશે. વળી, ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે કહ્યુ કે શિવસેના માટે અમારા રસ્તા હંમેશાથી ખુલ્લા હતા પરંતુ આ શિવસેના હતી જેણે કહ્યુ કે દરવાજા બંધ થઈ ગયા છે.
Narayan Rane, Bharatiya Janata Party on being asked if Congress, NCP leaders are in touch with him: I cannot say anything on it. All I can say is that I am trying to help form government. #Maharashtra pic.twitter.com/LyEm8JOmPd
— ANI (@ANI) 12 November 2019
BJP leader Sudhir Mugantiwar: This is Rane Sahab's personal opinion. There was no discussion held on this issue in the BJP core committee meeting. https://t.co/jTME4rX47V pic.twitter.com/ct1n8hXRcI
— ANI (@ANI) 12 November 2019
આ પણ વાંચોઃ રાજ્યપાલની ભલામણને લીલી ઝંડી, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ