કેશુભાઈના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, કહ્યુ - ગુજરાતીઓ માટે સમર્પિત કર્યુ જીવન
નવી દિલ્લીઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનુ 92 વર્ષની ઉંમરમાં ગુરુવારે નિધન થઈ ગયુ છે. કેશુભાઈ પટેલના નિધન પર પીએમ મોદીએ તેમને મોટા નેતા ગણાવીને દુઃખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, અમારા પ્યારા અને સમ્માનિત કેશુભાઈનુ આજે નિધન થઈ ગયુ છે. હું ખૂબ જ દુઃખી છુ. તે એક ઉત્કૃષ્ટ નેતા હતા જેમણે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યુ. તેમનુ જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યુ. પીએમ મોદીએ કેશુભાઈ પટેલ સાથે પોતાના ઘણા ફોટા પણ શેર કર્યા છે.
પીએમે કહ્યુ, કેશુભાઈએ જનસંઘ અને ભાજપને મજબૂત કરવા માટે ગુજરાતની લાંબી યાત્રાઓ કરી. કિસાન કલ્યાણના મુદ્દાઓ તેમની દિલની નજીક હતા. તેમણે ધારાસભ્ય, સાંસદ, મંત્રી અને સીએમ રહેવા દરમિયાન ખેડૂતો માટે ઘણા કામ કર્યા. કેશુભાઈએ મને અને બીજા યુવા કાર્યકર્તાઓને સતત માર્ગદર્શન આપ્યુ. બધાને તેમનો મિલનસાર સ્વભાવ પસંદ હતો. તેમનુ નિધન એક અપૂરણીય ખોટ છે. આપણે સૌ આજે શોકમાં છે. મારા વિચાર તેમના પરિવાર અને શુભચિંતકો સાથે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ એકબીજાની નજીક ગણાતા હતા. મોદીએ તેમને પોતાના રાજકીય ગુરુ કહ્યા હતા. 2001માં તેમના પછી નરેન્દ્ર મોદીએ પહેલી વાર ગુજરાતના સીએમ પદના શપથ લીધા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેમનુ લાંબુ સાર્વજનિક જીવન ગુજપરાતની સેવામાં સમર્પિત રહ્યુ. કેશુભાઈના નિધનથી ગુજરાતના રાજકારણમાં પડેલી ખોટ ભરવી સરળ નથી. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ. ભાજપમાં રહીને ગુજરાતમાં સંગઠનને સશક્ત કરવામાં કેશુભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી. સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે તેમણે મંદિરના વિકાસમાં હંમેશા આગળપડતો સહયોગ કર્યો. પોતાના કાર્યો તેમજ વ્યવહારથી કેશુભાઈ સદૈવ અમારી સ્મૃતિમાં રહેશે. ઈશ્વર તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે.
કેશુભાઈ પટેલનો જન્મ જૂનાગઢના વિસાવદર ખાતે 24 જુલાઈ 1928ના રોજ થયો હતો. 1945માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. 1975માં ઈમરજન્સી દરમિયાન તેમને જેલમાં પણ જવુ પડ્યુ હતુ. કેશુભાઈ પટેલ 1995 અને 1998થી 2001 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 1980થી ભાજપના સભ્ય હતા.
Video: PM બનતા પહેલા મોદીએ મેળવ્યા હતા કેશુબાપાના આશીર્વાદ