• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક તરફ લોહીની નદી તો બીજી તરફ પ્રેમની ગંગા વહી રહી છેઃ મોદી

By Super
|

અમૃતપુરી, 26 સપ્ટેમ્બરઃ ભોપાલમાં ભાજપની મેગા રેલીને સંબોધ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે કેરળમાં છે. કેરળના અમૃતપુરી ખાતે તેઓ માતા અમૃતાનંદમયી દેવીની 60મી જન્મતીથિ નિમિત્તે પોતાનું ઉદ્દભોધક સંબોધન આપવાના છે. જેનો લાઇવ વીડિયો અહીં રજૂ કરવામાં આવ્યો છે.

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ પાવન પર્વે માતા અમૃતાનંદમયી માઇના પવિત્ર ચરણોમાં નમન કરું છું. છેલ્લા કેટલાક વર્ષોથી હું આ ઓર્ગેનાઇઝેશનની પ્રવૃતિઓ જોતો આવું છું. મહિલાઓ, ગરીબી, કુપોષણ, શિક્ષણ સહિતના કામો અમ્મા દ્વારા કરવામા આવી રહ્યાં છે, જેમકે કોઇ સરકાર દ્વારા લોક વિકાસ અર્થે કરવામાં આવતા હોય છે.

અમ્મા દ્વારા કરવામાં આવેલા કામને નજીકથી જોવામાં આવે તો તેમના દ્વારા અનેક કાર્યો લોકસેવા અર્થે કરવામાં આવ્યા છે. તેઓ તેમના નિસ્વાર્થ પ્રેમ અને સમર્પણ માટે જાણીતા છે. તેઓ પ્રેમનો દરિયો અને શક્તિથી ભરપૂર છે, તેમની શીખવવાની રીત સામાન્ય છે. તેઓ કહે છે કે, તમામ ધર્મના લોકોને પ્રેમ કરો. સાચી ખુશી નિસ્વાર્થ પ્રેમ આપવામાં છે.

અમારા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે, પુર્ણામ માતા પરંતુ જ્યારે માતા અને ગુરુ સમાવિષ્ટ હોય તે પ્રતિક્ષા કેવી મોટી હશે. ન માતુ હું પર દેવતમ, માતાથી વિશેષ કોઇ અવસ્થા નથી હોતી. આજે હું અમ્માના 60મા જન્મદિવસ સમારોહમાં આવ્યો છું, પરંતુ મનની એક ઇચ્છા કહેતા રોકી શકતો નથી, માતાનો શતાબ્દી સમારોહ થાય ત્યારે પણ મને બોલાવવામાં આવે. આમા મારો પણ સ્વાર્થ છે. જન્મ દિવસ અનેક મનાવવામાં આવે છે, જીવનના દરેક અવસરને મનવવામાં આવે છે, પરંતુ મોટાભાગના પોતાના માટે જ્યારે બહું ઓછા હોય છે જે સમસ્ત માટે મનાવવામાં આવે છે, આજે અમ્માની જન્મજંયતિ સ્વ માટે નહીં સમસ્તી માટે મનાવી રહ્યાં છીએ.

હું વિચારી રહ્યો હતો કે આ અવસરને કયા શબ્દોમાં રજૂ કરી શકું, મારા વિચારોની સીમાનો અનુભવ થઇ રર્હોય છે, મારા શબ્દોની શક્તિ ક્ષિણ થઇ રહી છે. શબ્દોની બીજી તરફ ભાવનાની એક એવી ક્ષિતિજ ઉભી છે જે લોકોને એ દિસામાં વિચારતા કરી મુકે છે. એક રીતે આ શષ્ટી પુર્તિનો સમારોહ નથી, જે રીતે અનેક ઉપકરણો રજૂ કરવામાં આવ્યા તને જોઇને આણ આ ભવ્યભારતના શિલાન્યાસનો અવસર છે.

અમારા ગુરુઓ, ઋષિમુનીઓની શક્તિ પુસ્તકો સુધી સિમિત રહી તેથી તેમાનો વિશ્વસ ક્ષણ થઇ રહ્યો હતો, પરંતુ આજે અમે અહીં જોઇ રહ્યાં છીએ કે, આવનારી શતાબ્દીમાં કેવી રીતે આ કામ મદદરૂપ થાય તે અહીં જોવા મળી રહ્યું છે. અમ્માએ પોતાને આધ્યાત્મિક સંદેશ સુધી સિમિત કર્યા હોત તો પણ તેની પ્રતિભા નીચે આવવાની નહોતી, આધ્યાત્મિક સાધનથી માનવ વિકાસ અને પ્રેરણા જગાવીને જન સામાન્યની આકાંક્ષાને પૂર્ણ કરવા જે કર્યું તે આધ્યાત્મની એક નવી અનુભૂતિ છે.

આજે વિશ્વમાં આર્થિક ચિંતા, ગરીબોના કલ્યાણની વાતો થાય છે, આપણા ઋષિઓનું સ્મરણ કરીએ તો તેનાથી ઉત્તમ માર્ગદર્શન બીજું કોઇ કહ્યું હતું કે, સર્વના સુખની ચિંતા કરો. જ્યારે આપણા ઋષિઓએ સર્વના સુખની ચિંતા કરી છે, ત્યારે તેમની કામનાને પરીપૂર્ણ કરવાનો રસ્તો કયો હોય છે તે અમ્માએ આજે બાવ્વ્યો છે. આપણો દેશ એવો છે કે જ્યાં રાજાએ કેવી રીતે કામ કરવું જોઇએ તે ઋષિઓએ સમજાવ્યું છે.

ભારત ક્યાં ઉભુ છે તેની સ્થિતિ જાણીએ ત્યારે નિરાશા થાય છે, પંરતુ મને નિરાશા નથી, કારણ કે આ જ 125 કરોડ હિન્દુસ્તાનીઓ અને આપણું સામર્થ્ય થકી આપણે વિશ્વગુરુનું સ્થાન મેળવી શકીએ છીએ. આવી અનુભૂતિ એટલા માટે થાય છે કે જ્યારે હું આટલી મોટી આધ્યાત્મિકતાઓને મળતો રહું છું.

અમારા પૂર્વજોએ વસુધેવ કુટુંબકમની કલ્પના આપી હતી, આ માત્ર શબ્દ નથી, એ આપણને જીવીને શિખવ્યું છે. વિશ્વની સામે બે દ્રશ્યો છે, આ જ સપ્તાહના બે દ્રશ્યો જોઇ લો, એક તરફ નૈરોબીમાં નિર્દોશ લોકોને મારી નાંખવામાં આવ્યા, પાકિસ્તાનના પેશાવરમાં ચર્ચમાં હુમલો કરવામાં આવ્યો. આજે જમ્મુ કાશ્મિરમાં અમારા સિપાઇને મારી નાંખવામાં આવી રહ્યાં છે. એક તરફ લોહીની નદી વહી રહી છે, ત્યારે બીજી તરફ અહીં પ્રેમની ગંગા વહી રહી છે, અહીં જીવનના રક્ષણ, મનુષ્ય સુરક્ષાની ચિંતા અને આવિષ્કાર થઇ રહ્યાં છે. અહીં વિશ્વમાં પહોંચેલા હિન્દુસ્તાન મૂળના યુવાનોને પ્રેરણા આપી રહ્યાં છે કે, આ ધરતી તમને પોકારી રહી છે અને અહીં આવીને માનવ કાર્ય માટે તમારી કૌશલ્યતાનો ઉપયોગ કરો અને લોકો આવી રહ્યાં છે. વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપી રહ્યાં છે અને વિવિધ આવિષ્કાર થઇ રહ્યાં છે.

આ એક વ્યક્તિના 60 વર્ષનું અવતર નથી, મા અમ્મા એક વ્યક્તિ નથી. ભારતના ભવ્ય મિશનનું એક સાકાર મૂર્તિ છે, કરોડો ગરીબોની આપૂર્તિનું એક રૂપ છે. માનવ સેવાથી માધવ સેવા કરવા માટે પ્રેરિત કરનારા એક ધારા છે, જે પુલ્કિત કરી દે છે. દુર્ભાગ્યથી આપણે આપણા સંતો-મૂનિ અને પરંપરાને નકારી દીધી છે, આ તો આશ્રમ અને મોજ મસ્તીનું જીવન જીવે છે, પણ અનુભવથી કહીં શકાય છે, તેમણે તેમનું જીવન સમાજ સેવામાં વિતાવ્યું છે, તેનાથી મોટી મિશનરી એકપણ ના હોઇ શકે.

150 વર્ષના કાળખંડમાં આપણા સંતો, મહાપુરુષોએ સમાજ ચેતનાનું વાતાવરણ ઉભુ કર્યું છે, સ્વામી વિવેકાનંદ સહિતના મહાપુરુષોએ આધ્યાત્મિક સમાજ ચેતના જગાવી અને ભારતની આઝાદીની પીઠિકા તૈયાર કરી, તેના કારણે ભારતે સ્વરાજ્યએ સફળતાંપુર્વક આગળ વધાર્યું હતું. હું વિશ્વાસ સાથે કહું છું, 1857નાં સગ્રામ અને આઝાદી માટેની પીઠીકા તૈયાર કરી ત્યારે હિન્દુસ્તાન પોતાના 75 વર્ષ અથવા શતાબ્દી મનાવશે ત્યારે એ પીઠીકાને યાદ કરવી પડશે કે આ સંતો-મહંતોએ તૈયાર કરેલી પીઠીકા દિવ્ય ભારત, ભવ્ય ભારતનું નિર્માણ કરી રહી છે.

નોંધનીય છે કે, ભાજપ દ્વારા પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદ ભોપાલ ખાતે પહેલીવાર પક્ષના પરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે સ્ટેજ શેર કરતા મોદીએ ભાજપ શાસિત સરકારો દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની વાત કરી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

English summary
Narendra Modi to address 60th Birthday Celebrations 0f Her Holiness Sri Mata Amritanandamayi Devi at Amritapuri, Kerala

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more