ઝાંસી, 27 એપ્રિલઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં રેલી સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીના નિવેદનો પર પલટવાર કરતા કહ્યું કે, મને કોઇ શરમ નથી આવી રહી, પરંતુ મને હાસ્ય ઉપજે છે. તેમણે કહ્યું કે, માતા-પુત્રની સરકાર દેશને જે આપ્યું છે, તેને તેઓ હવે વ્યાજ સહિત દેશ તેને પરત આપી રહ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, જો ટીવી પર આવી રહેલા કપિલ શર્માના શોના બદલે કોંગ્રેસના નેતાઓના નિવદેનને મનોરંજનના રૂપમાં રજૂ કરવામાં આવવા જોઇએ.
તેમણે કહ્યું કે, અહી એવી સરકાર છે, જ્યાં પરિવાર કરતા વધારે ગન લાયસન્સ છે. અહી કેવા પ્રકારની કાયદો અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સીધી સારી થઇ શકે છે જો બંદૂકના બદલે યુવાનોના હાથમાં પેન અને ખેડૂતોના પાકમાં વધારો થાય. આ ગેમ પાંચ વર્ષની છે. પાંચ વર્ષ સમાજવાદી પાર્ટી અને પાંચ વર્ષ બહુજન સમાજ પાર્ટી. કોંગ્રેસ કેવી રીતે આ બધુ પડદા પાછળ મેન્શન કરી શકે છે.
મે ઉમાજીનું ભાષણ સાંભળ્યુ, તેઓ અહીની સમસ્યાને જાણે છે, તેો આ વિસ્તારના વિકાસ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. રાણી લક્ષ્મીબાઇ અને ઉમા ભારતીના સમર્પણને સન્માન આપવું જોઇએ જે આ વિસ્તારને સારું બનાવી શકે છે. તમે એવી કોઇ પાર્ટી જોઇ છે જેના વડાપ્રધાન અને મંત્રીઓ ચૂંટણી લડી રહ્યાં નથી.
રાહુલ ગાંધીના નિવેદન પર પ્રહાર કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મે સવારે રાહુલ ગાંધીનું નિવેદન સાંભળ્યું અને હું મારા હાસ્યને રોકી શક્યો નહીં. રાષ્ટ્ર છોડો શું તેઓ આ રીતે કોંગ્રેસને ચલાવી રહ્યાં છે. રાહુલે કહ્યું કે, જ્યારે ગુજરાતમાં લોકાયુક્ત આવશે એ દિવસે મોદી જેલમાં હશે. તમે આ શું ખોટું બોલી રહ્યાં છો, હું તમને સાચું જણાવું છું.
મને લાગે છે કે તમારા માતાના સલાહકાર અને તમારી સ્પીચના લેખક એક જ છે. ગુજરાતમાં લોકાયુક્ત છે. લોકાયુક્ત દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં નોંધાયું છેકે એક પૂર્વ મુખ્યમંત્રી કે જેમના પુત્ર યુપીએમાં મંત્રી છે. અમરસિંહ અમારી સાથે વધુ સમય રહ્યાં નહોતા. તે વાતને તમારા મનમાં રાખો, અમે મૌન છીએ પરંતુ જુઓ તમે કેવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યાં છો. ગુજરાતમાં છ કરોડની વસ્તી છે, પરંતુ રાહુલ બાબા કહે છેકે 27000 કરોડ જોબ ગુજરાતમાં ખાલી છે. તમે શું બોલી રહ્યાં છો.
રાહુલજી કહી રહ્યાં છેકે ગુજરાતમાં 2માંથી એક બાળક કુપોષણ પીડિત છે, તમે એ વીડિયોને યુટ્યુબ પર જોઇ શકો છો. તમે ટીવીમાં આવતા કપિલ શર્માના કાર્યક્રમનો જોતા હશે, તેને બંધ કરી દેવો જોઇએ અને કોંગ્રેસના નેતાના નિવેદને મનોરંજન અર્થે દર્શાવવા જોઇએ.