• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'BJP ના PM' મોદીનો લલકારઃ દેશ-સેનાની સૂરત બદલવા બદલો દિલ્હી સરકાર

|

રેવાડી, 15 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં ભાજપના આગામી લોકસભા ચૂંટણી 2014 માટે પીએમ પદના ઉમેદવાર જાહેરા કરવામાં આવ્યા બાદ તેઓની પહેલી જાહેરસભા હરિયાણાના રેવારીમાં યોજાઇ રહી છે. રેવારીમાં આયોજીત પૂર્વ સૈનિક રેલીમાં નરેન્દ્ર મોદી દ્વારા સંબોધન કરવામાં આવી રહ્યું છે. જે અહીં વીડિયોમાં લાઇવ દર્શાવવામાં આવી રહ્યું છે.

સભાને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત માતા કી જયનો નારો લગાવતા કહ્યું કે, સીમા પર જે જવાનો આપણી સુરક્ષામાં તેનાત છે, તેમના સુધી આ અવાજ પહોંચવી જોઇએ. મારા જીવનમાં આટલી મોટી માત્રામાં સેનાના પૂર્વ અધિકારી અને પૂર્વ સૈનિક તેમની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો. આ મારા જીવનનું બહુમુલ્ય અવસર માનું છું.

જે ધરતીએ દરેક યુદ્ધમાં શહાદતની શતક કરી છે. રીઝાનલાની લડાઇ હોય કે કારગીલની લડાઇ હોય, .. દરેક યુદ્ધમાં શહાદતની શતક. આ વીરોની ભૂમી છે, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રામ તુલારામ ગૌરવપુર્વ નામ, આ ભૂમિમાંથી આવ્યું છે. આ ભૂમિમાં આવ્યો અને જવાનો વચ્ચે આવ્યો છું ત્યારે ભારત માતાના નાના જવાન અને સંતાનના નાતે આ વીરોને હું નમન કરું છું.

દેશ માટે શહીદ થવું, દરેક પળે દેશ માટે મરવું, શહીદ થવું કામના કરવી એ જીવન, ઋષિ મુનીઓથી જરા પણ ઓછું નથી હોતું. તેથી હું તેમને નમન અને તેમનું ગૌરવ કરું છું. હિન્દુસ્તાનના કોઇપણ ખૂણે પૂર્વ સૈનિક હશે, તેનાત જવાન હશે, તેમને અને તેમના પરિવાર પ્રત્યે પણ આદરપુર્વક નમન અને ગૌરવ કરું છું.

આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું. ત્યારે સવારે એક સારા સમાચાર સાંભળવા મળ્યા. જેમ યુરોપના દેશોમાં જ્યારે સમાચાર આવે છે, આગામી અઠવાડિયે સૂરજ નીકળવાનો છે, ત્યારે આનંદનોમાહોલ સર્જાયછે. આપણા દેશમાં પણ સારા સમાચાર સાંભળવા મળતાં નથી. એક દશકો થવા આવ્યો, નીરાશા, બુરાઇ,, પરાજય એવા જ સમાચાર સાંભળીને આપણા કાન પાકી ગયા છે, આપણે નિરાશ થઇ ગયા છીએ, તેવા સમયે કોઇ સારા સમાચાર સાંભળવા મળે એ ઘણી મોટી વાત છે.

હું ભારતના વૈજ્ઞાનકોનું અભિનંદન કરું છું કે જેમણે આજે સફળતાંપુર્વક અગ્ની પાંચનું પરિક્ષણ કર્યું છે, તેથી હું દેશના તમામ વૈજ્ઞાનિકોનું હૃદયપુર્વક અભિનંદન કરું છું. બે દિવસ પહેલા ભાજપે મને એક વિશેષ જવાબદારી આપી. વ્યક્તિના જીવનમાં આવી ઘટનાઓ ઘણી જ રોચક હોય છે. પરંતુ, આ જે પણ સાર્વજનિક રીતે સ્વિકારવામાં માંગું છું કે મારે જેટલું થ્રીલિંગ આ ક્રાયર્કમમાં થયું હતું તેટલું થ્રીલિંગ જ્યારે મને એ મોટી જવાબદારી સોંપવા અંગેની જાહેરાત કરવામાં આવી તે સમયે પણ નહોતું થયું.

સેના પ્રત્યેના ભાવ મારામાં બાળપણથી ભાવ પડ્યા છે. આજે મને મારી વાત પણ કહેવાનું મન થાય છે. હું ચોથી કક્ષાનો વિદ્યાર્થી હતો, ગરીબ પરિવાર હતો, બે રૂપિયા એક સાથે નહોતા જોયા, લાઇબ્રેરીમાં સમાચારની અંદર એક જાહેરાત વાંચી હતી. તેમાં લખ્યું હતું, ગુજરાતના જામનગરની બાલાછડીમાં સૈનિક શાળામાં જે કોઇ જવા માગે છે તો અહીં પત્રવ્યવહાર કરે. બે રૂપિયા જમા કર્યા અને જમા કરીને જીવનમાં પહેલીવાર પોસ્ટઓફિસ જોઇ. માસ્ટરની મદદ કરી અને મે મનીઓડર્ડર કર્યો. પ્રોસ્પેક્ટસ મંગાવ્યો.

એ સમયે લાગ્યું હતું કે દેશની સેવા કરવી એટલે સેનામાં જવું. બીજા શિક્ષકની મદદથી ભરી. પરિક્ષા માટે જવું હતું. પિતા પાસે પૈસા માંગ્યા, પણ તેમની પાસે નહોતા. મારું એ સ્વપ્ન તૂટી ગયું. હું ના જઇ શક્યો. મનમાં એક કસક રહી ગઇ કે હું ના જઇ શક્યો. આ જામનગરની આ સ્કૂલમાં પણ તમારા હુડાજી ભણ્યા છે, તેમાનામાં પણ ગુજરાતનું નમક છે.

1962ની લડાઇ થઇ. દેશને હચમચાવી નાખનારી હતી. ત્યારે હું 6 કે સાતમામા ધોરણમાં ભણતો હતો. મારા ગામથી મહેસાણા સ્ટેશન થોડુક દૂર હતું. યુદ્ધભૂમિમાં જનારા સૈનિકો અહીંથી જવાના હતા એવા સમાચાર વાંચવા મળ્યા. કેટલીક સંસ્થાઓ ત્યાં પહોંચી હતી. સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે તેઓ ત્યાં પહોંચી હતી. હું પણ ઘરે કહ્યાં વગર ત્યાં પહોંચી ગયો. એ યુદ્ધના દિવસોમાં સેનાના જવાનોને ચા આપવી. તેમને નાસ્તો આપવો, પગે પડવું. મારામાં નાનપણથી જ લગાવ રહ્યો હતો. મને સેનામાં જવાનો લાભ ના મળ્યો.

95માં હિમાચલ સહિતના ભાગોમાં કામ કરવાની તક મળી. કેન્ટોનમેન્ટમાં જવાની તક મળી. સેનાના અધિકારીઓ સાથે વાત કરવાની તક મળી. એક રીતે સૈનિક પરિવાર મારો મોટો પરિવાર બનતો ગયો અને તેથી આજે જ્યારે આજે તમારી વચ્ચે આવ્યો છું. ત્યારે ગૌરવ અનુભવું છું. મારા મનમાં સેના પ્રત્યે જે ભાવ પડ્યાં છે, અને મને જ્યારે તક મળે છે ત્યારે તે ઉજાગર થાય એ સ્વાભાવિક છે.

આ રેલી તો પહેલાંથી જ નક્કી હતી, મારું અહીં આવવાનું પહેલાથી જ નક્કી હતું, પરંતુ મને નહોતી ખબર કે 13મી તારીખે આટલી મોટી ઘોષણા કરવામાં આવશે. મારા દિલને અડનારું કાર્યક્રમ અહીં થશે. આ પણ એક ઇશ્વરીય સંકેત છે. મેં હરિયાણામાં કામ કર્યું છે. હું અહીંના દરેક ખૂણાથી પરીચિત છું. આ ભૂમિ પર દયાનંદ સરસ્વતિનો પ્રભાવ જોતો હતો. જેમના ઘરે આજે પણ સ્વામી દયાનંદનો પ્રભાવ ના હોય તે અહીં જોવા મળતું નથી અને તેથી હરિયાણાના એ સમયે મને સન્માન અને ગૌરવ થતું હતું. હું સ્વામી દયાનંદની ધરતી પરથી આવ્યો હતો. અહીં આર્ય સમાજનો એટલો પ્રભાવ રહ્યો છે, સંસ્કાર સરિતા અહીં વહી રહી છે. જ્યારે ઇમરજન્સી આવી, મોરારજી દેસાઇને એ સમયે અહીંની જેલમાં રાખવામાં આવ્યા હતા, તેથી ત્યારે પણ ગુજરાતનો એખ નાતો જોડાઇ ગયો હતો.

મને એક રેલી અહીં અટલજી સાથે કરવાની તક મળી હતી. પરંતુ ત્યારના દ્રશ્ય કરતા આજનું દ્રશ્ય ઘણું અલગ છે. એકપણ કેમેરામાં એટલી તાકાત નથી કે આ દ્રશ્યને પોતાનામાં કેદ કરી શકે. આ દ્રશ્યને નિહાળવાની ચેતના એકપણ આંખોમાં નહીં હોય જેટેલ દૂર સુધી હું અહીંથી જોઇ શકું છું. આ હરિયાણાની ધરતી પરથી ઉભી થયેલી પરિવર્તનની પૂકાર અને આંધી છે. દિલ્હી સલ્તનતને અહીંથી લલકારવામાં આવી છે. શ્રીકૃષ્ણ ભગવાન દ્રારકા આવીને વસ્યા હતા અને હરિયાણાની ધરતીનો નાતો એ યુદ્ધ અને યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણએ આપેલો ગીતાના સંદેશ સાથે છે. જે વિશ્વભર માટે પ્રેરણાના સંદેશા સમાન છે. વિશ્વમાં આવું ક્યારેય પણ બન્યુ નહીં હોય કે, જ્યાં તલવારો લોહી કાઢવા માટે સજજ હોય, સેના લડવા સજજ હોય, ત્યારે યુદ્ધની ભૂમિમાં આવો જ્ઞાનનો સાગર છલકાયો હોય. જે વિશ્વભરના મનોવૈજ્ઞાનિકો માટે એક સંશોધનનો વિષય છે. યુદ્ધની રણનીતિ પર કેટલો વિશ્વાસ હશે, કે આ રીતે ગીતાનો સંદેશ વહેતો થયો હશે. જ્યારે સેના વચ્ચે, યુદ્ધભૂમિમાં ઉભા છો, ત્યારે નેતૃત્વ બીછાવી દેનારું સાહસ હોય, રણનીતિક કૌશલ્ય હોવું જોઇએ, મંચ પણ ઉભા રહીને લડવાનો જૂસ્સો હોય ત્યારે યુદ્ધ જીતી શકાય છે.

આપણી સામે દેશની સેનાનું એક જ રૂપ આપણીસામે આવે છે, યુનિફોર્મમાં સજજ હોય છે, તે સીમા પર તેનાત હોય છે, દુનિયાના દાંત ખાટાં કરવાની તાકાત રાખે છે, આપણે તેમને એ રીતે જોયા છે, આપણે તેમની દુશ્મનો સામેની કઠોરતા જોઇ છે તો સામે તેમની ભાવનાત્મક છબી પણ જોવા મળી છે. ગુજરાતમાં 2001માં આવેલો ભૂકંપ હોય કે પછી ઉત્તરાખંડમાં આવેલી આપદા હોય. 2001માં જ્યારે ભૂકંપમાં સેનાના જવાનોએ જે કામ કર્યું છે, તેને હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. ગુજરાત મોતની ચાદર ઓઢીને સુતુ હતું ત્યારે સેના એક દેવદૂત તરીકે આવી. જીવન અને મૃત્યુ વચ્ચે જ્યારે કોઇ ફાંસલો બચ્યો નહોતો ત્યારે સેનાના જવાનોએ એક આશા જગાવી અને મારા ગુજરાતને મદદ કરી.

ઉત્તરાખંડમાં પણ આટલી મોટી ભયંકર આપત્તિ આવી, યાત્રીઓ ફસાયેલી હતા, ત્યારે જીવની બાજી લગાવીને સેનાના જવાનો, આપણા હેલિકોપ્ટર યાત્રામાં પીડીત લોકોને સુરક્ષિત પહોંચાડવા માટે દિવસરાત મહેનત કરી. યુદ્ધના મેદાનમાં લડતાં જવાનોએ ઉત્તરાખંડમાં સેવા કરતા કરતા પોતાનું જીવન આપી દીધું હતું. યાત્રીઓની સેવા કરતા જીવ આપનારા જવાનોની શહાદતનું હું ગૌરવ કરું છું, પરંતુ એક તરફ જ્યારે દેશના જવાનો આ ભાવનાત્મક કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બીજી તરફ પાકિસ્તાનના સૈનિકોએ આપણા દેશની સેવા કરી રહેલા જવાનોને મોતને ઘાટ ઉતારીને જતા રહ્યાં. ત્યારે ભારતના રક્ષામંત્રી સંસદમાં ઉભા થઇને એમ કહે છે કે, પાકિસ્તાનની સેનાના કપડાં પહેરીને કોઇ આવ્યા હતા. ત્યારે કેટલી પીડાં થતી હશે. જવાનોને કેટલી પીડાં થતી હશે, સવાસો કરોડ ભારતીયોને કેટલી પીડાં થતી હશે, પરંતુ દિલ્હીની સરકારે તને કોઇ ચિંતા નથી.

નિર્લજજતાની સમી ત્યારે આવે છે, જ્યારે જનતાએ ચૂંટેલા મંત્રીઓ પરિસરમાં આ પ્રકારે વાત કરે છે. ભલે તમે આંખમાં આસું ના લાવી શકો, દિલમાં પથ્થર વસાવીને બેઠાં હોવ પરંતુ મારા દેશ માટે જીવનારાઓનું અપમાન ના કરો. ગુજરાતની સરહદે આપણે જવાનો તેનાત છે, ત્યારે તેમને પીવાના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, ત્યારે મે તેમની પીડાં જોઇ અને ગુજરાતના પૂર્વ છેડામાંથી પાણી ઉઠાંવ્યું અને 700 કિમી લાંબી પાઇપ નાંખીને નર્મદાનું પાણી તેમના સુધી પહોંચાડ્યું. અને એ એટલા માટે કરી શકાય છે કે સીમા પર દેશ કાજે તેનાત જવાન પ્રત્યે સન્માનનો ભાવ હોય, તો જ આપણે તે કરી શકીએ છીએ.

65ની લડાઇ થઇ ત્યારે તેમાં શહીદ થનારાના સ્મારકો નહોતાં, જે અમારા ધ્યાનમાં આવ્યું, અમે પાકિસ્તાનની સીમા પાસે વીર સ્મારક બનાવ્યા અને ટૂરિસ્ટ મેપ પણ લગાવ્યા છે, જ્યારે પણ ત્યાની યાત્રા કરવાની તક મળે ત્યારે એ શહીદ સ્મારકની અવશ્ય મુલાકાત લેજો અને વંદન કરજો.

આજે દેશમાં નીતિઓની હાલત શું થઇ ગઇ છે. અવાર નવાર આપણે સંકટોથી ઘેરાયેલા રહીએ છીએ. પાકિસ્તાન પોતાની હરકતો છોડી રહ્યું નથી. ચીન અવારનવાર આંખો બતાવે છે. આપણી ધરતી પર ધૂસી જાય છે. બ્રહ્મપુત્રાનું પાણી રોકવાની અને અરુણાચલ પ્રદેશ હડપવાની યોજના બનાવે છે. શું એ સેનાની કમજોરી છે, ના, સમસ્યા સીમા પર નથી, સમસ્યા દિલ્હીમાં છે. આ તમામ બાબતોનું સમાધાન દિલ્હીમાં શોધવું પડશે. આ સમસ્યાનું સમાધાન પણ જ્યાં સુધી દિલ્હીમાં સક્ષમ સરકાર ના બને, દેશભક્તિથી ભરેલી સરકાર ના બને, ત્યાં સુધી હિન્દુસ્તાનનું સેન્ય ગમે તેટલું સમાર્થ્યવાન ના હોય પરંતુ આપણી સુરક્ષાની ગેરન્ટી નહીં લઇ શકે.

આંતકવાદ અને માઓવાદ તથા હિંસા અંગે વાત કરતા મોદીએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં જેટલા જવાનો યુદ્ધમાં ગુમાવ્યા છે, તેના કરતાં વધારે જવાનો આતંકવાદીઓની ગોળીઓથી, માઓવાદીઓની ગોળીઓથી અને વિઘટનકારી શક્તિઓથી ગુમાવ્યા છે. ત્રીજું વિશ્વ ના સર્જાય એ માટેનું કામ યુનો દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને તેમને લાગે છે કે કદાચ ત્રીજું વિશ્વ યુદ્ધ નહીં થાય, પરંતુ સાર્વજનિક રીતે કહેવા માગુ છું કે, યુનોએ ગર્વના કરવું જોઇએ, આજે યુદ્ધે પોતાના રૂપ અને રંગ બદલી નાંખ્યા છે અને તેના કારણે પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં જેટલા દેશો અને જનસંખ્યા ચિંતિત હતી તેના કરતા વધારે પ્રોક્સીવોરથી પરેશાન છે અને આ યુદ્ધનું નામ છે, આતંકવાદ, માઓવાદ.

આજે સમયની માંગ છે કે, આખા વિશ્વમાં આતંકવાદ વિરુદ્ધ, માઓવાદ વિરુદ્ધ અને હિંસા વિરુદ્ધ એક જનમત તૈયાર છે, જો ભારત પાસે સામર્થ્યવાન નેતૃત્વ થાય તો વિશ્વમાં આતંકવાદ, માઓવાદ, હિંસા વિરુદ્ધ જનમત એકઠું કરવામાં મુશ્કેલી નથી. અહી અટલ-અડવાણીની સરકારની વાત કરવા માગું છું. અટલજીની વિદેશ નીતિની એક વિશેષતા રહી, જ્યારે દેશ કાશ્મિરના મુદ્દે લડી રહ્યું હતું, ત્યારે તેમની જ કૂટનીતિના કારણે આખું વિશ્વ આતંકવાદ પર ચર્ચા કરવા મજબૂર બન્યુ.

આખું વિશ્વ બે ભાગમાં વહેચાયું છે. એક માનવતાવાદ અને બીજું આતંકવાદ. પાકિસ્તાન આતંકવાદમાં વિશ્વાસ કરી રહ્યું છે અને તેથી વિશ્વએ તેને સાંભળવાનું બંધ કર્યું. ત્યારે નવ વર્ષમાં આતંકવાદ સામે જે ગુસ્સો પેદા થવો જોઇએ તે થયો નથી અને તેના કારણે કેટલાક દેશો માનવતાવાદ સામે ખિલવાડ કરી રહ્યાં છે, તેઓ પોતાના દેશના રાજકારણમાં સિલેક્ટિવ આતંકવાદની ચર્ચા કરે છે, પરંતુ આતંકવાદ સાથે સિલેક્ટિવ વ્યવહાર ના થઇ શકે. આતંકવાદ માનવતાનો દુશ્મન છે, હિંસા માનવતાની કબર ખોદે છે. તેથી માનવતાવાદી તમામ શક્તિઓએ એક્ત્ર થવું વિશ્વશાંતિ માટે જરૂરી છે. ગરીબ દેશો માટે તે જરૂરી છે. પાકિસ્તાનમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર આવી. સરકાર આવ્યા બાદ એક આશા હતી કે ભારત વિરોધી રાજકારણ છોડીને તેઓ એક મિત્ર દેશ તરીકેની પોતાની જાતને ઉભારશે.

પરંતુ સીમા પર જે રીતે આપમા જવાનોને મારી દેવાયા, તેનાતી લાગે છે કે પાકિસ્તાનના ઇરાદા નેક નથી. પાકિસ્તાનના હુમકરાવોને હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે, બાંગ્લાદેશ હોય, હિન્દુસ્તાન હોય કે પાકિસ્તાન, આપણે જો લડાઇ લડવી છે, તો ગરીબી વિરુદ્ધ લડવી જોઇએ, અશિક્ષા વિરુદ્ધ, અંધશ્રદ્ધા વિરુદ્ધ લડવી જોઇએ. બંદૂક-પિસ્તોલ આતંકવાદને આપીને તમે તમારા 60 વર્ષના આઝાદીકાળમાં કંઇ ભલુ કર્યું નથી. પાકિસ્તાનના હુમકરાવો સમજો, તમે પાકિસ્તાનમાં આતંકવાદને નહીં આવવા દો, પનાહ ના આપો, આવું 10 વર્ષ માટે કરો, જે પ્રગતિ છેલ્લા 60 વર્ષમાં નથી થઇ તે 10 વર્ષમાં જોવા મળશે.

તેથી હું સ્પષ્ટ શબ્દોમાં કહેવામા માગુ છું કે, ભલે તમારો જન્મ ભારત વિરોધી રાજકારણમાંથી થયો હોય પરંતુ તમારું જીવન ભારત વિરોધી ના હોવું જોઇએ. તમારી ભલાઇ માટે એક વાર વિચારો અને હિન્દુસ્તાન સામે લડવા કરતા ગરીબી વિરુદ્ધની લડાઇ લડો અને આ ધરતી, મહાત્મા ગાંધીની ભૂમિમાંથી શાંતિનો સંદેશો મેળવી એ દિશામાં ચાલો.

સેક્યુરાઝીમના વસ્ત્રો પહેરીને ફરી રહેલાએ રાજનેતાઓને કહેવા માગું છું કે, જો સાચું સેક્યુલારીઝમ જોવું છે, તો એકવાર આપણી સેનામાં જુઓ. આપણે આપણી ભારત સેના પાસેથી શીખી શકીએ છીએ. ત્યાં જે પ્રકારે તમામ પંથો માટે આદરનો ભાવ છે, તમામ માત્ર ભારત માતાની સેવા માટે લડી રહ્યાં છે તેનાથી વિશેષ ઉદાહરણ અન્ય કોઇ ના હોઇ શકે, ભારતના જવાનોને સેલ્યુટ કરું છું કે જેમણે દેશને ગૌરવ આપ્યું છે. 1857ના સંગ્રામને જુઓ, રામ તુલારામ યોદ્ધા હતા, તે પણ સેક્યુલારીઝમની મિસાલ કાયમ છે. તે આપણી સેના નિભાવી રહી છે. પહેલીવાર સત્તાફૂકમાં ડુબેલા, વોટબેન્કના રાજકારણમાં, તોડવાની રાજકારણ કરનારાઓએ ભારતના સેના પર આ દાગ લગાવી દીધું. સેનાની અંદર કોણ હિન્દુ કોણ મુસ્લિમ છે તેની ગણતરી કરવાનું શરું કર્યું. જે લોકોએ આ ખોટું કામ કર્યું છે, તેમને તમે માફ ના કરતા. તેમણે વન રેંક વન પેન્શન અંગે જણાવતા કહ્યું કે, અમે વર્ષોથી એ અંગે સાંભળતા આવ્યા છીએ, તેથી સરકાર દ્વારા વન રેંક વન પેન્શન માટે સ્વેતપત્ર જાહેર કરવામાં આવે.

દેશ સામાર્થ્યવાન હોય તો ચીન આપણી સામે આંખ ના કરી શકે, પાકિસ્તાન આપણને પરેશાન ના કરી શકે અને તેના માટે સશક્ત સરકાર, નેતૃત્વ, સેના અને દેશ હોય તેવું સ્વપ્ન આપણે સાકાર કરવું પડશે અને તેને બળ આપવું પડશે. આજે જે રીતે દેશમાં સેનાની ઉપેક્ષા થઇ રહી છે, તેના કારણે, સેનાનું ગૌરવ નીચું કરવાના કારણે, સન્માનને અનદેખુ કરવાના કારણે, આજના યુવાનોને સેનામાં જવાનું મન થઇ રહ્યું નથી. જે દેશ માટે એક મોટો પડકાર છે. સેનામાં ઉપરના દરજ્જાની પોસ્ટ ખાલી છે. દેશની અંદર શિક્ષિત નો જવાનો સેનામાં હોય તે આજે જરૂરી છે, હવે યુદ્ધ સરહદ પર કરતા સાઇબર વોર થશે. તેથી સેનાને આધુનિક બનાવવી પડશે અને તેથી સેનામાં શિક્ષિત યુવાનોને જોડવા પડશે અને તે માટે તે દિશામાં દિલ્હીમાં બેસેલી સરકારે એક માહોલ ઉભો કરવો પડશે.

English summary
Gujarat Chief minister Narendra Modi to Address Ex servicemen rally in Rewari, Haryana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more