એ દલિત યુવાન મારી સામે લડવાનો હતો હવે હું તેના માટે લડીશઃ મોદી

Google Oneindia Gujarati News

સાસારામ, 27 માર્ચઃભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી બિહારના સાસારામ ખાતે પોતાની ચૂંટણી સભાને સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને બિહારનો વિકાસ કરવો હોય તો વધુ માત્રામાં કમળને દિલ્હી મોકલવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે મારી સામે એક દલિત માતાનો દિકરો ચૂંટણી લડવાનો હતો પરંતુ તેની સાથે અન્યાય થયો છે અને એટલા માટે હવે હું એ દલિત દિકરા માટે લડીશ.

આ તકે મોદીએ કહ્યું કે, હું હેલિકોપ્ટરથી જોઇ રહ્યો હતો, તમે તમારા વિસ્તારથી આટલા મોટા દિગ્ગજ નેતાને ચૂંટીને મોકલ્યા છે. ક્યારેક તેમને મંત્રી બનવાનું, સંસદમાં અધ્યક્ષપદમાં બિરાજવાનું સૌભાગ્ય મળ્યું છે. મને એમ હતું કે આ વિસ્તારમાં હરિયાળી અને વિકાસ જોવા મળશે, પરંતુ હેલિકોપ્ટરથી મે જોયું તો અહીં કંઇ જ નહોતું. મીરા કુમાર જેવી દિગ્ગજ અહીંથી બેઠાં છે અને અહીંના આવા હાલ, મને કલ્પના નથી થતી. એવું લાગે છે કે તમારા વિસ્તારમાં મોટા મોટા નેતાઓનો બોજ આવી ગયો છે.

ક્યારેક આપણા નાક પર મોટું કપડું આવી જાય તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ત્યારે જ્યાં સુધી આ દિગ્ગજ નેતાઓને નહીં હટાવીએ ત્યાં સુધી વિકાસ નહીં થાય. સારી વ્યક્તિ એ હોય છે જે પોતાના માતા પિતાના સ્વપ્ન પૂર્ણ કરે. બાબુ જગજીવન રામે કોંગ્રેસને લાત મારી હતી અને જય પ્રકાશ નારાયણ સાથે જોડાયા હતા અને તેમના પુત્રી કોંગ્રેસમાં જોડાયા. રાજકીય સ્વાર્થ હોઇ શકે પરંતુ ઓછામાં ઓછું બાબુ જગજીવન રામે જે સ્વપ્ન જોયું હતું તે તો પૂર્ણ કરવું જોઇતું હતું. સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાજનાથ સિંહ, અડવાણીજી અને સુષમાજીએ જવાબ આપવો પડે એટલા મોટા પદે મીરા કુમાર બેસેલા છે, છતાં અહીં હાલત કેવી છે.

તો ખેડૂત ખુશ હોત

તો ખેડૂત ખુશ હોત

ઉપેન્દ્રજી અહીં આવ્યા અને કહ્યું કે, જો આ સાસારામનું ભાગ્ય બદલવું છે તો કેન્દ્રમાં આવનારી સરકાર સાથે ગઠબંધન કરી લઇએ તો અહીંની સકલ બદલાઇ જશે. અટલજીનું એક સ્વપ્ન હતું, તેઓ ઇચ્છતા હતા કે નદીઓને જોડવામાં આવે. જો નદીઓને જોડવાનું કામ અટલજીએ ઇચ્છ્યું હતું, તે પૂર્ણ કરીએ અથવા પ્રારંભ કરતા તો આજે બિહારના જે વિસ્તારોમાં પૂર ન આવતા અને જ્યાં દૂકાળ પડે છે ત્યાં દૂકાળ ન પડત. પૂરગ્રસ્ત ખેડૂત અને દૂકાળગ્રસ્ત ખેડૂત પણ ખુશ હોત.

પછી શા માટે ખેડૂત નારાજ ના થાય

પછી શા માટે ખેડૂત નારાજ ના થાય

તમારે ત્યાંછી ધન લેવામાં આવે છે અને પૈસા આપવામાં આવે છે, ના, તો શા માટે તેઓ આમ નથી કરતા, તેઓ ઘોષણાઓ કરે છે, પરંતુ કરતા કંઇ નથી. ધન રાખવાની વ્યવસ્થા નથી કરતા કારણ કે તે રાખવાની જગ્યા નથી. અને લઇ જાય છે તો તે સડી જાય છે. ખેડૂત એટલા માટે પરસેવો પાડે છે, કારણ કે ગરીબનું પણ પેટ ભરાય, પરંતુ ખેડૂતે મહેનત કરી હોય, ધન ઉગાડ્યું હોય, પરંતુ એ ધન રેલવે પ્લેટફોર્મમાં સડતું હોય ત્યારે ખેડૂતોને દુઃખ થાય. ભારતની સુપ્રીમ કોર્ટ જ્યારે કહે કે આ અનાજ ગરીબોને વહેંચી દો, તેમને માત્ર ચૂંટણી સમયે ગરીબ યાદ આવે છે તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા પરંતુ ના કર્યું અને એ સડેલું અનાજ દારૂ બનાવનારાઓને વેંચી દીધું.

અંધકારને દૂર કરવું હોય તો દિલ્હીની સરકાર હટાવો

અંધકારને દૂર કરવું હોય તો દિલ્હીની સરકાર હટાવો

વિજળી અંગે મોદીએ કહ્યું કે, અહીં વિજળી આવે છે ખરા, નથી આવતી. જ્યારે બિહાર અને ઝારખંડ એક હતું ત્યારે કોલસાની ખાણ હતી, સરકારો અને નેતા એવા મળ્યા કે કોલસા તો ખાઇ ગયા પણ તેમાંથી વિજળી ના મળી. 21મી સદીનું મારું બિહાર અંધારામાં હોય તે કોઇને મજૂંર નથી. જો અંધકારને દૂર કરવું હોય તો દિલ્હીની સરકાર અને તેમના દૂત હટાવવા પડશે.

બિહારને વિજળી આપી નથી શકતા

બિહારને વિજળી આપી નથી શકતા

21મી સદીના વાત કરનારા, વિકાસના ગીતો ગાનારા લોકો આજે પણ બિહારને વિજળી આપી શકતા નથી. આ વિસ્તારમાં સૌથી વધુ પ્રાથમિકતા તેના વિકાસની હોવી જોઇએ. રાજ્ય અને કેન્દ્ર વચ્ચે અહીંના ખેડૂતો ફસાયા છે. તેનું નિરાકરણ ત્રણ ભાગમાં વહેંચાઇ ગયું છે.

કોંગ્રેસે વચન તોડ્યું તમે નાતો તોડો

કોંગ્રેસે વચન તોડ્યું તમે નાતો તોડો

ગઇ કાલે કોંગ્રેસ પાર્ટીએ ઘોષણાપત્ર જારી કર્યું. ચૂંટણીમાં ખોટા વચનો કરવા જોઇએ ખરા, વચનો કર્યા પછી એ નિભાવું નહીં તો મને માફ કરવો જોઇએ ખરા. આ કોંગ્રેસ ભારતના નાગરીકોની આંખોમાં ધૂળ ઝોંખી રહી છે. એથી પણ વધુ તેઓ સંસદમાં મરચા ફેંકી રહ્યાં છે. ગઇ ચૂંટણીમાં તેમણે કહ્યું હતું કે અમે 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું, 2009માં વચન આપ્યું હતું પરંતુ મોંઘવારી દૂર થઇ નથી. કોંગ્રેસે વચન તોડ્યું છે તેની સાથે નાતો તોડવાનો છે.

કોંગ્રેસને ખોટું બોલવામાં શરમ નથી આવતી

કોંગ્રેસને ખોટું બોલવામાં શરમ નથી આવતી

કોંગ્રેસને ખોટું બોલવામાં શરમ નથી આવતી. આ ઘોષણાપત્રમાં પણ કહીં દીધું કે મોંઘવારી દૂર કરીશું. પહેલા એ કહો કે પાંચ વર્ષમાં શું કર્યું. ગરીબ મા આસું પીને ઉંઘે છે, અને મેડમ સોનિયાજી તમે પણ એક માતા છો. ગરીબનું બાળક ભુખું સુવે છે, તે માટે બે શબ્દ તો ભાવુકતાના બોલો. આ ચૂંટણીમાં કોંગ્રેસની જવાબદારી છે કે 10 વર્ષમાં તેમણે શું કામ કર્યું, કેવી રીતે કર્યું, કોણે કર્યું, કોના માટે કર્યું તેનો જવાબ હિન્દુસ્તાનની જનતાને આપે.

શેહજાદાના બ્રેન ચાઇલ્ડનું બાળ મરણ થઇ ગયું

શેહજાદાના બ્રેન ચાઇલ્ડનું બાળ મરણ થઇ ગયું

અમે 2012માં ગુજરાતમાં ચૂંટણી લડ્યાં, જનતાને હિસાબ આપ્યો અને જનતા પર છોડ્યું. જનતાએ અમને ફરી સત્તા પર બેસાડ્યા. પરંતુ કોંગ્રેસે જવાબ હિસાબ નથી. તેને લોકતાંત્રિકમાં વિશ્વાસ નથી. કોંગ્રેસ પાર્ટી અલોકતાંત્રિક છે. હું અહીં આવ્યો છું ત્યારે એક વાત કહેવા માગુ છું, શેહજાદાએ કહ્યું હતું કે જૂની ઘસેયાલી વ્યવસ્થા નહીં ચાલે. પ્રયોગ રીતે 15 લોકસભા બેઠકમાં ચૂંટણી પ્રક્રિયામાં સંગઠનના મતદાતા નક્કી કરશે કે તેમનો સંસદનો ઉમેદવાર કોણ હશે. શહેજાદાના બ્રેન ચાઇલ્ડનું બાળ મરણ થઇ ગયું.

હું વડોદરાના દલિત ઉમેદવાર માટે લડીશ

હું વડોદરાના દલિત ઉમેદવાર માટે લડીશ

વડોદરામાં એક ઉમેદવાર નક્કી કરવામાં આવ્યો, તેની ટિકિટ નક્કી થઇ ગઇ અને પરમદિવસે એ ટિકિટને છીનવી લીધી. મોદી ત્યાં લડવાના હતા એટલે નહોતી છીનવી. એટલા માટે છીનવી લીધી કે જે જીતીને આવ્યો હતો તે દલિત માતાનો દિકરો હતો. શું તેને અધિકાર નથી. કોંગ્રેસનો દલિતો પ્રત્યે કેવું વલણ છે તેનું આ જીવતું ઉદાહરણ છે. પ્રશ્ન એ નથી કે કોણ ઉમેદવાર બને પણ પ્રશ્ન એ છે કે દલિતને કેમ હટાવ્યો. એ મારી વિરુદ્ધ લડવાનો હતો હું તેના અધિકાર માટે લડીશ.

ભારત વિજય રેલી સમસ્યાઓ સામે વિજય માટેની રેલી

ભારત વિજય રેલી સમસ્યાઓ સામે વિજય માટેની રેલી

જો આપણે રોજગારી, મહિલાની સુરક્ષા જોઇએ છે તો એક જ જડીબુટ્ટી છે, તેનું નામ છે વિકાસ. આ ભારત વિજય રેલીનો અર્થ ભ્રષ્ટાચાર, મોંઘવારી જેવી સમસ્યાઓ સામે વિજય માટેની રેલી છે. તમે મને બિહારના બધા કમળ આપી દો, હું એ કમળ પર બિરાજમાન લક્ષ્મી આપીશ. આ રેલી જણાવે છે કે આંધી ચાલી છે હવે દેશનું ખરાબ કરનારાઓ બચવાના નથી. આ તો પાનખર છે, પરંતુ 16 મે પછી વિકાસનું વસંત થવાનું છે.

English summary
Narendra Modi to address a Public Meeting in Sasaram, Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X