ઝાંસીમાં મોદીનો હુંકાર, '60 મહિના આપો દેશની તસવીર-તકદીર બદલી નાંખીશુ'
ઝાંસી, 25 ઓક્ટોબરઃ ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરમાં સ્થિત મહારાણી લક્ષ્મીબાઇના કિલ્લા જેવા જ તૈયાર કરાયેલા મંચ પરથી આજે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કર્યા હતા. આ તકે નરેન્દ્ર મોદીએ હાલના ગંભીર મુદ્દા, જેમકે ભ્રષ્ટાચાર, મોંઘવારી અને મહિલા સુરક્ષા અંગે સત્તા પર બેસેલી સરકારને વાત કરવા જણાવ્યું હતું, સાથે જ કોંગ્રેસના સહેજાદા રાહુલ ગાંધી દ્વારા આઇએસઆઇ અને મુસ્લિમ યુવાનોને લઇને જે નિવેદન કરવામાં આવ્યું હતું તેને લઇને તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ મોદીએ દેશને કોંગ્રેસ, સપા અને બસપા મુક્ત બનાવવા માટે ઉપસ્થિત જનમેદની પાસે સંકલ્પ લેવડાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો તેઓ ભારતીય જનતા પાર્ટીને તક આપશે તો ભાજપ 60 મહિનામાં દેશની તકદીર અને તસવીર બદલી નાંખશે.
આ તકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આ મારું સૌભાગ્ય છે કે આજે મને આ વીર ભૂમિના આશિર્વાદ પ્રાપ્ત કરવાની તક મળી. જ્યારે પણ 1857ના સ્વાંતત્ર્ય સંગ્રામની વાત આવે છે ત્યારે ઝાંસીનો પરચમ આખા હિન્દુસ્તાન નવી ઉંચાઇ પર પહોંચાડે છે. આ વીર ભૂમિ અને પ્રજ્ઞાવાન લોકોની ભૂમિ છે. જે માટે આપણી વર્તમાન પેઢી ગૌરવ કરે છે તે ધ્યાનચંદ પણ આ માટીની પેદાવર છે. એ ધરતીને હું નમન કરું છું. હું આજે તમારી પાસે રોવા માટે નથી આવ્યો, ના તો આસું વહેવવા આવ્યો છું, આસું વહાવનારાઓની કથા સંભળાવવા આવ્યો છું. આજે હું અહીં તમારા આસું પોછવાનો વિશ્વાસ અપાવવા આવ્યો છું. કઠણાઇઓમાં રહી રહેલા ગરીબોના આસું પોછવાનો સંકલ્પ લઇને આવ્યો છું.

આ લોકોને બુંદેલખંડની ચિંતા નથી
શું બુંદેલખંડનો વિકાસ નથી થઇ શકતો, આગળ નથી વધી શકતો. શુ અહીંની જનતામાં દમ નથી, ખેડુતોમાં દમ નથી. દમ નથી તો લખનઉ અને દિલ્હીમાં નથી. તેમને ચિંતા નથી. મે હેલિકોપ્ટરમાંથી જોયું આટલી બધી નદી અને આટલું બધુ પાણી છતાં આ ધરતી સુકી કેમ છે, અહીંનો ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર કેમ થાય છે. દિલ્હી સલ્તનતને સીધો પ્રશ્ન પૂછવા માગુ છું કે એવું તે કયું કારણ છે કે જ્યાં જ્યાં તેમના પગ પડ્યા છે, જ્યાં તેમને શાસન કરવાની તક મળી છે, તે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કોંગ્રેસ સમર્થન કરનારી અહીંની સરકાર આ જ રાજ્યોમાં સર્વાધિક મારા ખેડૂત ભાઇઓ આત્મહત્યા કેમ કરે છે. ભારતના બીજા રાજ્યોમાં ખેડૂતોને આત્મહત્યા કરવાની જરૂર પડી નથી. જ્યારે અહીં લોકોને ખેડૂતોની ચિંતા નથી હોતી. ચૂંટણી વખતે તેઓ રેવડી વેંચવામાં માહેર છે. આજે જ્યાં જાય છે ત્યાં પેકેજની વાત કરે છે.

પેકેજ નેતાઓના મો બંધ કરવા માટે આવે છે
તમારે ત્યાં પણ પકેજ આવ્યા હતા, પરંતુ એ પેકેજ તમારું ભલું કરવા માટે નહીં ઉત્તર પ્રદેશના નેતાઓનું મોઢું બંધ કરવા માટે ફેકવામાં આવ્યા હતા. દિલ્હી અને લખનઉએ તેને વેચી લીધા. અહીં મંડીનું નિર્માણ થવાનું હતું, અહીં કુવા ખોદવાની વાત કરવામાં આવી હતી. અહીં વૃક્ષારોપણ, નદીઓ પર ચેકડેમની વાતો કરવામાં આવી હતી, પરંતુ કઇ થયું નથી. આ પેકેજ તેમને પોકેટ માટે હોય છે. આ બુંદેલખંડને જ્યારે પેકેજ મળ્યા તેનો અડધો ભાગ યુપીના બુંદેલખંડને અને અડધો ભાગ એમપીના બુંદેલખંડને મળ્યો.

શિવરાજ સિંહના કર્યા વખાણ
મધ્યપ્રદેશમાં શિવારજ સિંહ પાસે જ્યારે બુંદેલખંડનું પેકેજ આવ્યું તેને તેમણે વાપર્યું અને 30 ટકા કરતા વધારે સિંચાઇ પહોંચાડવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું, પહેલા જે પાક થતો તેના કરતા ત્રણ ગણો વધું પાક થવા માંડ્યો હતો. પ્લાનિંગ કમિશનના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન હોય છે, તે કમિશને કહ્યું છે, આ પેકેજનો ઉત્તમ ઉપયોગ મધ્યપ્રદેશની સરકારે કરી છે, અહીં બધું લૂંટાઇ છે, આવે છે, તમારા નામ પર અને જાય છે તેમના ખિસ્સામાં.

પેકેજ નહીં પેકિંગ કરવાનો સમય આવી ગયો
પેકેજની વાત ઘણી થઇ હવે સપા, બસપા અને કોંગ્રેસને પેકિંગ કરવાનો સમય આવી ગયો છે. આ લોકો લૂંટ ચલાવવામાં એક્સપર્ટ છે. સમાજવાદી પાર્ટી અહીં જે કારનામા કરે છે, રામ મનોહર લોહિયા જ્યાં હશે, તેમને એટલી પીડા થતી હશે, તેની આપણે કલપ્ના નહીં કરી શકીએ. આ બધાનું લૂંટે છે. સમાજવાદીનો સ, બહુજનનો બ અને કોંગ્રેસનો ક. આ ત્રણેય ટિકડી ઉત્તરપ્રદેશને બુંદેલખંડને તબાહ કરીને રાખી દીધા છે. મને વિશ્વાસ છે કે, ઉત્તરપ્રદેશ પોતાના સમાર્થ્ય સાથે આખા ભારતની ગરીબીને મિટાવી શકે છે. પરંતુ દુખ એ વાતનું છે કે તેમને અહીંનો વિકાસ કરવામાં રૂચી નથી. તેમને માત્ર રાજકારણ અને લોકોને વહેંચવામાં રસ છે.

આ ધરતી પરથી વાદને દૂર કરો
આ ધરતી છે, જ્યાં એક તરફ કોંગ્રેસનો અહંકારવાદ છે, સમાજવાદી પાર્ટીનો પરિવારવાદ છે અને બહુજનસમાજ પાર્ટીનો વ્યક્તિવાદ છે. આ વાદોથી ભરેલા લોકો, તમારા વાદાઓ પૂરા કરવા નથી માગતા, પોતાનું પેટ ભરવા માગે છે. તેથી જ્યાં સુધી ઉત્તરપ્રદેશ આ ત્રણેય સંકટમુક્તિનો સંકલ્પ નથી કરતો, ત્યાંસુધી તમારું ભાગ્ય નહીં બદલાય.

60 મહિના આપો દેશની તસવીર અને તકદીર બદલી નાખીશુ
આજે મારા શાસનના અનુભવ પર વિશ્વાસ અપાવવા આવ્યો છું. મને છેલ્લા 13 વર્ષમાં કામ કરવાની તક મળી, તેથી વિશ્વાસ આપવા આવ્યો છું, દેશને જણાવું છે કે, મારા દેશવાસીઓ તમે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા, અમને માત્ર 60 મહિના આપીને જુઓ. તેમણે જે તબાહ કર્યા છે, તેને દૂર કરીને તમારી તકદીર અને દેશની તસવીર બદલી નાંખીશું.

યુપી-બિહારના પરેસેવેથી ચમકે છે ગુજરાત
તમે મને જણાવો, બુંદેલખંડનો નોજવાન પોતાનું ગામ, ઘર છોડીને મુંબઇ, ગુજરાતની ઝુગ્ગી ઝોપડીમાં રહેવા માગે છે. પોતાના વૃદ્ધ મા-બાપને છોડવા માગે છે, રોજીરોટી માટે જવા માગે છે. તેમણે તમને મજબૂર કર્યા છે. ગામ, ઘર છોડવા માટે મજબૂર કર્યા છે, કારણ કે પેટ ભરવા માટે. હું ગર્વથી કહું છું, બિહાર, યુપીના લોકોએ મારા ગુજરાતમાં આવીને જે પરસેવો પાડ્યો છે, તેના કારણે મારું ગુજરાત ચમકી રહ્યું છે. જો આ પરસેવો અહીં પાડવામાં આવ્યો હોત, તો આ પ્રદેશ ક્યાંનો ક્યાંક પહોંચી ગયો હોત.

યુપી-ગુજરાતના વિકાસ માટે મોદીનો પ્લાન
મે એક પ્રયોગ કર્યો છે. તેનો લાભ અહીં પણ મળશે, હાલ આ પાઇપલાઇનમાં છે. અમે કારખાનાવાળાઓનો બોલાવ્યા, જેમા યુપી બિહારના લોકો મજૂરી કરી છે. મે કંપનીવાળાઓને કહ્યું, તમે હિસાબ લગાવો આઠ મહિના કામ કરે છે, અને જેટલું આઉટપુટ આપે છે, તેને જોડો અને આ આઉટપુટના આધાર પર તેના કામના કલાકો નક્કી કરવામાં આવે. તેનો હોસલો હશે તો કામ કરશે. અહીંના લોકો આઠના બદલે 12 કલાક કામ કરવા લાગ્યા અને જે કામ એક વર્ષમાં કરી શકે છે, તે છ મહિનામાં કરવા લાગ્યા. મે કહ્યું, આ નોજવાન છ મહિનામાં કામ કરે છે, તેમને પગારની સાથે છ મહિનાની રજા આપો અને રજા ત્યારે ખેતરના કામમાં પોતાના ઘરે રહેશે અને પગાર મળશે. આ પાઇલોટ પ્રોજેક્ટ મે કર્યો છે, જો આ સફળ થઇ ગયું તો મારા ઉપીના લોકો ગુજરાત અને યુપીનું ભલું કરશે.

સહેજાદા ભ્રષ્ટાચાર અને મોંઘવારી પર કેમ નથી કરતા વાત
આ વિચાર મને આવ્યો , જ્યારે દિલ્હી પાસે વિચારવા માટે સમય નથી. લોકસભા ચૂંટણી દરવાજો ખખડાવી રહ્યાં છે. આ દિલ્હીવાળાઓએ પોતાના કામનો હિસાબ આપવો જોઇએ, આ સહેજાદા તેમના ફરી રહ્યાં છે, તેઓ મોંઘવારી, ભ્રષ્ટાચાર, બળાત્કારનો જવાબ આપવા તૈયાર નથી. આ ચૂંટેલી સરકાર જનતાની સેવક છે કે નહીં. જવાબ આપવો જોઇએ. તે પોતાને બાદશાહ સહેજાદા માને છે પણ જવાબ આપવા તૈયાર નથી.

શીખો મર્યા તેનો ગુસ્સો સહેજાદાને કેમ ના આવ્યો
સહેજાદાએ ભાષણ કર્યું, જ્યારે મારી દાદી મરી ગયા, મને ઘણો ગુસ્સો આવ્યો, હું સહેજાદાને પૂછવા માગું છું, આ સાચું છે કે બધા કોંગ્રેસીઓને ગુસ્સો આવ્યો હતો, તમે અને તમારી પાર્ટીના લોકોએ હજારો શીખોને જીવતા સળગવી દીધા હતા. મોતને ઘાટ ઉતારી દીધા હતા અને આજ સુધી કોઇને સજા નથી થઇ. હજારો શીખોને મારવા બદલ તમને ગુસ્સો અને પીડા થઇ હતી. આજે તમે એ ગામ પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે કે, જ્યાં હજારો શીખોની હત્યા કરવામાં આવી હતી ત્યારે તમે તમારા ગુસ્સાની વાત કરો છો. માનવતાવાદ પર વિચાર કરનાર સહેજાદાની વાતને માફ નહીં કરી શકે.

શા માટે સહેજાદાને અપાય છે ગુપ્ત માહિતી
સહેજાદે છે કોણ, એક એમપી છે, શું ભારતના આઇબીના લોકો, ભારતની અત્યંત ગુપ્ત જાણકારી એ વ્યક્તિ સાથે કેવી રીતે શેર કરી શકે કે જેમણે ગુપ્તતાની શપથ નથી લીધી તેમની સાથે કેવી રીતે કરી શકે. ભારતની આઇબી સહેજાદાને રીપોર્ટિંગ કરે છે. ભારતની જાસૂસી સંસ્થા તેમના ભાષણ માટે ઇનપુટ આપે છે.

સહેજાદા નામ જાહેર કરે અથવા માફી માગે
મુજ્જફરનગરમા આઇએસઆઇ મુસ્લિમ સંપર્કમાં છે. સહેજાદા, સરકાર તમારી છે. દેશ પર હુકુમત તમારી છે, શું કારણ છે કે આઇએસઆઇ તમારા નાક નીચે ઉત્તરપ્રદેશના ગલીયારામા પગ ઘુસેડી રહ્યું છે. હું સહેજાદાને આહવાન કરું છું. તમે એ દંગાના કારણે જે પીડીત નોજવાન, રિલિફ કેમ્પમા રહી રહ્યાં છે, તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે કે આઇએસઆઇ સાથે મળેલા છે. તમને ચેલેન્જ છે કે એ લોકોના નામ જાહેર કરો. જો નામ ઘોષિત નથી કરતા તો કોઇ કોમ પર આ પ્રકારનો આરોપ લગાવતા પહેલા તમારી જવાબદારી બને છે, આઇએસઆઇ એ કયા જો નામ ના હોય તો સાર્વજનિક રીતે માફી માંગો. એ તમારી જવાબદારી છે.

કોંગ્રેસ સરકાર ન્યૂઝ એજન્સી જેવી
પરંતુ તમે ભારતમાં કોંગ્રેસ પાર્ટી, આ દિલ્હીની સરકાર એવું લાગે છે કે તે ન્યૂઝ એજન્સી છે, જેનું કામ માત્ર સમાચાર આપવાનું છે. તમારું કામ સમાચાર આપવાનું છે કે તેમને ઠીક કરવાનું. મને બતાવો મિત્રો શું આવી સરકાર પર તમારું ભવિષ્ય સુરક્ષિત છે. આવી સરકાર પર ભરોસો મુકી શકો છો. તેમના ભરોસે તમારું જીવન મુકી શકો છો, આ લોકોને ઉખેડી ફેંકો.

આ લોકો માટે ગરીબી મજાકનું સાધન
આ લોકો ગરીબીનો મજાક ઉડાવી રહ્યાં છે, તેમના માટે ગરીબી એક મજાકનું સાધન બની ગઇ છે. જૂના જમાનામાં રાજા મહરાજાના મોટા મોટા મહેલ હતા, સમય વિતતા તેમનું પતન થયું, યુદ્ધમાં પરાજય થયો, સમય રહેતા તેમના મહેલ ખંડેર થઇ ગયા, પરંતુ ક્યારેક ક્યારેક એ રાજ પરિવારના વરીસ મોટા થાય છે ત્યારે તેમના પૂર્વજ આ ખંડેર દેખાડવા લઇ જાય છે, આ ખંડેર ક્યારેક રાજમહેલ હતો. અહીંથી રાજ કરતા હતા. તેમને સમજાવે છે, આજકાલ આપણા સહેજાદા તેમના પૂર્વજોના પરાક્રમો જોવા જાય છે, અમારા પિતાજી, દાદીજી અને નાનાજીએ શું કર્યું તે જોવા જાય છે, ગરીબની ઝોપડીમાં જાય છે, આ ગરીબ ગરીબની ઝોપડી તેના પૂર્વજોના પરાક્રમ છે.

ભરપેટ ભોજન માટે 100 વર્ષ રાહ જોવી છે?
તેઓ રાશન કાર્ડ પણ લઇ ગયા. હજી સુધી પરત કર્યું નથી. એ રાશનકાર્ડ માટે તરસી રહી છે. સહેજાદે નારો બુલાવે છે, હવે બોલે છે કે પૂરી રોટી ખાયેંગે. પહેલા એવો નારો હતો કે આધી રોટી ખાયેંગે. તમને આધી રોટીથી આખી રોટી સુધી પહોંચવામાં 60 વર્ષ લાગી ગયા છે, ત્યારે તમે પેટ ભરાય તેટલા ભોજન સુધી પહોંચવામાં 100 વર્ષ લગાવી દેશો. શું તમે રાહ જોવા માંગો છો.

કોંગ્રેસ-સપા-બસપા મુક્ત ભારતનો સંકલ્પ કરો
26 રૂપિયામાં તમારા પરિવારનું એક દિવસનું ગુજરાન ચાલી શકે છે, શહેરમાં 32માં ગુજરાન ચાલી શકે છે. જે પ્લાનિંગ કમિશન કહે છે કે, જો તમે 26 રૂપિયાથી વધારે કમાઓ છો તો તમે ગરીબ નથી. આ લોકોની માનીસક ગરીબી જુઓ. આ લોકો ગરીબોનું ભલુ કરી શકે નહીં. ગરીબ કેવી રીતે ગુજારો કરે છે, કેવી રીતે જિંદગી ગુજારે છે, તેમને ખબર નથી. તેથી આ દેશમાં આપણા બધાનો સંકલ્પ હોવો જોઇએ કોંગ્રેસ મુક્ત ભારત, સપા મુક્ત ભારત, બસપા મુક્ત ભારત.

જ્યાં કમલ હશે ત્યાં લક્ષ્મી અને રોટી હશે
આ બધા લુટનારાઓને જ્યાં સુધી વિદાઇ નહીં આપો ત્યાં સુધી તમારું ભલુ નહીં થાય. આ ધરતી પરથી 1857માં એક નોરો ગુજ્યો હતો, પોતાના બાળકને પીઠ પર બેસાડીને વિરાંગના લક્ષ્મીબાઇએ નારો આપ્યો હતો, મારી ઝાંસી નહીં આપું. 57નો સ્વાંત્ર્ય સંગ્રામ રોટી અને કમલ ક્રાન્તિના પ્રતિક બન્યા હતા. 57નો સંગ્રામ કમલ અને રોટી લઇને આવ્યું હતું અને બુંદેલખંડ જાગ્યું હતું અને આજે ફરી એકવાર અમે કમલ લઇને આવ્યા છીએ, લક્ષ્મી ક્યાં બીરાજે છે, કમલ પર હોય છે, કમલ હશે લક્ષ્મી આવશે અને લક્ષ્મી હશે તો રોટી આવશે.

મને વડાપ્રધાન નહીં, ચોકીદાર બનાવો
તેમણે કહ્યું હતું નહીં દુંગી નહીં દુંગી મેરી ઝાંસી નહીં દુંગી. મારી સાથે નારો બોલશો, હું કહીંશ, બેઇમાનો કો નહીં દેંગે મેરા દેશ નહીં દેંગે. આ દેશ આપણે બેઇમાનોને નહીં આપવા દઇએ. લૂંટ ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા એક સામાન્ય વ્યક્તિને રેલવેના ડબ્બામાં ચા વેચનારાને આવા ગરીબને દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોસિત કર્યા છે. તમને પ્રધાનમંત્રી ના બનાવો. તમે મને ચોકીદાર બનાવો. અને હું દિલ્હીમાં ચોકીદારની જેમ બેસીશ અને તમને વિશ્વાસ અપાવીશ. હિન્દુસ્તાનની તિજોરી પર કોઇ પંજો નહીં પડવા દઉ. તેથી હું ચોકીદારના નાતે તમારી સેવા કરવા માગુ છું. તમે તેમને 60 વર્ષ આપ્યા અમને 60 મહિના આપો દેશની તકદીર અને તસવીર બદલી નાંખીશું.