• search

'મોદીમય' અમેઠીની 'સ્મૃતિ' સાથે પ્રચાર થંભ્યો, કેમ મોદી ફરી વેચશે ચા?

અમેઠી, 5 મે: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેઠી છેલ્લા દિવસે પ્રચાર પ્રસાર કરવા માટે આવી પહોંચ્યા હતા. અત્યાર સુધી મીડિયા દ્વારા અમેઠી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાણીને એવા સવાલો કરવામાં આવતા હતા કે નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીની વિરુધ્ધ અહીં પ્રચાર કરવા માટે આવશે નહીં કે કેમ? પરંતુ આજે પ્રચારના છેલ્લા દિવસે અમેઠીમાં આવીને નરેન્દ્ર મોદીએ તમામ અટકળો દૂર કરી દીધી હતી, અને એવો માહોલ સર્જ્યો હતો જેને જોઇને વિરોધીઓના હોશ ઉડી ગયા હતા.

નરેન્દ્ર મોદીએ ભારત વિજય રેલીને સંબોધી હતી જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, મોદીએ સ્મૃતિ ઇરાણીને પોતાની નાની બહેન બતાવીને લોકો પાસે વોટ માંગ્યા હતા.

વાંચો મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું...

અમેઠી માટે મહત્વપૂર્ણ ચૂંટણી

અમેઠી માટે મહત્વપૂર્ણ ચૂંટણી

આ ચૂંટણી અમેઠીના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. જ્યારે મને અમેઠી બેઠકના ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી ત્યારે મને અત્રેના મીડિયાએ પૂછ્યું કે શું તમે રાહુલ ગાંધીને પડકારવાના છો? મેં જણાવ્યું કે ના મને અમેઠીની જનતાએ બોલાવી છે.

સ્વર્ગમાં ખાડા ના હોય

સ્વર્ગમાં ખાડા ના હોય

આજે અહીં જે જનમેદની ઉપસ્થિત છે તેઓ સત્તાના લાલસા માટે નથી આવી પરંતુ તેઓ એટલા માટે આવ્યા છે કે તેઓ ભાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા આવ્યા છે જે કાલે વડાપ્રધાન બનીને દેશનો વિકાસ કરવાના છે. ઘણા લોકો કહે છે કે અમેઠી ગાંધી પરિવારનું ગઢ છે સ્વર્ગ છે તો હું કહેવા માંગુ છું કે સ્વર્ગમાં ખાડા નથી હોતા, સ્વર્ગમાં વીજળી નથી જતી.

પોલીટીકલ પંડીતોના હિસાબ ખોટા પડશે

પોલીટીકલ પંડીતોના હિસાબ ખોટા પડશે

ચૂંટણીના ઘણા તબક્કા પૂર્ણ થઇ ચૂક્યા છે. અને મને દેશભરમાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દેશની જનતા સાથે રૂબરૂ થઇને આશિર્વાદ મેળવવાનો મે પ્રયાસ કર્યો છે. ચૂંટણી અમે ઘણી જોઇ છે. પરંતુ આ ચૂંટણી તમામ પોલીટીકલ પંડીતોના હિસાબને ખોટા સાબિત કરશે. કારણ તે તેઓ એસી રૂમમાં બેસીને ચર્ચાઓ કરતા રહે છે. પરંતુ દેશની જનતાનો મિઝાઝ શું છે તેમનો ઇરાદો શું છે તે જોવું હોય તો અમેઠીમાં આવીને આ જનમેદની જોઇ લો.

મજબૂત સરકાર બનાવવાનું કામ અમેઠીનું

મજબૂત સરકાર બનાવવાનું કામ અમેઠીનું

અત્યાર સુધી જે મતદાન થયું છે તેમાં એ નક્કી થયું ગયું છે, કે મા-બેટાની સરકાર ગઇ... હવે તેમની સરકારને કોઇ બચાવી શકે. જો લોકોને જેલમાંથી બહાર નીકાળીની તેમની સાથે રાજનીતિના દાવ ખેલશે તો પણ બચવાના નથી. મતદાતાઓએ બીજું કામ કર્યું છે તે એ છે કે આવનાર નવી સરકાર મજબૂત સરકારનું શિલાન્યાસ પણ કરી દીધું છે, હવે અમેઠીના મારા ભાઇઓ બહેનો તમારું કામ છે મજબૂત સરકાર બનાવવાનું. અમેઠીમાંથી કમળ મોકલો અને મજબૂત સરકારનું નિર્માણ કરો.

સ્મૃતિએ ગુજરાતમાં ઉત્તમ કાર્ય કર્યું હતું

સ્મૃતિએ ગુજરાતમાં ઉત્તમ કાર્ય કર્યું હતું

જ્યારે સ્મૃતિજીને અમે અમેઠી મોકલવાનું નક્કી કર્યું ત્યારે તેમને એવું લાગ્યું કે આ તો માત્ર સેલિબ્રિટી છે વધુમાં વધું લોકો ખેંચી શકશે નહીં. હું આજે અહીં જાહેરમાં સ્વીકારું છું કે અમે સ્મૃતિજીને અમેઠી કેમ મોકલી છે, અમે તેમને અહીં રાહુલની ખામી કાઢવા નથી મોકલી અમે તેમને અહીં અમેઠીની સમસ્યા હલ કરવા માટે મોકલી છે. મેં ગુજરાતમાં તેમને એક જિલ્લામાં કામગીરી સોંપી હતી ત્યારે તેમણે ઉત્તમ કરીને સોંપ્યું. ત્યારે અમે વિચાર્યું હતું તેમને અમે ઉત્તર પ્રદેશમાં જે બેઠકમાં વધારે સમસ્યાવાળો કોઇ જિલ્લો હોય તે તેમને સોંપીશું. અમે જોયું તો અમેઠી સૌથી ખરાબ મળી આવ્યું અને ત્યારે જ અમે નક્કી કર્યુ હતું કે સ્મૃતિને અમેઠીમાં સુધાર લાવવા માટે રાખવામાં આવશે.

મને મારી બહેન પર વિશ્વાસ છે

મને મારી બહેન પર વિશ્વાસ છે

અમે અહીં બદલાની રાજનીતિ કરવા માટે નથી આવ્યા અમે અહીં બદલાવની રાજનીતિ કરવા માટે આવ્યા છીએ અને મને મારી નાની બહેન પર પૂરેપૂરો વિશ્વાસ છે. મેં સ્મૃતિ ઇરાણીને ચૂંટી છે અને તમે પણ સ્મૃતિને ચૂંટી લાવો, પછી જુઓ અમે માત્ર 7 મહિનામાં અમેઠીમાં શું પરિવર્તન લાવીએ છીએ. મારે દેશને બનાવવું છે પરંતુ એ પહેલા મારે અમેઠી બનાવવું છે.

ગુજરાત મોડેલ પર.

ગુજરાત મોડેલ પર.

હું હેરાન છું કે ગલી ગલી જઇને ગુજરાતના મોડેલ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. શું તેમને એ ખબર છે કે અમેઠીની શું હાલત છે. અમે ગુજરાતમાં અભિયાન ચલાવ્યું છે જૂન મહિનામાં બાળકોને શાળાએ લઇ જઇએ છીએ. મને બાદમાં ખ્યાલ આવ્યો કે બાળકીઓ શા માટે શાળા છોડી દે છે, કારણ કે શાળામાં શૌચાલયની સુવિધા ન્હોતી. મેં દરેક શાળામાં બાળકીઓ માટે અલગ ટોયલેટની સુવિધા ઊભી કરી દીધી.

હું જણાવું છું કે સ્મૃતિ ઇરાણી છે...

હું જણાવું છું કે સ્મૃતિ ઇરાણી છે...

અરે આપ શું માંગો છો મર્સિડિઝ કાર નહીં આપ માત્ર પાણી, માર્ગ વગેરે આટલું આ દિગ્ગજ નેતાઓ આપને ના આપી શકે. હું અહીં આવ્યો છું આપના દુ:ખોને મારા દુ:ખ બનાવવા આવ્યો છું. હું આપના સપનાઓને સમજીને તેને પૂરા કરવા માટે આવ્યો છું. આ કોંગ્રેસ પાર્ટીનો અહંકાર જુઓ તેમનો એક નેતા એવું કહેવાની હિમ્મત કરે કે સ્મૃતિ ઇરાણી છે કોણ? જાહેર જીવનમાં રાજ પરિવારોને આવો સવાલ કરવાનો કોઇ અધિકાર નથી. હું જણાવું છું કે સ્મૃતિ ઇરાણી છે કોણ તે મારી નાની બહેન છે, 40 વર્ષો આપે જે બગાડ્યા છે તેને સુધારવા તે આવી છે, આપે જે પાપો કર્યા છે તેને તે ધોવા આવી છે.

સ્મૃતિ ઇરાણી એકલી લડવા માટે સક્ષમ છે

સ્મૃતિ ઇરાણી એકલી લડવા માટે સક્ષમ છે

અમે માત્ર વિકાસને જ લલકાર્યું છે, હમણા મે સ્મૃતિ ઇરાણીનો ઘોષણાપત્રનો કાર્યક્રમ જોયો તેમાં બધા પત્રકારો ઇરાણીને ઘેરી વળ્યા પરંતુ મુદ્દાની લડાઇ પર મારી બહેન અડી રહી અને બધા પત્રકારો નિહત્તા થઇ ગયા, બધા પત્રકારોને પરાસ્ત કરી દીધા.

લૂંટનારા કરતા માંગનાર વધારે સારો મેડમ...

લૂંટનારા કરતા માંગનાર વધારે સારો મેડમ...

હમણા દેશમાં મોદી..મોદી થઇ રહ્યું છે જેનાથી મા-બેટાને ગમતું નથી. તેમણે એમ કહ્યું કે હું માગવા માટે નીકળ્યો છું. યે દિલ માંગે મોર. હું કહી દઉ કે અમેઠીમાં પણ માગવા જ આવ્યો છું. આપના રાજ પરિવારોમાં મેડમ સોનિયાજી અમારા ગરીબો માટે કંઇ રાખ્યું છે ખરૂ? મિત્રો લૂંટનારા કરતા માંગનાર વધારે સારો... મેડમ સોનિયાજીએ કહ્યું હજી ચૂંટણી પરિણામો આવ્યા નથી અને મોદી પોતાને પીએમ માની બેઠો છે. હું સમજી શકું છું કે એક મા પોતાના બેટાને સેટ કરવા માટે આપે શું શું મહેનત કરી હશે, પરંતુ આપે જે કહ્યું કે મોદી પીએમ માની લીધો. મેડમ સોનિયાજી આપને બીજું શું કહું એટલું કહું છું કે આપના મોઢામાં ઘી-શક્કર...

તો હું ફરી ચા વેચીશ...

તો હું ફરી ચા વેચીશ...

આજ દિન સુધી તેમણે ગરીબીના નામે દેશની ઠગાઇ કરી છે, તેમણે એવું ક્યારેય વિચાર્યું ન્હોતું કે એક ગરીબ માનો દિકરો તેમને લલકારશે. એમાં પણ એક ગરીબ પરિવારનો ચા વેચનારો તેમને પડકારશે તે તેમને ગમતું નથી. તેઓ કહે છે કે અમે હારી જઇશું તો વિપક્ષમાં બેસીશું પરંતુ તમે શું કરશો મોદીજી... અરે હું તમને જણાવી દઉ કે મારી પાસે ચાનો સામાન પડ્યો છે લોકોને ચા વેચીને મારુ ગુજરતાન ચલાવીશ. બે સમયનું ખાવા માટે મારે ભ્રષ્ટાચાર કરવાની જરૂર નથી.

કોંગ્રેસની ગાડી રૂપિયા વહેંચવા માટે નીકળી ગઇ છે

કોંગ્રેસની ગાડી રૂપિયા વહેંચવા માટે નીકળી ગઇ છે

મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસની ગાડીઓ નીકળી ગઇ છે લોકોને રૂપિયા વહેચવા માટે... પરંતુ આ અમેઠીના લોકોએ આપને 40 વર્ષ સુધી આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો છે પરંતુ હવે તેઓ તમને સાથ નહીં આપે, તેઓ જાગી ગયા છે. જ્યારે તેમને સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ જવાબ પણ નથી આપતા, હું તમને કહું છું કે આપ મને આવતી વખતે સવાલ કરજો કે આપની બેને કેમ કામ ના કર્યું.

તો ચોક્કસ મુલાયમ સિંહ મારી મદદ કરશે

તો ચોક્કસ મુલાયમ સિંહ મારી મદદ કરશે

આવતી કાલે જો ભાજપની સરકાર બની અને હું સપાને કહું કે મારી બહેન ત્યાં સાંસસ છે અને મારે અમેઠીમાં કામ કરવું છે તો તેઓ મને ચોક્કસ સાથ આપશે એ હું મુલાયમ સિંહ યાદવ મને ના નહીં પાડે. અમારા રાજ્ય વિરોધ છે પરંતુ તેઓ કામમાં ના નહીં પાડે. કોંગ્રેસે આજ દિન સુધી ઉત્તર પ્રદેશમાં કોઇ પત્ર લખીને રાજ્યમાં વિકાસ કરવો છે તેવું જણાવ્યું જ નથી.

2019ની ચૂંટણીમાં હું અમેઠીનો હિસાબ આપવા આવીશ

2019ની ચૂંટણીમાં હું અમેઠીનો હિસાબ આપવા આવીશ

મા-બેટા અને બહેન આટલા દિવસથી અહીં પ્રચાર કરી રહ્યા છે તેઓ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને વિકાસના મુદ્દા પર વાત નથી કરતા. તેઓ લોકોને હિસાબ નથી આપતા. 2019માં જ્યારે ચૂંટણી આવશે ત્યારે હું પોતે આવીશ અમેઠીનો હિસાબ આપવા. કોંગ્રેસે 2009માં ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે 10 કરોડ લોકોને રોજગાર આપીશું, હું અમેઠીમાં લોકોને પૂછું છું કે શું તમારામાંથી કોને રોજગાર મળ્યો? આપે 60 વર્ષ શાસકોને આપે તક આપી છે માત્ર 60 મહિના એક સેવકને તક આપો. હું લૂંટવા નહીં, હું માંગવા માટે આવ્યો છું.

'મોદીમય' અમેઠીની 'સ્મૃતિ' સાથે પ્રચાર થંભ્યો

'મોદીમય' અમેઠીની 'સ્મૃતિ' સાથે પ્રચાર થંભ્યો

English summary
Narendra Modi addressing "Bharat Vijay" rally in Amethi, Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more