• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશની 75મી વર્ષગાંઠ સુધી દેશને નવા મુકામ સુધી પહોંચાડવાનો મોદીનો સંકલ્પ

|

નવી દિલ્હી, 14 માર્ચ : ગુજરાતના મુખ્યમત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં વકીલોની એક બેઠકમાં હાજરી આપવા માટે આવ્યા છે. નરેન્દ્ર મોદીની સાથે જાણીતા લોયર રામ જેઠમલાણી મોદી સાથે મંચ પર ઉપસ્થિત છે. નરેન્દ્ર મોદી અત્રે વકીલોની આ બેઠકને સંબોધન કરશે, જેને 'એક મુલાકાત વકિલોની સાથે' એવું નામ આપવામાં આવ્યું છે.

રામ જેઠમલાણીનું નિવેદન:
રામ જેઠમલાણીએ નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા. અને તેમને જણાવ્યું કે તેમના જીવનનું હવે એક જ ઉદ્દેશ્ય છે અને તે છે નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન તરીકે જોવા. મોદી મારા નાના ભાઇ જેવા છે અને તેમનામાં એ સક્ષમતા છે કે તેઓ દેશનું નેતૃત્વ કરવામાં સક્ષમ છે. આખો હોલ વકિલોથી ખીચોખીચ ભરાયેલો હતો, અને તેઓ માત્ર મોદીને સાંભળા માટેના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા જેથી રામ જેઠમલાણીએ પોતાનું વક્તવ્ય વચ્ચે અટકાવવું પડ્યું.

નરેન્દ્ર મોદીનું નિવેદન:
આ જે નજારો દેખાઇ રહ્યો છે તે પોલિટિકર પંડિતો માટે એક રિસર્ચનો ટોપિક છે. મિત્રો આ દેશ આ સરકારોથી કંટાળી ચૂક્યો છે. આવી વ્યવસ્થા, વાણી આ દેશ જેલવા માટે તૈયાર નથી. સામાન્ય રીતે લોકો ચૂંટણીથી કંટાળતા હતા પરંતુ આ વખતે લોકો સામેથી તેમાં રસ લે છે, અને ચૂંટણીની રાહ જોઇ રહ્યા છે. દેશની આ પહેલી ચૂંટણી એવી જે જે જનતા જનાર્દન લડી રહી છે.

જ્યારે આટલું બધું લુંટાઇ ગયું છે એટલે મને ખબર છે તમને લોકોને મારી પાસે અપેક્ષાઓ વધારે હશે.
હું વકિલ મિત્રો પાસે આવ્યો છું. જોકે વકિલોને મળવાનું બન્યું જ નથી. કારણ કે ખોટું પાર્કિંગ કર્યું નથી. ઇશ્વર બાદ ન્યાયનું કોઇ સ્થળ હોય તો તે આપણી ન્યાય પાલિકા છે.

ગ્લોબલ એરામાં સ્પર્ધાનો માહોલ છે, જો આજુબાજુના દેશો આપણી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે, કારણ કે આપણી લોકતાંત્રિક વ્યવસ્થા છે અને ન્યાય વવસ્થા ઉમદા છે.

દેશમાં વકિલોની હાલત ખરાબ છે એમાં કોઇ બેમત નથી અને સરકારે તેમની વ્યવસ્થા પર ધ્યાન આપવું જરૂરી છે. ડોક્ટરની વ્યવસ્થા પર ધ્યાન પણ ના આપીએ અને તેની પાસેથી બેસ્ટ હોસ્પિટાલીટીની અપેક્ષા કેટલી યોગ્ય છે.

અમારા ગુજરાતમાં સરકારે તાલુકા લેવલ સુધી વકિલો માટે ઇ-લાયબ્રેરીનું નિર્માણ કર્યું છે જેમાં તેઓ હજારો પુસ્તકો અને લેટેસ્ટ જજમેન્ટ તેમના આંગળીના ટેરવે મેળવી શકે છે અને વાંચી શકે છે.

સાઇબર ક્રાઇમ એક મોટો પડકાર આવી રહ્યો છે. આપણા દેશમાં ફોરેન્સિક સાયન્સ લેબેરોટરીનું મહત્વ વિકસાવવું પડશે. અને ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માટે યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. જ્યાં ઘણાબધા વકિલો અને જજો આવીને અભ્યાસ કરે છે.

આજે ચાઇના જોબ વોરની દુનિયામાં લીડ કરી રહ્યું છે, જેમાં ભારતનું ક્યાંય નામ નથી. આપણો દેશ સૌથી યુવાન દેશ છે. જો સરકાર તેને સુવિધા અપાવે તો આપણો દેશ પણ આગળ વધી શકે છે.

ભારતના વિદેશમંત્રી ગઇકાલે લંડન ગયા હતા. આપણા વિદેશ મંત્રીનું કામ છે દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારે છે. જેના બદલે આપણા વિદેશ મંત્રી ત્યા જઇને ભારતની સુપ્રીમ કોર્ટની ટિકા કરી નાખી. આનાથી મોટું કોઇ કલંક શું હોઇ શકે. જોકે તેઓ પોતે લૉ મિનિસ્ટર હતા, અને પોતે પણ વકાલતના વ્યવસાયમાં હતાં. છતાં તેમણે એવું કહ્યું કે ત્રણ જજ બેસીને કેવી રીતે નક્કી કરી શકે કે કયો નેતા ચૂંટણી લડી શકશે કે નહીં. તેઓ ચૂંટણી પંચની મજાક ઉડાવે છે કે તેઓ ત્રણ લોકો બેસીને નક્કી કરે છે કે અમારે શું બોલવું કે નહીં.

મિત્રો આવું કરીને તેઓ કારણ શોધી રહ્યા છે પોતાની હાર માટે કઇ દલિલો રજૂ કરવી. લોકતંત્ર માત્ર સત્તા મેળવવાનું મશીન નથી, તેમાં શ્રદ્ધા હોવી જોઇએ.

2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થશે. આપણે અત્યારથી જ કેમ એ દિશામાં લાગી જઇ કે જ્યારે મારો દેશ 75 વર્ષનો થશે ત્યારે મારો દેશ કંઇક આવો બનશે. મિત્રો મારો સંકલ્પ છે કે 2022 સુધી દેશના દરેક ગરીબ પાસે ઘર હશે, બાળકોને ભણવા માટે શાળા હશે, અને હોસ્પિટલ હશે. આવા સંકલ્પ સાથે જઇશું ચોક્કસ સફળ થઇશું.

આપ સૌએ મને અહીં આમંત્રિત કર્યો તેના માટે આપ સૌનો આભાર.. અને આપને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

કાર્યક્રમને જુઓ વીડિયોમાં...

English summary
Narendra Modi addressing Lawyers Meet in New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X