For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્બ્ઝ 2018: દુનિયાની સૌથી શક્તિશાળી હસ્તીઓમાં પીએમ મોદી શામેલ

હાલમાં દેશમાં કર્ણાટક ચૂંટણીને લઈને પારો ગરમ છે, એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ચાલુ છે, કોંગ્રેસ તરફથી પીએમ મોદી પર જવાબી હુમલા થઈ રહ્યા છે. વળી ,બીજી તરફ આ બધી બાબતોથી દૂર દેશના પ્રધાનમંત્રી એક અલગ જ કીર

|
Google Oneindia Gujarati News

હાલમાં દેશમાં કર્ણાટક ચૂંટણીને લઈને પારો ગરમ છે, એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ચાલુ છે, કોંગ્રેસ તરફથી પીએમ મોદી પર જવાબી હુમલા થઈ રહ્યા છે. વળી ,બીજી તરફ આ બધી બાબતોથી દૂર દેશના પ્રધાનમંત્રી એક અલગ જ કીર્તિમાન બનાવી રહ્યા છે. તમને જાણીને ખુશી થશે કે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદર દાસ મોદીને વિશ્વની શક્તિશાળી હસ્તીઓની યાદીમાં ટોપ ટેનમાં સ્થાન મળ્યુ છે.

ફોર્બ્ઝની યાદીમાં પીએમ મોદી

ફોર્બ્ઝની યાદીમાં પીએમ મોદી

જાણીતા મેગેઝીન ફોર્બ્ઝની યાદીમાં પીએમ મોદીને સૌથી શક્તિશાળી હસ્તીઓમાં શામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમા નંબર વનના સ્થાન પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીને આ યાદીમાં 9મું સ્થાન મળ્યુ છે.

ફોર્બ્ઝની યાદીમાં પીએમ મોદીને 9 મું સ્થાન

ફોર્બ્ઝની યાદીમાં પીએમ મોદીને 9 મું સ્થાન

આ યાદીમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝૂકરબર્ગ (13મું સ્થાન), બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મે(14 મુ સ્થાન), ચીની પ્રધાનમંત્રી લી કેકિયાંગ (15મું સ્થાન) અને એપલના સીઈઓ ટિમ કુક(24 મુ સ્થાન) થી તેઓ આગળ છે. તેમને જણાવી દઈએ કે ફોર્બ્ઝની આ યાદીમાં કુલ 75 લોકોનું રેકિંગ કરવામાં આવ્યુ છે.

પોતાના દમ પર દુનિયા બદલવાનું કામ કર્યુ મોદીએ

પોતાના દમ પર દુનિયા બદલવાનું કામ કર્યુ મોદીએ

આ યાદી વિશે ફોર્બ્ઝે કહ્યુ કે ધરતી પર લગભગ 7.5 અરબ લોકો રહે છે પરંતુ આ 75 પુરુષ અને મહિલાઓએ દુનિયા બદલવાનું કામ કર્યુ છે. આનો મતલબ થયો કે દેશના પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે લોકોની યાદીમાં શામેલ થયા જેમણે પોતાના દમ પર દુનિયા બદલવાનું કામ કર્યુ છે.

લોકપ્રિય હસ્તીઓમાંના એક છે મોદી

લોકપ્રિય હસ્તીઓમાંના એક છે મોદી

તમને એ પણ જણાવી દઈએ કે પીએમ મોદી ફેસબુક પર સૌથી વધુ ફોલો કરાતા નેતાઓની યાદીમાં પણ શામેલ છે. પીએમ મોદીને ફેસબુક પર 4 કરોડ લોકો ફોલો કરે છે. માટે તેઓ દુનિયાની લોકોપ્રિય હસ્તીઓમાં પણ શામેલ છે.

English summary
narendra modi among- op 10 most powerful people the world forbes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X