• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

14th June : બિહારમાં ફરી દેખાશે નીતિશ અને લાલુની 'યારીયા'!

|

ગોવા, 14 જૂન : વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી આજે પોતાની પહેલી મુલાકાત વિમાનવાહક યુદ્ધજહાજ આઇએનએસ વિક્રમાદિત્યની સવારી કરવા માટે ગોવા પહોંચી ગયા છે. નેવલ બેસ પર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું નરેન્દ્ર મોદી આજે ગોવામાં અરબ સાગર તટ પર આઇએનએસ વિક્રમાદિત્યની સવારી કરશે. નરેન્દ્ર મોદી મિગ-29માં બેસીને પાયલટ પાસે તેની સંપૂર્ણ જાણકારી મેળવી.

મોદી આજે હેલીકોપ્ટર દ્વારા યુદ્ધજહાજ પર આવી પહોંચ્યા હતા. આઇએનએસ વિક્રમાદિત્ય દેશનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. જેને 15 હજાર કરોડ રૂપિયામાં રશિયા પાસેથી હાસલ કરાવામાં આવ્યું છે. 45 હજાર ટન વજન વાળા આ જહાજ પર મિગ-29, સી હેરિયર્સ, પી-81 સહિત ઘણા વિમાનો છે.

સાથે જ કામોવ અને સી-કિંગ હેલીકોપ્ટર પણ અત્રે રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન અહીંથી નૌકાદળના લડાકૂ વિમાનોની સાથે સાથે પશ્ચિમી ક્ષેત્રના જહાજોનું કૌશલ જોશે. માનવામાં આવા રહ્યું છે કે આ દરમિયાન તેઓ આઇએનએસ વિક્રમાદિત્ય પર હાજર નૌસેના અધિકારીઓ અને નાવિકોને પણ સંબોધિત કરશે.

વધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં...

બિહારમાં ફરી દેખાશે નીતિશ અને લાલુની 'યારીયા'!

બિહારમાં ફરી દેખાશે નીતિશ અને લાલુની 'યારીયા'!

બિહારની રાજનીતિ એકવાર ફરી કરવટ લઇ રહી છે. જેના આધાર પર એવું કઇ શકાય કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં જેડીયૂ અને રાજદ સાથે દેખાય. કહેવાય છે કે નીતિશ કુમારે લાલુ પ્રસાદ યાદવને ફોન કરીને મોદીને હરાવવા માટે સાથે આવવા જણાવ્યું છે.

સીઝફાયરનું ઉલ્લંઘન ચાલુ રહેશે તો જવાબ આપશે સેના

સીઝફાયરનું ઉલ્લંઘન ચાલુ રહેશે તો જવાબ આપશે સેના

રક્ષા મંત્રી અરુણ જેયલી બે દિવસના કાશ્મીર પ્રવાસ પર છે. તેમણે તાજેતરમાં થયેલા સીઝપાયરનું ઉલ્લંઘન પર જણાવ્યું કે સીઝફાયરનું ઉલ્લંઘન ચાલુ રહેશે તો જવાબ આપશે સેના.

ઓબામા ઇરાકમાં હવે નહીં મોકલે સેના

ઓબામા ઇરાકમાં હવે નહીં મોકલે સેના

ઇરાકમાં ચાલી રહેલી હિંસાની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું છે કે ઇરાકી સરકારની કોઇ રાજનૈતિક યોજના વગર તેમનો દેશ ત્યાં ઇસ્લામી આતંકી સમૂહ આઇએસઆઇએલ વિરુધ્ધ સૈન્ય કાર્યવાહી નહી કરે.

ટેલિકોમ કમિશને રાષ્ટ્રીય મોબાઇલ નંબર પોર્ટેબિલિટીને મંજૂરી આપી

ટેલિકોમ કમિશને રાષ્ટ્રીય મોબાઇલ નંબર પોર્ટેબિલિટીને મંજૂરી આપી

ટેલિકોમ મંત્રાલયે નેશનલ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા શરૂ કરવાનું વિચાર્યું છે. આ અંગેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટ્રાઇ દ્વારા તેને કેટલીક ઔપચારિક મંજૂરીઓ મળ્યા બાદ ટૂંક સમયમાં આ સેવા શરૂ થઈ જશે.

પ્રીતિએ નેસ વાડિયા પર લગાવ્યો છેડછાડનો આરોપ, કેસ દાખલ

પ્રીતિએ નેસ વાડિયા પર લગાવ્યો છેડછાડનો આરોપ, કેસ દાખલ

ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પોતાના પૂર્વ બોયફ્રેંડ અને ઉદ્યોગપતિ નેસ વાડિયાની વિરુધ્ધ શારીરિક છેડછાડનો કેસ દાખલ કર્યો છે. પ્રીતિએ 12 જૂનની રાત્રે મુંબઇના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ દાખલ કરાવી છે. તેનો આરોપ છે કે 30 મેના રોજ વાનખેડે સ્ટેડિયમમાં નેસ વાડિયાએ તેમની સાથે છેડખાની કરી હતી.

Read more at:

English summary
Prime Minister Narendra Modi on Saturday arrived in Goa to visit INS Vikramaditya, the latest and the largest aircraft carrier of the Indian Navy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X