For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશ નહીં મોદીથી લાલુને લાગે છે ડર, માન્યા નંબર-1 દુશ્મન

|
Google Oneindia Gujarati News

પટણા, 18 ડિસેમ્બર: ચારા કૌભાંડમાં 5 વર્ષની જેલની સજા ભોગવી રહેલા આરજેડીના સુપ્રીમોને સુપ્રીમ કોર્ટે જામીન પર છોડ્યા છે. લાલુ બિરસા મુંડા જેલથી આઝાદ થઇ ગયા છે. આઝાદીની સાથે જ લાલુ રાજનીતિમાં પોતાની ગૂમાવેલી સાખને પાછી મેળવવા માટે કામે લાગી ગયા છે. લાલુએ જેલથી નીકળીને રોડ શૉ કરીને લોકોની વચ્ચે તેમની હાજરીનું પ્રમાણ આપવા લાગ્યા છે. લાલુ પ્રસાદ યાદવે આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી માટે પોતાની તૈયારીમાં લાગી ગયા છે.

હાલમાં જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પરચમ લહેરાવ્યો અને તેની સાથે કોંગ્રેસ અને આરજેડીની ચિંતામાં વધારો કરી દીધો છે. ભાજપની જીતથી લાલુ યાદવ પોતાની રણનીતિમાં ફેરફાર કરી રહ્યા છે. આરજેડી માટે અત્યાર સુધી માત્ર નીતિશ કુમાર જ પડકાર તરીકે હતા, પરંતુ હવે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ લાલુ માટે મોટો પડકાર બની ગયા છે.

lalu prasad yadav
લાલુ માટે હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના બદલે નરેન્દ્ર મોદી નંબર વન દુશ્મન બની ગયા છે. જે લડાઇ અત્યાર સુધી લાલુ અને નીતિશ કુમાર વચ્ચે ચાલી રહી હતી તેમાં હવે મોદીએ પણ એન્ટ્રી કરી લીધી છે. લાલુની પત્ની અને બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પણ પહેલા જ આ ઇશારો કરી દીધો હતો કે આવનારી ચૂંટણીમાં નીતિશ કુમારની પાર્ટી શ્રેષ્ઠ ત્રણમાં નહીં હોય. એવામાં હવે આરજેડીના નિશાના પર નીતિશ નહી પરંતુ મોદી હશે.

માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી ધર્મનિરપેક્ષતાના સહારે નરેન્દ્ર મોદીને પોતાના નિશાના પર લેશે. ખાસ વાત એ છે કે નીતિશની પાર્ટી કોંગ્રેસ સાથે જોડાય તેવી સંભાવનાના ખત્મ થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે આરજેડી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. જો કે જે રીલે સીબીઆઇએ લાલુની જામીન માટે વિરોધ ના કર્યો, તેનાથી તેની સંભાવના વધી જાય છે. કોંગ્રેસ લાલુનો ઉપયોગ બિહારમાં નરેન્દ્ર મોદીની વિરોધમાં પ્રચાર કરવામાં કરી શકે છે.

English summary
The BJP's impressive show in the recent Assembly polls seems to have led the RJD to redraw its poll strategy, with the party looking at BJP's Narendra Modi and not Bihar CM Nitish Kumar as enemy number one.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X