For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોધરા-અનુગોધરા માટે મોદીને જવાબદાર ના ગણી શકાય: કેપીએસ ગિલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 નવેમ્બર: પંજાબના પૂર્વ ડિજીપી કેપીએસ ગિલે આજે જણાવ્યું છે કે ગુજરાતમાં ગોધરાકાંડ બાદ છયેલા રમખાણો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ના ગણાવી શકાય કારણ કે કાયદા વ્યવસ્થા સાથે નિપટવું એ પોલીસ નેતૃત્વનું કામ છે.

ગુજરાત રમખાણો સાથે જોડીને પૂછવામાં આવતા ગિલે પત્રકારોને જણાવ્યું કે'કાયદા વ્યવસ્થાની સ્થઇતિમાં કાર્યવાહી કરવી પોલીસ નેતૃત્વનું કામ છે અને આ કામ રાજનૈતિક નેતૃત્વનું નથી.'

વર્ષ 2002માં નરેન્દ્ર મોદીના સુરક્ષા સલાહકાર રહી ચૂકેલા ગિલે આજે પોતાની આત્મકથા 'કેપીએસ ગિલ: ધ પેરામાઉન્ટ કૉપ'ના અનાવરણના અવસર પર આ અંગેનું નિવેદન આપ્યું.

kps gill
આ અવસર પર પંજાપ કેસરી ગ્રુપના ચિફ એડિટર વિજય કુમાર ચોપડા, ઇન્ડિયા એક્સપ્રેસના ચિફ એડિટર શેખર ગુપ્તા, પૂર્વ સીબીઆઇ ડાયરેક્ટર પીસી શર્મા અને અન્ય દિગ્ગજો હાજર રહ્યા હતા.

પુસ્તકમાં ગિલે મોદીની પ્રશંસા કરતા જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી હિંસા ખતમ કરવા માટે ગંભીર હતા, અને તેમણે બીજા રાજકીય દળો પર મોદીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો.

English summary
Former DGP of Punjab K P S Gill, who had served as security advisor to the Gujarat Chief Minister in 2002, said tonight that Narendra Modi cannot be blamed for post-Godhra riots as it is the job of the police leadership to respond to law and order situations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X