For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકપ્રિય છબીના મામલે મોદીએ શિવરાજસિંહને પછાડ્યા

|
Google Oneindia Gujarati News

narendra-modi-shivraj-singh-chouhan
નવી દિલ્હી, 2 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય રાજકારણમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પછાડ્યા છે. પાર્ટીના એક સમૂહ દ્વારા ચૌહાણને મોદીની સમાંતર ઉભા કરવાના પ્રયત્નો સંસદીય બોર્ડમાં સ્થાન ના મળવાના કારણે ઠેરની ઠેર રહી ગઇ. ભાજપના તમામ મોટા નેતા દરેક પળે ત્રણ રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ગુણગાન કરતા જોવા મળે છે.

આ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓને દેશના આદર્શ મુખ્યમંત્રી તરીકે ગણાવવામાં કોઇએ પણ કોઇ કસર છોડી નહીં, પરંતુ જ્યારે સંસદીય બોર્ડમાં સ્થાનની વાત આવી તો મોદી બાઝી મારી ગયા. ચૌહાણની ગણના જરૂરથી બોર્ડમાં સ્થાન મેળવનારા દાવેદારોમાં થતી રહી છે, પરંતુ પાર્ટીએ તેમના પર દાવ લગાવવો યોગ્ય સમજ્યો નહીં. પાર્ટીની કમાન રાજનાથ સિંહને સૌંપવામાં આવ્યા બાદથી બધાની નજર સંસદીય બોર્ડ પર હતી.

રાજનાથ સિંહ જ્યારે ભોપાલ આવ્યા હતા ત્યારે તેમને આ મામલે પત્રકારોએ પ્રશ્નો પણ કર્યા હતા, પરંતુ તેમનો જવાબ એવો હતો કે ઘોષણા થતાં જ બધુ સામે આવી જશે. અત્યારે જે સામે આવ્યું છે, તેણે ઘણા રાજકીય અર્થોને જન્મ આપ્યા છે. ચીત્ર પણ સ્પષ્ટ થઇ ગયું છે કે પાર્ટીના અન્ય મુખ્યમંત્રીઓના સરખામણીએ મોદીનું કદ વધારે છે.

જો વાત રાજનાથ સિંહના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તે પહેલા અને બાદની કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે પાર્ટીની કાર્યસમિતિથી લઇને અન્ય આયોજનોમાં રાજનાથ સિંહ હોય, અડવાણી હોય કે પછી સુષમા સ્વરાજ, તમામ મોદીના ગુજરાતના વિકાસના ગુણગાન ગાતા જોવા મળ્યા છે, તો મધ્ય પ્રદેશમા કન્યા જન્મથી લઇને મહિલા સશક્તિકરણ માટે ચલાવવામા આવી રહેલી યોજનાઓને દેશ માટે આદર્શ ગણાવવામાં પણ પીછે હટ નથી કરી.

એક તરફ જાહેરમાં આ દિગ્ગજ નેતાઓ દ્વારા મોદી અને ચૌહાણની કાર્યશૈલીના વખાણ કરવામાં આવે છે, તો બીજી તરફ અંદરખાને રસ્સીખેંચના કારણે બન્નેને એકબીજાના પ્રતિસ્પર્ધી બનાવી દીધા હતા. જો કે એ વાત અલગ છે કે મોદીની જેમ ચૌહાણ આમજનની ચર્ચાનો હિસ્સો ઓછો રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સંસદીય બોર્ડમાં ચૌહાણને સ્થાન મળી શકતું હતું પરંતુ તેમના વિરુદ્ધના એક સક્રિય સમૂહ વિશેષે તેમનો રસ્તો રોકી દીધો હતો. જેના કારણે ચૌહાણે પ્રભાત ઝા અને ઉમા ભારતીને મહાસચિવ બનાવવાની સંભાવનાઓ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

એક તરફ ચૌહાણે વિરોધ નોંધાવ્યો તો તેમના વિરોધીઓએ ચૌહાણને સંસદીય બોર્ડમાં સ્થાન નહીં આપવાનું દબાણ વધાર્યું. દબાણ બન્ને સ્થાને કામ લાગ્યું. ઝા અને ઉમા ભારતીને મહાસચિવના સ્થાને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને ચૌહાણને સંસદીય બોર્ડમાં સ્થાન મળી શક્યું નહીં. વરિષ્ઠ પત્રકાર શિવ અનુરાગ પૈટરિયાનું કહેવું છે કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના એક સમૂહ દ્વારા ચૌહાણને મોદીની સામે ઉભા કરવાના પ્રયત્નો કર્યા પરંતુ ભાજપ અને સંઘની અંદર બદલાયેલા સમીકરણોએ ચૌહાણનો રસ્તો રોકી નાંખ્યો.

બીજી તરફ મોદીને બન્નેનો સાથ મળ્યો. જેથી મોદી સંસદીય બોર્ડમાં સ્થાન મેળવી શક્યા અને ચૌહાણ વંચિત રહી ગયા. પ્રદેશ સરકારના નાગરીક પ્રશાસન મંત્રી બાબુ લાલ ગૌર તો ચૌહાણ અને મોદીની તુલનાને અયોગ્ય ઠેરવે છે. તેમનું કહેવું છેકે, મોદીએ ગુજરાત વિધાનસભામાં સતત ત્રણ ચૂંટણીમાં વિજય નોંધાવ્યો છે. ભાજપના તે એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમના નેતૃત્વમાં ભાજપે ત્રણ ચૂંટણી જીતી છે, જ્યારે ચૌહાણના નેતૃત્વમાં મધ્યપ્રદેશમાં ભાજપ એક ચૂંટણી જીત્યું છે. મોદીને સંસદીય બોર્ડમાં લઇ જવા જનભાવનાનું સન્માન છે. સૂત્રોનું કહેવું છે કે ચૌહાણના મુકાબલે મોદીની છબી કટ્ટર હિન્દુવાદી નેતા અને વિકાસપુરુષની છે, જેથી ભાજપને આગામી લોકસભાની ચૂંટણીમાં મોદીની આ છબી વધારે મદદરૂપ થઇ શકે છે, તેથી મોદીને સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.

English summary
Narendra Modi defeats Shivraj in ‘popularity’ politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X