For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે મંત્રીઓના કારણે આજે લોકસભામાં થઇ મોદીની ફજેતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 જૂન: આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે પ્રસંગો એવા બન્યા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસહજ સ્થિતિમાં મૂકાઇ ગયા. જોકે મોદીને અસહજ સ્થિતિમાં મૂકવાવાળું બીજું કોઇ નહીં પરંતુ તેમના બે મંત્રીઓ હતા.

વાત જાણે એમ છે કે આજે લોકસભામાં જ્યારે સ્પીકરની ચૂંટણી થઇ રહી હતી, ત્યારે મોદીએ પહેલી અસહજ સ્થિતિમાં ત્યારે મૂકાવું પડ્યું જ્યારે સુમિત્રા મહાજનના નામનો પ્રસ્તાવ પસાર કરવાનો હતો.

લોકસભા અધ્યક્ષની ચૂંટણી થઇ રહી હતી. 17 પ્રસ્તાવ સુમિત્રા મહાજનના પક્ષમાં હતા. 15માં નંબરના પ્રસ્તાવ પહેલા વડાપ્રધાન એચડી દેવીગૌડાએ કરવાનું હતું અને અનુમોદન અનંત કુમારને કરવાનું હતું. દેવેગૌડાએ પ્રસ્તાવ કર્યો પરંતુ અનુમોદન માટે અનંત કુમાર એ સમયે લોકસભામાં હતા જ નહીં. સદાનંદ ગૌડાએ એની પર જણાવ્યું કે હું સમર્થન કરી દઉ છું. પ્રોટેમ સ્પીકર કમલનાથે આની પર ઇનકાર કર્યો અને પ્રસ્તાવને રદ કરી દીધો.

modi
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં કેબિનેટનો પરિચય કરાવી રહ્યા હતા. નવા મંત્રીઓના પરિચયની પરંપરા હોય છે, મોદીએ ઉર્જા મંત્રી પીયુષ ગોયલનું નામ લીધું અને તેમનો પ્રભાર વાંચતા ગયા. જ્યારે મોદીએ વાંચી લીધું ત્યારે વિપક્ષમાંથી અવાજ આવ્યો કે પીયૂષ ગોયલ તો અહીં ઉપસ્થિત જ નથી.

જોકે ગોયલ તે સમયે લોકસભામાં હાજર ન્હોતા. વિપક્ષ તરફથી બે-ચાર અવાજ આવ્યા, છે જ નહીં. પાંચ સેકન્ડ સુધી મોદીએ પાછળ ફરીને જોયું. અને કહ્યું ઠીક છે હું બાદમાં પરિચય કરાવી દઇશ.

English summary
Narendra Modi embarrassed by piyush goel and ananth kumar in Lok sabha today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X