• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Narendra Modi Birth Special: પીએમ મોદી વિશે રોચક વાતો

|

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓ સાથે પોતાનો 69મો જન્મદિવસ મનાવશે. પીએમ મોદી રાજકારણના અત્યાર સુધીના સૌથી મોટા નેતા બનીને ઉભર્યા છે. તે એવા નેતા છે જે ભારતવાસીઓ જ નહિ પરંતુ વિદેશીઓના દિલમાં પણ રાજ કરી રહ્યા છે. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને બોલવાના અંદાજ બધાને તેમના દીવાના બનાવી દીધા છે. તે યુવાઓ સહિત દરેક વર્ગના પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યા છે. આજકાલ ચારે તરફ તેમના કામ કરવાની રીત અને એનર્જી ચર્ચમાં રહે છે. અહીં સુધી કે લોકો તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત માનીને જીવનમાં ક્યારેય હાર ન માનવાનુ નક્કી કરીને આગળ વધી રહ્યા છે. સતત વિદેશ પ્રવાસો અને રેલીઓ કરવા છતાં મોદીના ચહેરા પર ક્યારેય થાક અને તણાવ નથી દેખાતા ઉલટા હંમેશા એક ચમક જ જોવા મળે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીમાં કંઈક એવી ખાસ વાત છે જે તેમને તેમના વ્યક્તિત્વને સૌથી અલગ બનાવે છે. તો આવો જાણીએ તેમના એવા ગુણો વિશે જે તેમની છબીને અલગ બનાવે છે.

દેશભક્ત મોદી

દેશભક્ત મોદી

નરેન્દ્ર મોદી બાળપણથી જ એક દેશભક્ત હતા. માત્ર 17 વર્ષની ઉંમરમાં મોદી 1965ના ભારત-પાક યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા સૈનિકોની સેવા કરવા માટે આગળ આવ્યા. તેમના દરેક કાર્ય અને ભાષણમાં તેમની દેશભક્તિ છલકે છે. તેમના ભાષણ ભારતની જનતામાં દેશભક્તિની ભાવના વધુ જાગૃત કરી દે છે. આ જ કારણ છે કે સ્વચ્છતા અભિયાન સહિત અન્ય મિશનમાં તેમની પ્રેરણાથી હજારો લોકો જોડાયા અને તે સફળ થયુ.

મિસ્ટર પોપ્યુલર

મિસ્ટર પોપ્યુલર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા 9 સપ્ટેમ્બરના રોજ 5 કરોડ થઈ ગઈ. સૌથી વધુ ફોલોઅરની લિસ્ટમાં મોદી 20માં નંબરે છે. તે ટોપ-20માં પહોંચનાર એકમાત્ર ભારતીય છે. વિશ્વના મોટા નેતાઓમાં હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લગભગ 1.4 કરોડ ફોલોઅર પાછળ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં 10.8 કરોડ ફોલોઅર સાથે પહેલા નંબરે છે. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ના અધિકૃત ટ્વિટર અકાઉન્ટના ફોલોઅરની સંખ્યા 3 કરોડને પાર પહોંચી ગઈ છે. મોદીએ જાન્યુઆરી 2009માં ટ્વિટર જોઈન કર્યુ હતુ. ત્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા. મોદીના ટ્વીટરની પ્રસિદ્ધિ 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ વધી ગઈ છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીનો આજે જન્મદિવસ, માના આશીર્વાદ લીધા બાદ પહોંચશે સરદાર સરોવર ડેમ

દુનિયાના ત્રીજા નંબરના સૌથી મોટા નેતા

દુનિયાના ત્રીજા નંબરના સૌથી મોટા નેતા

ગયા વર્ષે થયેલા એક આંતરરાષ્ટ્રીય સર્વેમાં પ્રધાનમંત્રી મોદીને દુનિયા ત્રીજા સૌથી મોટા નેતા માનવામાં આવ્યા હતા. તેમણે રેંકિંગમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુ સહિત દુનિયાના તમામ શક્તિશાળી નેતાઓને પાછળ છોડી દીધા હતા. આ સર્વે ગૉલઅપ ઈન્ટરનેશનલે કર્યો હતો. રેંકિંગમાં જર્મન ચાન્સેલરે એંજેલા મર્કલને પહેલા જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોને ત્રીજુ સ્થાન મળ્યુ હતુ.

શબ્દોમાં છે જાદૂ

શબ્દોમાં છે જાદૂ

સ્વામી વિવેકાનંદને પોતાના ગુરુ માનનાર મોદીજી એક સફળ લેખત અને કવિ પણ છે. તે ગુજરાતીમાં લખે છે અને પોતાનુ મનપસંદ પુસ્તક છે જીવન અને હિંદુ દર્શન. અમુક સમય પહેલા એક અભિયાનમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનું નામ આપ્યુ છે. તે પોતાના ભાષણ સામાન્યતઃ લખતા નથી. એટલે તેમના ભાષણ લોકોના દિલ પર અસર છોડી જાય છે. દેશ જ નહિ વિદેશમાં પણ તેમને સાંભળવા માટે લાખોની ભીડ એકઠી થાય છે.

સેલ્ફીના શોખીન

સેલ્ફીના શોખીન

તે સેલ્ફીના ખૂબ શોખીન છે. જ્યાં પણ મોકો મળે છે ત્યાં તે સેલ્ફી લેવાનુ નથી ભૂલતા. જો એમ કહેવામાં આવે કે ભારતમાં સેલ્ફીને લોકપ્રિય કરવામાં પીએમ મોદીનુ ખાસ્સુ યોગદાન છે તો તે ખોટુ નહિ ગણાય. જો તમે યાદ કરો તો 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ તે રોજેરોજ સેલ્ફી લઈને પોસ્ટ કર્યા કરતા હતા. ત્યારે વર્તમાનની જેમ સેલ્ફી આટલી લોકપ્રિય નહોતી. છબીના પ્રત્યે જાગૃત મોદી હંમેશા પોતાના લુક માટે ઘણા સજગ રહે છે અને હંમેશા પોતાની હેરસ્ટાઈલ પસંદ કરે છે. તેમની ડ્રેસિંગ સેન્સ લોકોને તેમની તરફ આકર્ષિત કરે છે. તે હંમેશાથી ઈસ્ત્રી કરેલા કપડા પહેરવાનુ પસંદ કરે છે. તેમની ડ્રેસ સ્ટાઈલ હજારોની સંખ્યામાં લોકો ફોલો કરે રહ્યા છે.

ટેકનોલોજી પણ પસંદ છે મોદીજીને. મોદીજીની અંદર ટેકનોલોજી માટે ઘણો ઉત્સાહ અને લગન જોવા મળે છે. તે હંમેશા મીટિંગમાં મલ્ટીમીડિયા પર પ્રેઝન્ટેશન આપવાનુ પસંદ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ મોદીજી ઈન્ટરનેટનો રેગ્યુલર ઉપયોગ કરે છે. લોકો દ્વારા લખાયેલા બ્લૉગને વાંચે છે. તેમના પોતાની સાર્વજનિક છબી વિશે હંમેશા પરવા રહે છે. આ ઉપરાંત લેટેસ્ટ ટેકનોલોજી સહિત અન્ય વિષયો વિશે પોતાની માહિતી સદાય અપડેટ કરતા રહે છે. પોતાના વ્યસ્ત સમયમાં પણ તે વાચન માટે સમય જરૂર કાઢી લે છે.

શ્રદ્ધા ભાવ

શ્રદ્ધા ભાવ

દર વર્ષે નવરાત્રિમાં તે પૂરા 9 દિવસ સુધી રોજ 1 ફળ ખઈને વ્રત કરે છે. તેમને ભગવાનામાં ખૂબ શ્રદ્ધા છે. મોદીજી દસમાનો અભ્યાસ કરીને ઘરેથી ભાગી ગયા હતા. તે પશ્ચિમ બંગાળના બેંગલુરુના રામક્રિષ્ણ આશ્રમમાં સાધુ સંતો સાથે રહેવા લાગ્યા અને ઘણી જગ્યાઓએ ફરવા લાગ્યા. ફરતા ફરતા હિમાલય પહોંચી ગયા અને ત્યાં લગભગ 2 વર્ષ સુધી 2 જોડી કપડામાં રહ્યા. પૈસા વગર 2 વર્ષ સુધી ભટક્યા બાદ તેમણે સન્યાસ ત્યાગવાનો નિર્ણય કર્યો અને ઘરે પાછા આવી ગયા.

આરોગ્ય માટે જાગૃત

આરોગ્ય માટે જાગૃત

મોદીજી હંમેશા 5 કલાક સૂવે છે. ક્યારેક ક્યારેત તો આનાથી પણ ઓછુ ઉંઘે છે. તે રાતે ગમે તે સમયે સૂવા માટે જાય પરંતુ સવારે 5.30 વાગે ઉઠી જાય છે. પોતાની સવારની શરૂઆત યોગથી કરે છે. બહુ ઓછા લોકો જાણે છે કે મોદીજીએ પબ્લિક રિલેશન અને ઈમેજ મેનેજમેન્ટમા યુનાઈટેડ સ્ટેટમાંથી 3 મહિનાનો એક કોર્સ કર્યો છે. આના કારણે તે જનતા પર પોતાની વાતોથી ગજબની પકડ બનાવી લે છે. મોદીજી શુદ્ધ શાકાહાહી છે. તેમનુ મનપસંદ ભોજન ભાખરી અને ખિચડી છે. તે સાદુ ભોજન પસંદ કરે છે. પોતાની ફિટનેસ પ્રત્યે તે સદાય જાગૃત રહે છે.

English summary
Narendra Modi, has some special things that make him his personality different. So let us know about his similar qualities that make his image different.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more