For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયપુરમાં મોદી એકઠી કરશે બુર્ખા-ટોપીની ભીડ, રણમાં ખીલવશે કમળ!

|
Google Oneindia Gujarati News

જયપુર, 10 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ નરેન્દ્ર મોદી આજે જયપુરના 'અમરુદો કા બાગ' મેદાનમાં રેલીનું આયોજન કરીને રણમાં કમળ ખીલવવાનો પ્રયત્ન કરવામાં આવશે. રાજસ્થાનમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીની પ્રદેશ અધ્યક્ષા વસુંધરા રાજે સિંધિયા 4 એપ્રિલથી પ્રદેશભરમાં સુરાજ સંકલ્પયાત્રા પર નીકળી હતી. આજે મંગળવારે મોદીના ભાષણથી આ યાત્રાનું સમાપન થશે.

narendra modi

મુસ્લિમો માટે ડ્રેસ કોડ
જયપુરના 'અમરુદો કા બાગ' મેદાનમાં યોજાવા જઇ રહેલી મોદીની રેલી માટે બીજેપીએ મુસ્લિમો માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર રાજસ્થાન બીજેપી નેતાઓને વધારેમાં વધારે લઘુમતીઓને રેલીમાં લાવવાનું આહ્વાન કર્યું છે. સ્થાનીય નેતાઓને આદેશ કરવામાં આવ્યું છે કે મુસ્લિમ પુરુષ ટોપી અને સ્કાર્ફ પહેરીને આવે અને મહિલાઓ બુર્ખામાં આવે. જોકે વસુંધરા રાજે તરફથી આ ડ્રેસ કોડ પર કોઇ નિવેદન સામે આવ્યું નથી.

મોદી ઉપરાંત આ રેલીને બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહ પણ સંબોધિત કરશે. વસુંધરા રાજેએ સુરાજ સંકલ્પ સમાપન રેલી અને જનસભામાં ભાગ લેવા માટે દરેક પ્રદેશવાસીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

English summary
Narendra Modi in jaypur today, will speak in Suraaj Sankalp Yatra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X