• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીએમ નરેન્દ્ર મોદીની મેરઠમાં પહેલી ચૂંટણી રેલીના પાંચ દમદાર ડાયલૉગ

|

લોકસભા ચૂંટણી 2019 માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળી લીધો છે. મેરઠમાં પોતાની પહેલી ચૂંટણી રેલીમાં જ તેમણે વિપક્ષી પાર્ટીઓ પર હુમલો કર્યો એટલુ જ નહિ પરંતુ દેશની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યુ, 'એક તરફ દમદાર ચોકીદાર છે તો બીજી તરફ દાગદારોની ભરમાર છે. સર્જીકલ સ્ટ્રાઈકનું સાહસ પણ ચોકીદારોની સરકારે જ બતાવ્યુ છે. વન રેંક વન પેન્શનનું વચન પણ અમારી સરકારે જ પૂરુ કર્યુ.' પોતાની પહેલી રેલીમાં પીએમ મોદીએ જનતા સામે એક એક મુદ્દો ઉઠાવ્યો પછી તે બેંક અકાઉન્ટ ખોલવાનો ઉલ્લેખ હોય કે પછી પાકિસ્તાન પર કરવામાં આવેલ એર સ્ટ્રાઈકનો. પીએમ મોદીએ કહ્યુ, 'હું મારો હિસાબ તો આપીશ જ અને સાથે સાથે બીજાનો હિસાબ પણ લઈશ. આ બંને કામ સાથે સાથે ચાલશે. ત્યારે જ તો થશે હિસાબ બરાબર. ચોકીદાર છુ ભાઈ, અને ચોકીદાર કોઈ નાઈન્સાફી નથી કરતો. હિસાબ થશે, બધાનો થશે, વારાફરથી થશે.' આ દરમિયાન પીએમ મોદીએ ઘણી તગડી ટિપ્પણીઓ પણ કરી, જુઓ એક નજર...

1. પાકિસ્તાનનો હીરો જોઈએ કે હિંદુસ્તાનનો

1. પાકિસ્તાનનો હીરો જોઈએ કે હિંદુસ્તાનનો

ગુરુવારે ચૂંટણી અભિયાનનો આગાઝ કરવા મેરઠ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચેલા જનસૈલાબને જોઈને કહ્યુ કે જેમે 2019નો જનાદેશ જોવો હોય તે આ જનસૈલાબને જોઈ શકે છે. ભારત મન બનાવી ચૂક્યુ છે. ભારતના 130 કરોડ લોકોમન બનાવી ચૂક્યા છે. દેશમાં એક વાર ફરીથી મોદી સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધનને તેમણે ‘મહામિલાવટી' લોકો કહીને સંબોધિત કર્યા. તેમણે કહ્યુ, ‘મહામિલાવટી લોકો વિચારી રહ્યા છે કે મોદીએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકીઓને કેમ માર્યા. દેશને હિંદુસ્તાનના હીરો જોઈએ કે પાકિસ્તાનના.' પીએમ મોદીએ જેવો આ સવાલ કર્યો કે રેલીમાં હાજર જનતાએ મોદી-મોદીના નારા લગાવવા શરૂ કરી દીધા. તેમણે કહ્યુ, ‘જે રીતે પાકિસ્તાન પર ભારતની સરકારે કાર્યવાહી કરી તેનાથી ઘણા લોકો પરેશાન છે.'

2. સબુત જોઈએ કે સપૂત જોઈએ

સર્જીકલ સ્ટ્રાઈક પર પુરાવા માંગનાર પક્ષો પર સીધો હુમલો કરતા મેરઠની રેલીમાં પીએમ મોદીએ જનતાને પૂછ્યુ, ‘સર્જીકલ સ્ટ્રાઈક પર આપણે સબૂત જોઈએ કે સપુત જોઈએ? મારા દેશના સપૂત જ મારા દેશના સૌથી મોટા સબુત છે. જે સબુત માંગે છે તે સપૂતને લલકારે છે. અમે જમીનથી આસમાન સુધી સર્જીકલ સ્ટ્રાઈક કરી.' તેમણે કહ્યુ, ‘અમુક બુદ્ધિમાન લોકો એવા છે, જ્યારે હું કાલે A-SATની વાત કરી રહ્યો હતો તો એ કન્ફ્યુઝ થઈ ગયા, સમજ્યા હું થિયેટરના સેટની વાત કરી રહ્યો છુ. હવે આવા બુદ્ધિમાન લોકો પર રોઈએ કે હસીએ જેમને થિયેટરના સેટ અને અંતરિક્ષના એન્ટી-સેટલાઈટ મિશન, A-SATની સમજ સુદ્ધા નથી.'

3. ના કોઈ ડગાવી શકશે, ના ડરાવી શકશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, ‘હું કેમ ડરુ, મારી પાસે ગુમાવવા માટે શું છે, જે કંઈ છે તે દેશનું જ આપેલુ છે, તમારુ આપેલુ છે. ના કોઈ ડગાવી શકશે, ના ડરાવી શકશે. દેશ માટે બધુ દાવ પર લગાવી શકુ છે.' તેમણે કહ્યુ, ‘હું કોઈ પ્રકારનો બોજ નથી રાખતો કારણકે મારી પાસે મારુ કશુ નથી, જે કંઈ છે તે દેશનું આપેલુ છે. ચિંતા તો તેમને થાય છે જે ગુમાવવાથી ડરે છે, જેમને વંશ અને વારસાનું વિચારવાનું છે.'

4. ભારત શક્તિશાળી બનવાથી અમુક લોકોના પેટમાં દુઃખ્યુ

મેરઠ રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારત શક્તિશાળી બનવાથી અમુક લોકોના પેટમાં દુઃખી રહ્યુ છે. જમીન હોય, આસમાન હોય કે પછી અંતરિક્ષ સર્જીકલ સ્ટ્રાઈકનું સાહસ તમારા આ ચોકીદારની સરકારે કરીને બતાવ્યુ છે. આજે જ્યારે દેશ પોતાનું સામર્થ્ય વધારી રહ્યો છે, પોતાની તાકાત વધારી રહ્યો અને અંતરિક્ષમાં ચોકીદારી કરી રહ્યો છે તો અમુક લોકોના પેટમાં દુઃખી રહ્યુ છે. આ લોકો ભારતને હંમેશા નબળુ બનાવીને રાખવા ઈચ્છે છે. હું એમનાથી જાણવા ઈચ્છુ છુ કે કોના ઈશારે, કોને ફાયદો પહોંચાડવા માટે તમે લોકો આવુ ઢીલુ વલણ અપનાવતા રહ્યા.

5. બે યુવકોથી બુઆ-બબુઆ સુધી, યુપીને લૂટો વારાફરથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીમાં લોકસભા ચૂંટણી માટે સપા-બસપા ગઠબંધન પર તો નિશાન સાધ્યુ સાથે યુપી ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વચ્ચે થયેલા કોંગ્રેસ અને સપા ગઠબંધન પર પણ નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ, ‘બે યુવકોથી લઈને બુઆ-બબુઆ સુધી બધાની નીતિ રહી, યુપીને લૂંટો વારાફરથી. 2014માં અને 2017માં અહીંના લોકો આમને બતાવી ચૂક્યા છે કે ઉત્તર પ્રદેશને જાતિઓમાં વહેંચવાની કોશિશ હવે સફળ નહિ થાય. બધા જાણી ગયા છે કે જ્યારે દેશ ચાલશે ત્યારે જતો સમાજ પણ બચશે. આ વખતે પણ યુપીની જનતાનો નિર્ણય 2014 અને 2017થી વધુ શાનદાર આવવાનો છે.' મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યુ કે, ‘જે ખાતા નથી ખોલાવી શકતો તે ખાતામાં પૈસા શું નાખશે?'

આ પણ વાંચોઃ રણબીર અને આલિયા DUMB છે, સેક્સ પર વાત કરશે પરંતુ દેશ પર નહિઃ કંગના

English summary
Narendra Modi in Meerut : 5 Dialogue of the First Rally Lok Sabha Elections 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more