For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના મોબાઈલ પર જુઓ લાલ કિલ્લાથી પીએમ મોદીનું લાઈવ ભાષણ

તમે તમારા મોબાઈલ પર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આખુ ભાષણ લાઈવ સાંભળી શકો છો...

|
Google Oneindia Gujarati News

15 ઓગસ્ટે આખો દેશ આઝાદીની ઉજવણી કરશે. રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશની જનતાને પોતાનો સંદેશ આપશે જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો દિલ્હી પહોંચશે. સ્વાતંત્ર્ય દિવસના સમારંભને જોતા દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પરંતુ... જો આપ કોઈ કારણોસર દિલ્હી ના જઈ શકો અથવા ક્યાંક દૂર છો તો તમે તમારા મોબાઈલ પર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આખુ ભાષણ લાઈવ સાંભળી શકો છો. તેના માટે પબ્લિક બ્રોડકાસ્ટર, પ્રસારભારતીએ ગૂગલ અને વીડિયો શેરિંગ સાઈટ યુટ્યુબ સાથે કરાર કર્યા છે.

ગૂગલમાં ટાઈપ કરવાનું રહેશે Independence Day

ગૂગલમાં ટાઈપ કરવાનું રહેશે Independence Day

ડિજિટલ પેઢી સુધી પહોંચવા માટે સ્વાતંત્ર્ય દિવસ પર ગૂગલ પ્રધાનમંત્રીનું ભાષણ લાઈવ બતાવશે. 15 ઓગસ્ટના રોજ તમારે તમારા મોબાઈલ ફોન કે લેપટોપ પર ગૂગલમાં જઈને માત્ર Independence Day ટાઈપ કરવાનું છે અને તમારી સ્ક્રીન પર પીએમ મોદીનું આખુ ભાષણ લાલ કિલ્લાથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીના લાઈવ ભાષણ માટે દૂરદર્શનના યુટ્યુબ પેજ પર જવુ પડતુ હતુ પરંતુ આ વખતે ગૂગલ પર એક સિંપલ સર્ચ જાતે જ તમને દૂરદર્શનના લાઈવ યુટ્યુબ વિંડો પર લઈ જશે.

આ પણ વાંચોઃ Independence Day: પીએમ મોદીને પતંગોથી બચાવવા સ્પેશિયલ ફોર્સ તૈનાતઆ પણ વાંચોઃ Independence Day: પીએમ મોદીને પતંગોથી બચાવવા સ્પેશિયલ ફોર્સ તૈનાત

નમો એપ પર માંગો ભાષણ માટેના વિચારો

નમો એપ પર માંગો ભાષણ માટેના વિચારો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વખતે પણ લોકોને પોતાના ભાષણ માટે નરેન્દ્ર મોદી એપ પર વિચારો મોકલવા માટે કહ્યુ છે. વળી, સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ દેશની જનતાના નામે પોતાનો સંદેશ આપશે. આ અંગે રાષ્ટ્રપતિ ભવનથી નિવેદન જારી કરીને જણાવવામાં આવ્યુ છે કે મંગળવારે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો દેશના નામે સંદેશ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનની હિંદી અને અંગ્રેજી ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ JNU છાત્ર ઉમર ખાલિદ હુમલા કેસમાં શંકાસ્પદ વ્યક્તિ CCTV માં ઝડપાયોઆ પણ વાંચોઃ JNU છાત્ર ઉમર ખાલિદ હુમલા કેસમાં શંકાસ્પદ વ્યક્તિ CCTV માં ઝડપાયો

અમેરિકામાં અપનાવવામાં આવી હતી આ જ પ્રક્રિયા

અમેરિકામાં અપનાવવામાં આવી હતી આ જ પ્રક્રિયા

ઉલ્લેખનીય છે કે ગૂગલ અને યુટ્યુબ દ્વારા મોબાઈલ સ્ક્રીન પર લાઈવ પ્રસારણની આ પ્રક્રિયા અમેરિકામાં વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા ભાષણ દરમિયાન પણ અપનાવવામાં આવી હતી. મોબાઈલ અને ઈન્ટરનેટના વધતા ચલણના કારણે ગૂગલ દ્વારા ડિજિટલ પેઢી સુધી પોતાની વાત પહોંચાડવાનું આ એક ખૂબ જ સશક્ત માધ્યમ માનવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ ઓપિનિયન પોલઃ એમપીમાં કોંગ્રેસ પાર કરી શકે છે બહુમતનો આંકડોઆ પણ વાંચોઃ ઓપિનિયન પોલઃ એમપીમાં કોંગ્રેસ પાર કરી શકે છે બહુમતનો આંકડો

English summary
Narendra Modi Independence Day speech to be Live Streamed on Google.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X