For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર વર્ષ પહેલા કોણે વિચાર્યું હતું કે કોંગ્રેસના નેતાઓને સજા થશેઃ નરેન્દ્ર મોદી

ચાર વર્ષ પહેલા કોણે વિચાર્યું હતું કે કોંગ્રેસના નેતાઓને સજા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક વર્ષો પહેલા કોણે વિચાર્યું હતું કે કોંગ્રેસના નેતાઓને પણ સજા થશે. સિખ રમખાણો સાથે જોડાયેલ એક મામલામાં કોંગ્રેસના સાંસદ સજ્જન કુમારને સોમવારે ઉંમરકેદની સજા ફટકારવામાં આવ્યા બાદ મોદીએ આ વાત કહી છે. એક ચેનલના કાર્યક્રમમાં બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગયા ચાર વર્ષોમાં એવાં ઘણાં કામ થયાં, જે કોઈએ વિચાર્યાં પણ નહોતાં.

ચાર વર્ષ પહેલાં જે ન વિચાર્યું એ થઈ રહ્યું છે

ચાર વર્ષ પહેલાં જે ન વિચાર્યું એ થઈ રહ્યું છે

પીએમ મોદીએ કહ્યું, ચાર વર્ષ પહેલા કોઈએ જ વિચાર્યું નહોતું કે 1984ના સિખ નરસંહારના દોષી કોંગ્રેસ નેતાઓને સજા મળવા લાગશે, લોકોને ન્યાય મળવા લાગશે. ચાર વર્ષ પહેલા કોઈએ નહોતિં વિચાર્યું કે આજે હેલિકોપ્ટર કૌભાંડનો સૌથી મોટો દલાલ ક્રિશ્ચિયન મિશેલ ભારતમાં હશે, બધી જ કડીઓ જોડી રહ્યો હશે.

અમિત શાહે રમખાણોમાં કોંગ્રેસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા

અમિત શાહે રમખાણોમાં કોંગ્રેસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા

પીએમ મોદી પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી કહ્યું, 1984ના રમખાણના પીડિતોએ ન્યાયની પણ આશા ગુમાવી દીધી હતી કેમ કે જે કોઈપણ લોકો આ અપરાધ માટે જવાબદાર હતા, તેમને કોંગ્રેસ તરફથી સંરક્ષણ મળી રહ્યું હતું. દિલ્હી હાઈકોર્ટે જેવી રીતે સજ્જન કુમારને દોષિત ગણાવતાં સજા ફટકારી, આ ફેસલા બાદ સ્પષ્ટ થઈ ગયું કે 1984ના દંગાના દોષિતો ક્યારેય બચી નહિ શકે. 1984ના સિખ વિરોધી દંગામાં કોંગ્રેસની ભૂમિકા પર કોઈને પણ સંદેહ નહોતો. એમના નેતાઓ અને કાર્યકર્તાઓને ભડકાઉ નારા લગાવ્યા, મહિલાઓ પર બળાત્કાર કર્યા અને ક્રૂરતાથી પુરુષોની હત્યા કરી.

શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે સજા ફટકારી

શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે સજા ફટકારી

1984માં દિલ્હીમાં થયેલ સિખ વિરોધી રમખાણો સાથે જોડાયેલ એક મામલામાં સોમવારે દિલ્હી હાઈકોર્ટની ડબલ બેન્ચે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને સજા સંભળાવી. સજ્જન કુમારને રમખાણ ભડકાવવાનો દોષિત ગણાવતા ઉંમરકેદની સજા ફટકારી. તેમણે 31 ડિસેમ્બર સુધી આત્મ સમર્પણ કરવું પડશે, ઉંમરકેદ ઉપરાંત સજ્જન કુમારને 5 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 1984ના આ મામલામાં 34 વર્ષ બાદ આ ફેસલો લીધો છે.

ગુજરાત-મુઝફ્ફરનગર રમખાણોના દોષિતોને પણ સજા મળેઃ કેજરીવાલગુજરાત-મુઝફ્ફરનગર રમખાણોના દોષિતોને પણ સજા મળેઃ કેજરીવાલ

English summary
narendra Modi on 1984 anti Sikh riots Nobody thought Congress leaders will get convicted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X