આજે લાગશે યુપીને રાજકીય રંગ, 3 દિગ્ગજોની રેલી

Google Oneindia Gujarati News

લખનઉ, 2 માર્ચ: મિશન 2014ને લઇને યુપીમાં રાજકીય હલચલ ચાલી રહી છે. આજે પણ યુપીમાં ઘણીબધી રાજકીય હલચલ જોવા મળશે કારણ કે એક સાથે ત્રણ-ત્રણ મોટા નેતા એક બીજાને પડકાર આપવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. મિશન 2014ની રણશીંગૂ ફૂંકાઇ ચૂક્ચૂ છે અને રાજકીય યુદ્ધનું મેદાન તૈયાર છે. અને આ મેદાનમાં એકથી એક ચડીયાતા ધુરંધર નેતાઓ એક બીજાને પડકાર આપવા માટે રેલીઓને સંબોધવા જઇ રહ્યા છે. રાજકીય રેલીઓની કારણે આજે રવિવારે આખા દેશની નજર ઉત્તર પ્રદેશ પર ટરી રહેશે.

દેશની ત્રણ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ આજે યુપીમાં ચૂંટણી રેલીને સંબોધવા જઇ રહ્યા છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી રાજધાની લખનઉના રમાબાઇ આંબેડકર મેદાનમાં હાજર રહેશે. અટકળો લગાવવામાં આવી રહી છે કે રેલીમાં કોંગ્રેસ સાંસદ જગદંબિકા પાલ ઉપરાંત પૂર્વ સાંસદ અને સમાજવાદી પાર્ટી નેતા કીર્તિવર્ધન સિંહ સહિત યુપીના ઘણા મોટા નેતા ભાજપમાં સામેલ થઇ શકશે.

narendra modi
જે વખતે મોદી લખનઉમાં રેલીને સંબોધિત કરી રહ્યા હશે ત્યારે જ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ કાનપુરમાં લોકોને સંબોધિત કરશે. કેજરીવાલની ઉત્તર પ્રદેશમાં આ પહેલી ચૂંટણી રેલી છે. આ પહેલા કેજરીવાલે શનિવારના રોજ ગાઝિયાબાદથી મિશન યુપીની શરૂઆત કરી. આના દ્વારા તેઓ ઘણા શહેરોમાં રોડ શો કરીને રવિવારે કાનપુર પહોંચશે.

અલ્હાબાદમાં સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ અને યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવની પણ ચૂંટણી રેલી છે. મોદી અને મુલાયમ પહેલા પણ એક જ દિવસે રેલીયો કરી એક-બીજાને લલકારી ચૂક્યા છે. છેલ્લા ચાર મહીનેમાં ચોથી તક છે જ્યારે મુલાયમ અને મોદીની ઉત્તર પ્રદેશમાં એક જ દિવસે રેલી થઇ રહી છે.

English summary
Big leaders like Narendra Modi, Arvind Kejriwal and Rahul Gandhi is campaigning aggressively in Uttar Pradesh to get maximum number of seats. Se here the analysis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X