For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામદેવના ભારત સ્વાભિમાન સ્થાપના દિવસ સમારંભમાં મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, યોગ ગુરુ બાબા રામદેવના ભારત સ્વાભિમાન સ્થાપના દિવસ સમારંભમાં ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે તેમની સાથે મંચ પર સાથે દેખાશે. કાર્યક્રમ શરૂ થઇ ચૂક્યો છે, જેનો લાઇવ વીડિયો આપ અહીં જોઇ શકો છો.

આ સમારંભનું આયોજન તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હીમાં થઇ રહ્યું છે. કાર્યક્રમમાં ભાપજના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને વરિષ્ઠ નેતા અને સાંસદ અરૂણ જેટલી પણ હાજરી આપશે.

ramdev
આ અવસરે બાબા રામદેવ અને નરેન્દ્ર મોદી ભારત સ્વાભિમાનના મુદ્દાઓ પર પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે અને દેશની સામે ભારત સ્વાભિમાન આંદોલનના પ્રમુખ ત્રણ મુદ્દા કાળુ નાણુ, ભ્રષ્ટાચાર, અને વ્યવસ્થા પરિવર્તન પર પોતાની સહમતી વ્યક્ત કરશે.

ખાસ વાત એ છે કે આ સમારંભમાં દેશના ઘણા મોટા કવિઓ પણ આવ્યા છે, જે દેશ ભક્તિ સાથે જોડાયેલી કવિતાઓના માધ્યમથી લોકોની અંદર ઉર્જાનું સંચાર કરવાનું કામ કરી રહ્યા છે.

બાબા રામદેવનું નિવેદન
રામદેવે પોતાના વક્તવ્યમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા તેમણે ગાંધી પરિવારને લૂંટારુનો પરિવાર ગણાવ્યો. રામદેવે જણાવ્યું કે રામ, કૃષ્ણ અને ચાણક્ય બાદ હવે ચોથી ક્રાંતિ દેશમાં મોદીના રૂપમાં આવવા જઇ રહી છે.

બાબા રામદેવે નેહરુને મોતના મહાસોદાગર ગણાવ્યા કારણ કે તેમના રાજમાં અસંખ્ય રમખાણો થયા હતા અને હજારો લોકોના મોત થયા હતા. ઉપરાંત તેમણે જણાવ્યું કે 2014માં દેશમાંથી ભ્રષ્ટાચારીઓનો સફાયો થવાનો છે. બાબા રામદેવે તેના માટે લોકોને ભાજપ અને મોદીને વડાપ્રધાન બનાવવા માટે આહ્વાન કર્યું.

બાબા રામદેવે કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહારો જુઓ વીડિયોમાં...

<center><center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/SU8YwMFpNhk" frameborder="0" allowfullscreen></iframe></center></center>

English summary
Gujarat chief minister and BJP PM candidate Narendra Modi will soon attend Baba Ramdev's Bharat Swabhiman Sthapana Divasin New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X