For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ગાંધીની તાજપોશી પર મોદીએ ઈશારા-ઈશારામાં કહી મોટી વાત

પ્રિયંકા ગાંધીને આપવામાં આવેલી જવાબદારી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈશારા-ઈશારામાં કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લાંબી રાહ બાદ છેવટે પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી થઈ ચૂકી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટો નિર્ણય લઈને તેમને પાર્ટીના મહાસચિવ પદની જવાબદારી સોંપી છે. એટલુ જ નહિ પ્રિયંકા ગાંધીને આગામી લોકસભા ચૂંટણીને જોતા પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીને આપવામાં આવેલી જવાબદારી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈશારા-ઈશારામાં કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે અમુક લોકો માટે પરિવાર જ પાર્ટી છે પરંતુ અમારા માટે અહીં પાર્ટી જ પરિવાર છે.

‘મેરા બુથ, સબસે મજબૂત' કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી

‘મેરા બુથ, સબસે મજબૂત' કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મેરા બુથ, સબસે મજબૂત' કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્રમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા કહ્યુ, ‘અમારા પક્ષમાં કોઈ પણ નિર્ણય એ વાતથી નથી થતા કે એક વ્યક્તિ કે પરિવાર શું ઈચ્છે છે અને એટલા માટે કહેવામાં આવે છે કે દેશમાં મોટાભાગે પરિવાર જ પાર્ટી છે પરંતુ ભાજપમાં પાર્ટી જ પરિવાર છે.'

‘અમારે ત્યાં પાર્ટી જ પરિવાર છે'

કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ આગળ કહ્યુ, ‘ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે, કાર્યકર્તાઓ દ્વારા બનાવવામાં આવેલી પાર્ટી છે અને દેશ માટે સમર્પિત પાર્ટી છે. જો કોઈ પાર્ટી છે જે વાસ્તવમાં લોકતાંત્રિક સિદ્ધાંતોનું પાલન કરે છે તો તે ભારતીય જનતા પાર્ટી છે, લોકતંત્ર અમારા સંસ્કારોમાં છે. ભાજપ એ પક્ષ છે, જે ભારતના લોકતંત્રની સુરક્ષામાં હંમેશા સૌથી આગળ રહ્યુ છે. અમારા કાર્યકર્તા લોકોના હિતોની લડાઈ લડી રહ્યા છે.'

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસમાં સોંપવામાં આવી મોટી જવાબદારી

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસમાં સોંપવામાં આવી મોટી જવાબદારી

પીએમ મોદીએ આગળ કહ્યુ, ‘અમારો વિરોધ કોંગ્રેસની સંસ્કૃતિ સાથે છે. કોંગ્રેસ મુક્ત દેશનો અર્થ કોંગ્રેસ મુક્ત સંસ્કૃતિથી છે. તેમણે મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યુ કે પશ્ચિમ બંગાળની સરકાર લોકતાંત્રિક રીતે ચૂંટણી ન થવા દીધી કારણકે તે જાણતા હતા કે જો સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થતી તો તેમણે બહુ ખરાબ રીતે હારનો સામનો કરવો પડતો. તે તાનાશાહીના રસ્તે નીકળી પડ્યા છે પરંતુ અમે લોકશાહી માટે પ્રતિબદ્ધ છે.'

કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર

કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર

આ પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે મહત્વનો નિર્ણય લઈને પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવના પદ પરથી કાર્યમુક્ત કરી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ કે સી વેણુગોપાલને રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. એક તરફ પ્રિયંકા ગાંધીને પૂર્વી ઉત્તર પ્રદેશનો પ્રભાર આપવામાં આવ્યો છે તો બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળી રહેલ ગુલામ નબી આઝાદને હવે હરિયાણાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ બેથી વધુ બાળક હોવા પર મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએઃ રામદેવ બાબાઆ પણ વાંચોઃ બેથી વધુ બાળક હોવા પર મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએઃ રામદેવ બાબા

English summary
Narendra Modi reacts on Priyanka Gandhi appointment as Congress General Secretary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X