For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ જેમને નમન કર્યું, એ ગલબાભાઇ નાનજીભાઇ પટેલ કોણ હતા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમણે પોતાના ભાષણમાં ગલબાભાઇની તપસ્યાને નમન કર્યાં હતા. આ ગલબાભાઇ નાનજીભાઇ પટેલ કોણ હતા? વાંચો અહીં..

By Shachi
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડીસા ખાતેના પોતાના ભાષણમાં ગલબાભાઇ નાનજીભાઇનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું ગલબાભાઇની તપસ્યાને નમન કરું છું. આ ગલભાભાઇ કોણ હતા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા દુગ્ધ સહકારી ડેરી સંયંત્રની સાથે બીજી ઘણી લોક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે. બનાસકાંઠાના ડીસામાં જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, હું અહીં વડાપ્રધાન તરીકે નહીં, પરંતુ આ ધરતીના સંતાન તરીકે આવ્યો છું. હું આ ધરતીને નમન કરું છું. ગલબાભાઇની તપસ્યાને નમન કરું છું, જેમણે નાની-નાની દૂધ મંડળીઓ દ્વારા શરૂઆત કરી હતી અને દૂધ ઉત્પાદનના ક્ષેત્રને એક નવી દિશા આપી હતી.

ડીસામાં પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વના મુદ્દાડીસામાં પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વના મુદ્દા

galbabhai

અહીં પીએમ નરેન્દ્ર મોદીએ જે ગલબાભાઇનો ઉલ્લેખ કર્યો છે, તેમણે '60ના દાયકામાં બનાસકાંઠામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે સાહસિક અને ક્રાંતિકારિ નિર્ણયો લીધા હતા.

ઉત્તર ગુજરાતમાં તેઓ ગલબાકાકાના નામે જાણીતા થયા હતા. '60ના દાયકામાં તેમણે બનાસકાંઠામાં 'બનાસ ડેરી'ની શરૂઆત કરી હતી. આ બનાસ ડેરીનાં ઉત્પાદનોને જ આજે આપણે 'અમૂલ' નામથી ઓળખીએ છીએ.

PM મોદી જે ચીઝ પ્લાન્ટનું ઉદઘાટન કરશે, તે કાર્યક્રમની 5 ખાસ વાતોPM મોદી જે ચીઝ પ્લાન્ટનું ઉદઘાટન કરશે, તે કાર્યક્રમની 5 ખાસ વાતો

નાનકડી શરૂઆતને મળી વૈશ્વિક સફળતા

આજે અમૂલ દૂધ ઉત્પાદનના ક્ષેત્રે મોટું નામ છે. પરંતુ ઇ.સ.1969માં ગલબાભાઇએ નાની-નાની 8 દૂધ મંડળીઓ દ્વારા આ બનાસ ડેરી શરૂ કરી હતી. ગલબાભાઇની આ નાનકડી શરૂઆતે પશુ-પાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રના નવાં રસ્તાઓ ખોલી આપ્યા.

ઇ.સ.1969માં નાના સ્તરે શરૂ થયેલી આ જ બનાસ ડેરી આજે દૂધ ઉત્પાદનમાં એશિયામાં નંબર 1 છે. બનાસ ડેરીના ઉત્પાદનો આજે બનાસ, સાગર અને અમૂલના નામે બજારમાં ઉપલબ્ધ છે.

અચરજની વાત તો એ છે કે ઇ.સ.1969માં બનાસ ડેરીનો પાયો નાંખ્યાના ચાર જ વર્ષમાં ઇ.સ.1973માં ગલબાભાઇનું નિધન થઇ ગયું હતું. પરંતુ એમની દૂરદર્શિતાને કારણે આ ચાર વર્ષ દરમિયાનમાં શ્વેતક્રાંતિના બીજ નંખાઇ ગયા હતા. દુનિયા આજે પણ તેમને શ્વેતક્રાંતિના જનક તરીકે યાદ કરે છે.

બનાસકાંઠા રણવિસ્તાર હોવાને કારણે ત્યાં પહેલા અનહદ ગરીબી હતી, પરંતુ બનાસ ડેરીની સ્થાપના સાથે ગરીબી દુર થવાની શરૂઆત થઇ અને ત્યાર બાદ સુખની જે લહેર આવી તેને કારણે બનાસકાંઠાના લોકો આજે પણ ગલબાભાઇને યાદ કરે છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે કહ્યું એમ, રણની ધરતીને સોનામાં બદલી નાંખી.

English summary
Who is Galbabhai Nanjibhai Patel? Narendra Modi remembered him in his Banaskantha speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X