PM શપથ સમારોહમાં આ પરિધાનમાં દેખાશે નરેન્દ્ર મોદી

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 મે : આપણા દેશમાં અભિનેતા હોય કે નેતા તેમના જીવનમાં ફેશનનું ઘણું મહત્વ હોય છે. આજે વ્યક્તિની પ્રથમ છાપ અને ઓળખ તેના કપડાંથી જ થાય છે. આ જ કારણ છે કે દેશના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ સમારંભમાં પહેરવા માટેનો તેમનો ડ્રેસ એક ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

આ ફેશન ડિઝાઇનરને ખાસ સૂચના આપવામાં આવી છે કે નરેન્દ્ર મોદીનો ડ્રેસ એવો હોવો જોઇએ કે તેમનું વ્યક્તિત્વ ઉભરીને દેખાય. નરેન્દ્ર મોદીના શપથ સમારંભ માટેના કોશ્ચ્યુમને સાંઇ સુમને તૈયાર કર્યો છે. સાંઇ સુમન અંગે કહેવામાં આવે છે કે તેમની ડિઝાઇન્સ માત્ર રાષ્ટ્રીય સ્તરે નહીં પરંતુ આંતર રાષ્ટ્રીય સ્તરે પણ વખણાય છે.

સાંઇ સુમન ટ્રે઼ડિશનલ અને વેસ્ટર્ન વસ્ત્રોમાંથી ફ્યુઝન તૈયાર કરવા માટે જાણીતા છે. આ કારણે જ તેમના પર પસંદગી ઉતારવામાં આવી છે. જેથી ગુજરાતની માટીની સુગંધ ભારત સહિત વિશ્વમાં પ્રસરાવી શકાય. કારણ કે નરેન્દ્ર મોદી પોતાના વસ્ત્રોમાં પોતાની પરંપરાને ઝલકતી જોવા માંગતા હતા.

આમ પણ નરેન્દ્ર મોદી અત્યાર સુધી પોતાના વસ્ત્રોને કારણે ઘણા ચર્ચામાં છે. તેમના વસ્ત્ર પરિધાન તેમના વ્યક્તિત્વને નિખારવામાં મહત્વની રહી છે.

કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી 21 મેના રોજ વડાપ્રધાન પદના શપથ લઇ શકે છે. આ પ્રસંગે તેમને જોવા માટે લાખો લોકો જમા થવાના છે. આવા સમયે નરેન્દ્ર મોદી કેવા વસ્ત્રો પહેરે છે તે જોવા માટે લોકોને ભારે ઇંતેજારી છે. આવો મેળવીએ તેમના વસ્ત્ર પરિધાનનો એક ખ્યાલ...

નરેન્દ્ર મોદીનો કોટ

નરેન્દ્ર મોદીનો કોટ

આ છે નરેન્દ્ર મોદીનો કોટ. નરેન્દ્ર મોદીના હળવા રંગો ખાસ પસંદ છે. આમ પણ નેતાઓને સફેદ વસ્ત્રો જ પહેરતા જોવામાં આવ્યા છે. જો કે નરેન્દ્ર મોદી સફેદ સિવાયના હળવા રંગો પહેરવાનું પસંદ કરે છે.

બટનમાં કમળનું ફૂલ

બટનમાં કમળનું ફૂલ

નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં હંમેશા કમળને પોતાની સાથે રાખ્યું, તેથી હવે તેઓ પોતાના વસ્ત્રોમાં પણ કમળને સાથે લઇને ફરશે. નરેન્દ્ર મોદીના પોશાક પર બટનમાં કમળની છાપ લાગેલી છે.

સમગ્ર ડ્રેસ

સમગ્ર ડ્રેસ

નરેન્દ્ર મોદી પોતાના શપથ સમારંભમાં આ ડ્રેસ પહેરશે.

નેતા ટાઇપ કપડાંને ટાટા

નેતા ટાઇપ કપડાંને ટાટા

નરેન્દ્ર મોદી પોતાની આગવી છાપ ઉભી કરવા માટે જાણીતા છે. તેમણે નેતાઓના વસ્ત્રોમાં મોદી બ્રાન્ડ ઝભ્ભાને લોકપ્રિય બનાવ્યો છે.

પારંપરિક વસ્ત્રોના શોખીન છે મોદી

પારંપરિક વસ્ત્રોના શોખીન છે મોદી

નરેન્દ્ર મોદી પારંપરિક વસ્ત્રોના શોખીન છે. તેઓ હંમેશા એવા વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે જે તેમનો પ્રભાવ વધારી શકે.

English summary
Narendra Modi will take Prime Minister oath on 21st of May. International fashion designer Sai Suman has designed the dress for Modi that he will be seen wearing at his oath ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X