વારાણસીની જનતા પર ઓવારી ગયા મોદી, કંઇક આ રીતે માન્યો આભાર

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે આખો દિવસ મીડિયામાં છવાયેલા રહ્યા. નરેન્દ્ર મોદીએ આજે વારાણસી બેઠક માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા નરેન્દ્ર મોદીએ એવી જ તર્જનો ભવ્ય રોડ શૉ કર્યો જેવી રીતે વડોદરામાં ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા કર્યો હતો.

પરંતુ ખુદ નરેન્દ્ર મોદીએ પણ આવું વિચાર્યું નહીં હોય કે તેમને વારાણસીની જનતાનો આટલો બધો સાથ સહકાર મળશે. જોકે નરેન્દ્ર મોદી દરેક કાર્ય આયોજનપૂર્વક જ કરે છે. વારાણસીમાં ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે મોદીએ આજના દિવસની જ પસંદગી પાછળ ચોક્કસ કારણ છૂપાયેલું છે, અને તે એ કે આજે 12 રાજ્યોમાં 117 બેઠકો માટેની ચૂંટણી થઇ રહી છે, અને મોદીને એ વાતનો ખ્યાલ હતો કે વારાણસીમાં કંઇક આવી જ સ્થિતિ સર્જાવાની છે અને દેશભરના મીડિયાની નજર તેમના પર જ રહેશે.

જોકે મોદીએ જે વિચાર્યું હતું તેના કરતા કંઇક વધારે જ વારાણસીની જનતાનો તેમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો. ઉમેદવારી પત્ર દાખલ કરવા જતી પહેલા મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં લખ્યું હતું કે 'આજે હું વારાણસીથી મારું ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યો છું, હું તમારા સાથ સહકારની આશા સેવી રહ્યો છું.' ત્યારબાદ મોદી જ્યારે કાશી પહોંચ્યા ત્યારે વારાણસીની જનતા તેમનું ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત કર્યું. નરેન્દ્ર મોદી વારાણસીની જનતાનો આવો પ્રેમ જોઇને તેમની પર ઓવારી ગયા અને બે હાથ જોડીને તેમને નતમસ્તક થઇ ગયા...

જુઓ મોદીએ કેવી રીતે માન્યો વારાણસીની જનતાનો આભાર...

નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વિટ..

મોદીએ સવારે ટ્વિટ કરીને પોતે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે તે જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ પાર્ટીનો માન્યો આભાર..

મોદીએ આજે ટ્વિટ કરીને તેમને વારાણસીથી લડવા લેવા બદલ પાર્ટીનો આભાર માન્યો.

કાર્યકર્તાઓનો માન્યો આભાર

એ પછીના ટ્વિટમાં મોદીએ દેશભરમાં ખડેપગે કામ કરતા કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો.

બ્લોગ વિશે જણાવ્યું

મોદીએ વારાણસી પર પોતાના વિચારો અંગે બ્લોગ વિશે જણાવ્યું...

મોદીએ વારાણસીનો માન્યો આભાર.

મોદીએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ પોતાના ટ્વિટર પર વારાણસીની જનતાનો આભાર માન્યો અને જણાવ્યું કે તમારા સ્નેહને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.

મા ગંગાના કહેવાથી અહી આવ્યો છું...

મોદીએ એ પછીના ટ્વિટમાં લખ્યું કે વારાણસીમાં મને આવતા એવું લાગ્યું 'જાણે કોઇ બાળક તેની માતા પાસે જતું હોય. મા ગંગાના સંકેતથી હું આ પવિત્ર ધરતી પર આવી શક્યો છું.'

મોદીએ કાર્યકર્તાઓનો આભાર માન્યો

વારાણસીમાં ભવ્ય સ્વાગતની તૈયારી માટે મોદીએ કાર્યકર્તાનો આભાર માન્યો...

પોલીસ અધિકારીઓનો માન્યો આભાર

મોદીએ ટ્વિટ કરીને રોડ શૉ દરમિયાન સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને જાળવણી બદલ પોલીસ અધિકારીઓનો આભાર માન્યો...

English summary
Lok Sabha Election 2014: Narendra Modi says 'Thank you Varanasi. No words will describe the affection you have showered today. Truly touched'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X