'મોદી હૈ કે માનતા નહી' રાહુલને ફરી કહ્યું શહેજાદા
જયપુર, 26 ઓક્ટોબર: શુક્રવારે ઝાંસીમાં મોટી રેલીને સંબોધ્યા બાદ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ઉદેપુરમાં મોટી રેલીને સંબોધવા જઇ રહ્યા છે. નરેન્દ્ર મોદીને સાંભળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે.
ભાજપના નેતા જી.સી કટારીઆએ પત્રકારોને જણાવ્યું કે આ રેલીમાં ઉદેપુરના આદિવાસી વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યા આવી પહોંચે તેવી શક્યતા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પાર્ટીનો રાજસ્થાન વિધાનસભા માટેનો ચૂંટણી ઢંઢેરો બસ તૈયાર થઇ ગયો છે અને તેને શુક્રવારે પાર્ટીના પ્રદેશ પ્રમુખ વસુંધરા રાજેને સોંપી દેવાયું છે.
Upadate: 5.32
નરેન્દ્ર મોદીએ વસુંધરા રાજેનો આભાર વ્યક્ત કર્યો
રેલીમાં લોકોની ભીડથી ઉત્સાહિત નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ' આ દ્વશ્ય કહે છે, હવાની દિશા શું છે. આવું પહેલીવાર બન્યું છે કે આ સ્ટેડિયમ કોઇ નેતાની રેલી માટે ભરાઇ ગયું છે. નરેન્દ્ર મોદીએ મહારાણા પ્રતાપને યાદ કરતાં મેવાડની ધરતીને પ્રણામ કર્યા. તેમને ઉદયપુર રેલી માટે પોતાના આમંત્રિત કરવા માટે વસુંધરા રાજેનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચોરીની બાઇક પર ગોપાલગઢમાં ફર્યા રાહુલ ગાંધી: મોદી
કોંગ્રેસ દ્વારા ધમકી મળ્યા બાદ થોડીવાર પછી આ રેલીમાં નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી ફરીથી શહેજાદા કહી સંબોધ્યા અને તેમના પર તીર તાક્યું. તેમને કહ્યું હતું કે તમારા રાજસ્થાનમાં શહેજાદા આવ્યા હતા અને તે શું બોલીને ગયા, હજુ સુધી કોંગ્રેસના લોકો સમજી શક્યા નથી. બીજાની વાત છોડો. શું કહ્યું, કોના માટે કહ્યું, કેમ કહ્યું, એ કોઇને ખબર નથી. શહેજાદાને પોતાના મુખ્યમંત્રી પર વિશ્વાસ નથી. વિશ્વાસ હોત તો તે રાજ્ય સરકારને અંધારામાં રાખીને તેમના નેતા ચોરીછુપે અચાનલ ગોપાલગઢ ન પહોંચતા. તે ચોરીની મોટરસાઇકલ પર બેસીને આવ્યા હતા. એવા લોકો રાજસ્થાનની જનતાને ઉપદેશ આપે છે. જે સરકાર પર તેમના શહેજાદાને વિશ્વાસ નથી, તેવી સરકાર રહેવાનો હક નથી.
નરેન્દ્ર મોદીએ અલ્પસંખ્યકોની સુરક્ષાના મુદ્દે પણ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમને કહ્યું હતું કે 'ગેહલોત સરકારના શાસનકાળમાં 25 મોટા રમખાણો થયા, 80થી વધુ છમકલા થયા જેમાં કેટલાય નિર્દોષો મોતને ભેટ્યાં. રાજ્યમાં અલ્પસંખ્યક સુરક્ષિત નથી. રાજસ્થાનના અલ્પસંખ્યક પંચે પણ આના માટે ગેહલોત સરકારની ટીકા કરી હતી.
ગેહલોત સરકારના મંત્રીઓ પર લાગેલા યૌન શોષણના આરોપોને લઇને પણ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમને કહ્યું હતું કે શું આજના માહોલમાં રાજસ્થાનની કોઇ માતા, બહેન અથવા પુત્રી કોઇ મંત્રીને મળવાની હિંમત કરશે? અહીં લોકતંત્રની મજાક ઉડાવવામાં આવે છે. કોંગ્રેસનો અહંકાર સાતમા આસમાને છે.
કાનપુર, ઝાંસીની જેમ અહી પણ સ્થાનિક મુદ્દાઓ પર નરેન્દ્ર મોદીએ કટાક્ષ કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કેટલાક દિવસોથી અહીં ઉદઘાટનનો માહોલ બનેલો છે. બજારમાં કાતર મળતી નથી. જે લોકો પાંચ વર્ષથી ખિસ્સા કાપતાં રહ્યાં તે આજકાલ ઉદઘાટન કરી રહ્યાં છે.
પ્રજાની નબળી નસ પકડતાં મોંઘવારી પર આજે નરેન્દ્ર મોદીએ આકરાં પ્રકાર કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડુંગળીનું ઉત્પાદન પાંચ ટકા ઓછું થયું છે. પરંતુ તેની કિંમતમાં 1500 ટકાનો વધારો થયો છે.
રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જેવી રીતે ટીવીમાં ફેમિલિ સીરિયલ હિટ થાય છે તે પ્રમાણે આજકાલ રાહુલ ગાંધી ફેમિલી સીરિયલ ચલાવી રહ્યાં છે. કોંગ્રેસ સીબીઆઇનો દુરૂપયોગ કરે છે. સીબીઆઇ વસુંધરા રાજે સુધી પહોંચવા માંગે છે. સીબીઆઇ ડરાવવાનું કામ કરે છે.
Upadate: 5.18 PM
વસુંધરા રાજે
વસુંધરા રાજેએ સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને 'સદીના વિકાસ પુરૂષ' અને દેશના ભાવિ વડાપ્રધાન ગણાવ્યા હતા. તેમને રાજ્યમાંથી કોંગ્રેસને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનું આહવાન કર્યું હતું. તેમને કહ્યું હતું કે ગત 60 વર્ષોથી કોંગ્રેસે દેશને લૂટ્યો છે. તેમને આપણા સપનાઓને લૂંટી લીધા, આપણી ઇજ્જત લૂંટી લીધી, આપણી રોજી-રોટી લૂંટી લીધી. અહી તમે લોકોને જઇને કહી શકું કે મેવાડ વિસ્તારમાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકીવાની શરૂઆત થઇ ગઇ છે.
કટારિયાએ જણાવ્યું કે આ વખતના મેનિફેસ્ટોમાં 2008ના મેનિફેસ્ટોમાંથી મુખ્ય મુદ્દાઓને નવા એજન્ડાની સાથે આવરી લેવાયા છે. આ ઉપરાંત સમાજના દરેક સેક્ટરમાંથી પ્રસ્તાવોને પણ આમંત્રિત કરાયા છે.
આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે 200 વિધાનસભા બેઠકોના સામાન્ય મુદ્દાઓ અને માંગોને આ મેનિફેસ્ટોમાં આવરી લેવાયા છે. આ રેલી ઉદેપુરના ગાંધી મેદાનમાં યોજાવા જઇ રહી છે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીએ પોતાની ઝાંસી રેલીમાં લોકોને એવું આશ્વાસન આપ્યું હતું કે 'હું તમારી આગળ આંસુ સારવા નથી આવ્યો, હું અહીં તમારા આંસુ લુછવાનો સંકલ્પ કરીને આવ્યો છું.' તેમણે જણાવ્યું હતું કે 'આપે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા ભાજપને માત્ર 60 મહિના આપીને જુઓ અમે દેશની તસવીર અને તકદીર બદલી નાખીશું.'