PMO પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કાર્યભાર સંભાળ્યો

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મે: દેશના 15માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનું કાર્યભાર સંભાળી લીધું છે. આજે સવારે મોદી પહેલા સાઉથ બ્લોકમાં હાજર વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યા. જ્યાં પીએમઓના અધિકારીઓએ બૂકે આપીને તેમનું સ્વાગત કર્યું. મોદી 15થી 17 મિનિટ પીએમઓમાં રહ્યા. તેમણે કેટલીંક ઔપચારીકતા પૂરી કરી. કામકાજ સંભાળ્યા પહેલા તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીરને ફૂલ ચઢાવ્યા. ત્યારબાદ તેઓ હૈદરાબાદ હાઉસ માટે નીકળી ગયા.

મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ નેતાઓ સાથે દ્વિપક્ષીય વાર્તા કરી રહ્યા છે. એક નેતા સાથે લગભગ 20 મિનિટ સુધી વાત થશે. મોદી સૌથી પહેલા સવારે 9.30 વાગ્યે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઇ સાથે મુલાકાત પણ કરી. ત્યારબાદ માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ ગયૂમ સાથે મુલાકાત કરી, 10.30 વાગ્યે મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે સાથે મુલાકાત કરી. બપોરે 12.30 વાગ્યે મોદી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે અને 1 વાગ્યે બાંગ્લાદેશ વિધાનસભાની સ્પિકર શિરીન ચૌધરીને મળશે.

જુઓ વડાપ્રધાન મોદીએ પીએમઓ પહોંચીને શું કર્યું...

મોદી પહોંચ્યા પીએમઓ

મોદી પહોંચ્યા પીએમઓ

દેશના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પીએમ તરીકે આજે પહેલો દિવસ હતો, નરેન્દ્ર મોદી સવારે 8 વાગ્યા બાદ પીએમ ઓફીસ આવ્યા હતા.

મહાત્મા ગાંધીની છબી

મહાત્મા ગાંધીની છબી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમઓમાં મહાત્મા ગાંધીની છબીની સ્થાપના કરી અને તેની પર ફુલ ચડાવ્યા.

મોદી પોતાના સંસ્કારો ભૂલ્યા નથી

મોદી પોતાના સંસ્કારો ભૂલ્યા નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમઓમાં મહાત્મા ગાંધીની છબીની સ્થાપના કરી અને તેની પર ફુલ ચડાવી પોતાના સંસ્કાર તાદૃશ કરાવ્યા છે.

મોદી આખરે પીમની ખુરશી પર બેઠા

મોદી આખરે પીમની ખુરશી પર બેઠા

અથાગ સંઘર્ષ અને મહેનત બાદ મોદીએ આજે વડાપ્રધાનની ખુરશી પર બેસવાનું સુખ માણ્યું.

મોદીએ કામ શરુ કર્યું

મોદીએ કામ શરુ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યની શરૂઆત કરતા ફાઇલ ચેક કરી હતી.

મોદીએ કર્યા કંકૂના

મોદીએ કર્યા કંકૂના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફાઇલો સાઇન કરીને કાર્યકાળનું ઉદઘાટન કર્યું હતું.

વડાપ્રદાન નરેન્દ્ર મોદી

વડાપ્રદાન નરેન્દ્ર મોદી

વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ પીએમઓમાં આવ્યા બાદ વિદેશી પ્રમુખો સાથે મુલાકાત શરૂ કરી હતી.

English summary
Narendra Modi starts work from PMO today, see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X