રજનીકાંત સાથે મુલાકાત કરશે મોદી, માંગશે સમર્થન!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત સાથે ચેન્નઇમાં તેમના ઘરે અંગત મુલાકાત કરી શકે છે. નરેન્દ્ર મોદી દક્ષિણના સુપર સ્ટાર સાથે લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે સમર્થન માંગી શકે છે. ભાજપા મહાસચિવ તથા તમિલનાડુ પ્રભારી પી મુરલીધર રાવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર કહ્યું નરેન્દ્ર મોદી સિનેમાના સુપરર સ્ટાર રજનીકાંત સાથે આજે ચેન્નઇ સ્થિત તેમના ઘરે મુલાકાત કરશે. ભાજપના સૂત્રોએ કહ્યું કે પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર એક જનસભાને સંબોધિત કરવા માટે ચેન્નઇમાં જશે પરંતુ તે પહેલાં તે સાંજે લગભગ પાંચ વાગે રજનીકાંત સાથે અંગત મુલાકાત કરવા માટે તેમના ઘરે જશે.

તેમને પૂછવામાં આવ્યું હતું કે આ મુલાકાતની લોકસભા ચૂંટણી પર અસર પડશે, સૂત્રોએ કહ્યું હતું કે આ એક ખાનગી મુલાકાત છે પરંતુ સાથે જ એ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને ચૂંટણીને અલગ ન કરી શકાય. ભાજપના નેતાઓને પહેલાં આશા વ્યક્ત કરી હતી કે પાર્ટીને રજનીકાંત પાસેથી કંઇક સહયોગ મળશે જેની ના ફક્ત તમિલનાડુ પરંતુ અન્ય રાજ્યોમાં પણ ગાઢ અસર વર્તાશે. ભાજપના તમિલનાડુના રાજકારણમાં ના માત્ર આધાર રહ્યો છે પરંતુ કેટલાક સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કર્યા બાદ તે આ વખતે સારા પ્રદર્શનની આશા કરી રહ્યું છે.

modi-rajani

મોદી અને રજનીકાંતની મુલાકાતથી તમિલનાડુમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ પર ઉંડો પ્રભાવ પડી શકે છે. ભાજપ માટે એક પદાધિકારીએ બંનેની મુલાકાતને શિષ્ટાચાર પૂર્ણ મુલાકાત ગણાવી છે. 2004ની ચૂંટણી પહેલાં રજનીકાંતે એઆઇએડીએમકે અને ભાજપના પક્ષમાં નિવેદન આપ્યું હતું. આ પહેલો અવસર હતો જ્યારે સામાન્યતયા મિતભાષી અને કોઇપણ રાજકીય પક્ષ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત નહી કરનાર રજનીકાંતે નિવેદન આપ્યું હતું.

English summary
BJP’s Prime Ministerial candidate and star campaigner Narendra Modi is likely to visit superstar Rajnikanth at his Chennai residence on Sunday for a “personal meeting.”
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X