For Quick Alerts
For Daily Alerts
આજે પહેલા ઓડીસા અને પછી નાગપૂર જશે નરેન્દ્ર મોદી
ભુવનેશ્વર, 16 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે ઓડીસા જવા માટે રવાના થશે, જ્યાંથી તેઓ નાગપૂર જઇને મોહન ભાગવત સાથે મુલાકાત કરશે.
મોદી ઓડીસાથી 65 કિમી દૂર પુરીમાં જશે, જ્યાં તેઓ જગન્નાથ મંદિરમાં દર્શન કરશે. રાજ્યના ભાજપા અધ્યક્ષ કનક વર્દ્ધન સિંહદેવે જણાવ્યું કે રાજ્યના કાર્યકર્તા મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. અમે સૌ મોદીજીની સાથે જગન્નાથ મંદિર પણ જઇશું. મોદી સાથે સંકળાયેલા
સૂત્રોનું કહેવું છે કે મોદીની આ રાજનૈતિક નહીં પરંતુ એક વ્યક્તિગત મુલાકાત છે. અત્રે નરેન્દ્ર મોદી શંકરાચાર્ય સાથે પણ મુલાકાત કરશે. લંચ દરમિયાન મોદી પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કરશે.
ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે મોદી ભગવાન જગન્નાથ આશીર્વાદ લેશે, સારા પ્રશાસન અને દેશના લોકોની સારી સ્થિતિ માટે તેઓ ભગવાન પાસે પ્રાર્થના પણ કરશે. ત્યારબાદ નરેન્દ્ર મોદી નાગપૂર જવા માટે રવાના થશે જ્યાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતની સાથે મુલાકાત કરશે.