For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા દિવસે જ પીએમ મોદીએ રચ્યો ઇતિહાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 મેઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ બાદ મંગળવારે પોતાનો પદભાર સંભાળી લીધો. મોદીએ પીએમની પદવી હાંસલ કરતાની સાથે જ એક્શન મૂડ બનાવી લીધો છે. મોદીનો પહેલો દિવસ બેઠકો અને મુલાકાતોમાં વ્યસ્ત રહ્યો. તમામ વ્યસ્તતાઓ વચ્ચે પણ મોદીએ પહેલા જ દિવસે ઇતિહાસ રચી દીધો.

modiofice
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સહિત સાર્કના સાત સભ્ય દેશોના પ્રમુખો સાથે સારી અને સાર્થક મુલાકાત કરવાથી લઇને વિદેશોમાં જમા કાળા નાણાની તપાસ માટે એસઆઇટીની રચના કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મંગળવારે નવ ગઠિત મંત્રી મંડળ સાથે પહેલી બેઠક પણ કરવામાં આવી.

મોદીએ જે હસ્તીઓ સાથે મુલાકાત કરી તેમાં માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા અમીન અબ્દુલ ગયુમ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે, ભુટાનના વડાપ્રધાન ત્શેરિંગ તોબ્ગેય, મારિશસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ અને નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા સામેલ છે. આ નેતાઓ સાથે અમુક અંતરે મુલાકાત કર્યા બાદ મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરી.

અંદાજે 45 મીનિટ સુધી ચાલેલી મુલાકાત દરમિયાન તેમણે આતંકવાદ સહિત અને બાબતો પર ચર્ચા કરી. બન્ને પક્ષોએ પોતાના તણાવભર્યા સંબંધોમાં નવો અધ્યાય જોડવાની આશા જાહેર કરી. મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કર્યા બાદ પોતાના મંત્રી મંડળ સાથે પહેલી બેઠક કરી. બેઠક બાદ કાયદો અને સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે જાહેરાત કરી કે ભાજપ સરકારે વિદેશોમાં જમા કાળા નાણાની તપાસ કરવા મટે સર્વોચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત જજ એમ.બી. શાહની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે, આ સંતોષનો વિષય છેકે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કાળા નાણા લાવવા માટે અમે એસઆઇટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. ઉચ્ચ સ્તરના નાણાકીય, રાજસ્વ અને આર્થિક પ્રબંધન એસઆઇટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ દેશની નવી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

English summary
Prime Minister Narendra Modi and his cabinet got down to work during its very first meeting afternoon. They set up a SIT under two retired Supreme Court judges to probe black money stashed abroad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X