• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દલિતોના પગ ધોઈને શું ચૂંટણી કુંભ પાર કરી શકશે પીએમ નરેન્દ્ર મોદી?

|
Google Oneindia Gujarati News

કુંભમાં ડૂબકી લગાવીને રાજકારણમાં ઉભરવાની કોશિશનું વધુ એક ઉદાહરણ સામે આવ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ કુંભમાં ડૂબકી લગાવીને 130 કરોડ લોકો માટે પ્રાર્થના કરી છે. કહી શકાય કે પોતાને 130 કરોડ લોકોના પર્યાય બનાવી શકાય તે માટે ડૂબકી લગાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુંભમાં ડૂબકી બાદ પાંચ સ્વાસ્થ્યકર્મીઓના પગ પણ ધોયા છે. આ ઘટના રાજકીય રીતે ખૂબ મહત્વપૂર્ણ છે અને સૌનું ધ્યાન ખેંચે તેવી છે. આને કુંભનો રાજકીય ઉપયોગ પણ કહી શકીએ છીએ અને કુંભના આધ્યાત્મિક મહત્વમાં સામાજિક ઉપયોગને જોડવાની ક્રાંતિકારી કવાયત પણ કહી શકાય.

ગાંધીના પગલે ચાલવાની કોશિશ

ગાંધીના પગલે ચાલવાની કોશિશ

સ્વચ્છતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશાથી મહાત્મા ગાંધી સાથે જોડ્યુ છે. તેમના જન્મના દોઢસો વર્ષ પૂરા થવાનું આ વર્ષ છે. પીએમ મોદીએ તેમને મળેલી સિયોલ પીસ પ્રાઈઝની રકમ પણ સ્વચ્છતાના નામે કરી અને તેને નમામિ ગંગે યોજનાને અર્પણ કરી. એવામાં ગાંધીજીના રસ્તે ચાલવાની કોશિશ પણ નરેન્દ્ર મોદીએ દર્શાવી છે. મહાત્મા ગાંધીએ મંદિરોમાં પ્રવેશ અપાવીને દલિતોને સમ્માન અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આના માટે સામાજિક પરિવર્તનની લડાઈ લડી હતી. એક વાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા કર્મચારીઓના પગ ધોઈને તે જ સામાજિક પરિવર્તનની લડાઈને આગળ વધારી છે. આના માટે તેમણે કુંભનો ઉપયોગ કર્યો છે અને આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે આ તેમની ચૂંટણીની રીત પણ છે. રાજનીતિ ઈન્દિરા ગાંધીએ પણ કરી હતી. કુંભનો ઉપયોગ તેમણે પણ કર્યો હતો. ઈમરજન્સી બાદ દેશમાં ચૂંટણી કરાવવાની જરૂરિયાત તેમણે કુંભમાં બતાવી. કુંભમાં જ ઈન્દિરા ગાંધીએ સંકેત આપ્યા હતા કે દેશમાં ચૂંટણી જરૂરી છે. લોકતંત્રનો કુંભ તો ચૂંટણી જ હોય છે. એક રીતે તેમણે કુંભમાં લોકતંભના કુંભનું સમ્માન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કુંભમાં ‘પાકિસ્તાન મુર્દાબાદ'નું શું ઔચિત્ય?

કુંભમાં ‘પાકિસ્તાન મુર્દાબાદ'નું શું ઔચિત્ય?

અત્યાર સુધી કુંભમાં સકારાત્મક સંકલ્પ લેવાની પરંપરા રહી છે. પરંતુ આ વખતે પરંપરા તૂટી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સભ્યો જ્યારે પ્રયાગરાજ કુંભ દરમિયાન ડૂબકી લગાવી રહ્યા હતા તો એક નારો લગાવવામાં આવી રહ્યો હતો, ‘પાકિસ્તાન મુર્દાબાદ'. આ પુલવામા હુમલા બાદ નારાજગીનું પરિણામ હતુ. પરંતુ આના માટે કુંભ જેવુ સ્થળ યોગ્ય ન હોઈ શકે. કુંભમાં ડૂબકીને પુણ્યની ડૂબકી કહેવામાં આવે છે. ડૂબકી લગાવનારાઓના પાપ ધોવાની માન્યતા છે. ડૂબકી લગાવનારા અહીં બીજીના માટે બરબાદીની પ્રાર્થના નથી કરતા.

દલિતો પ્રત્યેના બદલાશે વિચાર

દલિતો પ્રત્યેના બદલાશે વિચાર

પ્રયાગરાજ કુંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફાઈ કર્મચારીઓના પગ ધોવા પ્રતીકાત્મક ઘટના જરૂર છે પરંતુ આનુ મહત્વ ક્રાંતિકારી છે. દલિતો પ્રત્યેના વિચારને બદલવા માટે જે દેશમાં રાજકીય ઘટનાઓ થતી રહે છે તેની આ કડી પણ છે અને આ કડીમાં એક પ્રયોગ પણ છે. પ્રતીકાત્મક ઘટનાઓ તો તે પણ હોય છે જ્યારે નેતા દલિતોના ઘરે ભોજન કરવા જાય છે. પરંતુ હવે તેમાં વિકૃતિ આવી ચૂકી છે. વિચાર પણ બદલાયા છે. દલિતોના ઘરે જવુ, તેમની પાસે સત્કાર કરાવવો અને ત્યાં બિસલરીની બોટલવાળુ પાણી પીવુ કે પછી હોટલમાંથી જમવાનું મંગાવીને જમવા જેવી ઘટનાઓએ એ પહેલનું મહત્વ ગુમાવી દીધુ છે. પ્રધાનમંત્રી મોદીએ દલિતોના સમ્માનની એક એવી રીત કાઢી છે જેમાં મિલાવટની સંભાવના ખૂબ ઓછી છે. જો દલિતોના પગ ધોવા છે તો આનો કોઈ વિકલ્પ નથી. તમારે પગ ધોવા જ પડશે. કોઈ દેખાડો કરીને બચી નહિ શકે. રાજનીતિમાં આ નરેન્દ્ર મોદીનું ઈનોવેશન છે. આ ઈનોવેશનનો જવાબ દેશમાં વિપક્ષ પાસે નથી. આમ કરીને પીએમ મોદીએ પોતાના વિરોધીઓ પાસેથી ચૂંટણી વર્ષમાં એક મજબૂત શસ્ત્ર છીનવી લીધુ છે.

આ પણ વાંચોઃ VIDEO: ભારતી સિંહ પર કૂતરાએ કર્યો હુમલો, પડી ગઈ તો દાંતોથી ઢસડીઆ પણ વાંચોઃ VIDEO: ભારતી સિંહ પર કૂતરાએ કર્યો હુમલો, પડી ગઈ તો દાંતોથી ઢસડી

English summary
Narendra Modi washes feet of sanitation workers, will it Impact in Lok Sabha Elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X