For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવભક્ત, રામભક્ત પછી હવે નર્મદા ભક્ત બન્યા રાહુલ ગાંધી

શિવભક્ત, રામભક્ત અને દુર્ગા ભક્ત બન્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી "નર્મદા ભક્ત" તરીકે લોકો સામે પ્રગટ થશે.

|
Google Oneindia Gujarati News

શિવભક્ત, રામભક્ત અને દુર્ગા ભક્ત બન્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી "નર્મદા ભક્ત" તરીકે લોકો સામે પ્રગટ થશે. ખરેખર આવું એટલા માટે કહેવામાં આવે છે કારણકે 6 ઓક્ટોબરે રાહુલ ગાંધી જબલપુર આવી રહ્યા છે, જેના માટે કોંગ્રેસ પાર્ટી ખાસ તૈયારી કરવામાં લાગી ગઈ છે. ઘણી જગ્યાઓ પર પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે. આ પોસ્ટરોમાં રાહુલ ગાંધીને નર્મદા ભક્ત ગણાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઑફ યુનિટી પર ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધીને ભાજપે ગણાવ્યા સરદાર વિરોધી

કોંગ્રેસનું સોફ્ટ હિન્દૂ કાર્ડ

કોંગ્રેસનું સોફ્ટ હિન્દૂ કાર્ડ

આપને જણાવી દઈએ કે હાલમાં કોંગ્રેસ એક સોફ્ટ હિન્દૂ કાર્ડ રમી રહી છે. તેમને મધ્યપ્રદેશમાં ગૌશાળા બનાવવાનું એલાન કર્યું છે. એટલું જ નહીં પરંતુ પાર્ટી તરફથી રામ વન પથ ગમન યાત્રા પણ કાઢવામાં આવશે, જેના હેઠળ કોંગ્રેસ કાર્યકર્તા તે રસ્તા પર યાત્રા કાઢશે જ્યાંથી શ્રીરામ વનવાસ માટે ગયા હતા.

રાહુલનું ટેમ્પલ રન

રાહુલનું ટેમ્પલ રન

આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીનું આવી રીતે મંદિરે મંદિરે જઈને માથું નમાવવું, રાજનીતિ પંડિતો ઘ્વારા તેને ટેમ્પલ રન નામ આપવામાં આવ્યું છે. તેમનું માનવું છે કે રાહુલ ગાંધી ઘ્વારા સત્તામાં આવવાનું સપનું જોઈ રહેલી કોંગ્રેસની પુરી કોશિશ પાર્ટીની હિન્દૂ વિરોધ છબી બદલવાની છે.

મુસ્લિમ પાર્ટીની છબી ભૂંસવાની કોશિશ

મુસ્લિમ પાર્ટીની છબી ભૂંસવાની કોશિશ

કોંગ્રેસની વર્ષ 2014 હારની સમીક્ષા કરવા માટે ગઠિત એકે એન્ટોની સમિતિ ઘ્વારા હારનું સૌથી મોટું કારણ પાર્ટીની મુસ્લિમ છબી ગણાવવામાં આવી હતી. એટલા માટે વર્ષ 2019 દરમિયાન રાહુલ ગાંધી પાર્ટીની આ છબી સાથે ઈલેક્શન લડવા નથી માંગતા. આજ કારણ છે કે રાહુલ ગાંધી અલગ અલગ રાજ્યોના મંદિરોમાં જઈને ચક્કર લગાવી રહ્યા છે.

રાહુલનોં પ્રહાર

રાહુલનોં પ્રહાર

ભાજપ તરફથી પણ રાહુલ ગાંધીના મંદિર જવા પર ઘણા સવાલ કરવામાં આવ્યા હતા. જેના પર રાહુલ ગાંધી ઘ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે. દિલ્હીમાં આયોજિત હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટ માં રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપને લાગે છે કે ફક્ત તેમના જ લોકો મંદિર જાય છે અને જઈ શકે છે. જયારે હું તો બાળપણથી મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા જઈ રહ્યો છું. અચાનકથી તેને પબ્લિસિટી મળવા લાગી છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું.

English summary
Congress president and 'Narmada Bhakt' Rahul Gandhi will visit Madhya Pradesh on October 6
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X