
સદીઓ પુરાણી છે રાજસ્થાનમાં લિવ ઇન રિલેશનશિપની આ પરંપરા
આ પ્રથઓમાં એક ચે, નાતા પ્રથા, રાજસ્થાનમાં આજે પણ આ જૂની પ્રથાને મનાવવામાં આવે છે, જે આધુનિક સમાજના લિવ ઇન રિલેશનશિપ સાથે ઘણી મળતી આવે છે. આ પ્રથા અનુસાર કોઇ પણ વિવાહિત પુરુષ અથવા મહિલા જો કોઇ અન્ય પુરુષ કે મહિલા સાથે પોતાની મરજીથી રહેવા ઇચ્છે તો એક બીજા સાથે છૂટાછેડા લઇને એક નિશ્ચિત રાશી ચૂકવી એક સાથે રહી શકે છે. કહેવામાં આવે છે કે, નાતા પ્રથાને વિધવાઓ અથવા પરિત્યક્તા સ્ત્રીઓને સામાજિક જીવન જીવવા માટે માન્યતા આપવા માટે બનાવવામાં આવી હતી, જેને આજે પણ મનાવવામાં આવે છે.
આ પ્રથામાં પાંચ ગામોના પંચો દ્વારા પહેલા લગ્ન દરમિયાન જન્મેલા બાળકો અથવા તો અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરીને નિરાકરણ લાવવામાં આવે છે, જેથી બન્નેના જીવનમાં આ બાબતે કોઇ મતભેદના થાય, રાજસ્થાનમાં આ પ્રથાનું ચલણ, બ્રાહ્મણ, રાજપૂત અને જૈનને છોડીને બાકી તમામ જાતિઓમાં ખાસ કરીને ગુર્જરોમાં તો આ પરંપરા ઘણી જ લોકપ્રિય છે. આ પ્રથાના કારણે ત્યાંની મહિલાઓ અને પુરુષોને છૂટાછેડાની કાયદાકિય પળોજણમાંથી મુક્તિ મળી જાય છે અને તેમને તેમની પસંદના જીવન સાથે મળી જાય છે.
નાતા પ્રથાનું બદલાતું સ્વરૂપ
જેમ જેમ સમય વીતતો ગયો, અન્ય પ્રથાઓની જેમ આ પ્રથામં પણ અનેક પરિવર્તન આવ્યા, જેનો પ્રયોગ મહિલાઓની દલાલીના રૂપમાં થઇ રહ્યો છે. આ થકી કેટલાક પુરુષો બળજબળી પુર્વક મહિલાઓને દલાલોના હાથે વેંચી રહ્યાં છે. આ ઉપરાંત પુરુષો આ પ્રથાની આડમાં મહિલાઓની અદલા-બદલી પણ કરી રહ્યાં છે. પહેલા આ પ્રથા માત્ર ગામડાઓમાં જ મનાવવામાં આવતી હતી, પરંતુ વર્તમાન યુગમાં આ પ્રથા રાજસ્થાનના અનેક વિસ્તારો સુધી પહોંચી ગઇ છે. જેના કારણે નાતા પ્રથા આજે મહિલાઓના શોષણનું સૌથી મોટુ હથિયાર બની ગયું છે.