For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિદમ્બરમ વિરુધ્ધ જયંતી નટરાજને PMને પત્ર લખ્યો

|
Google Oneindia Gujarati News

jayanti-natarajan
નવી દિલ્હી, 10 ઑક્ટોબર : કેન્દ્ર સરકારના જ બે મંત્રી વચ્ચેના મતભંદ ફરી સપાટી પર આવ્યા છે. આ વખતે લડાઇ નાણા મંત્રી પી ચિદમ્બરમ અને પર્યાવરણ મંત્રી જયંતી નટરાજનની વચ્ચે છે. બંને વચ્ચેની ટસલ વડાપ્રધાન સુધી પહોંચી છે. જયંતી નટરાજને પી ચિદમ્બરમ વિરૂધ્ધ વડાપ્રધાનને પત્ર લખીને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (એનઆઇબી)ની રચનાની દરખાસ્તનો વિરોધ કર્યો છે.

નટરાજને પોતાના પત્રમાં લખ્યું છે કે જો નેશનલ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ બન્યું તો એ તેમના મંત્રાલયની શક્તિને દબાવી દેવા જેવું હશે. નાણા મંત્રી ચિદ્મ્બરમની દરખાસ્ત અનુસાર એનઆઇબીએ રૂપિયા 1000 કરોડથી વધારેનું રોકાણ ધરાવતા પ્રોજેક્ટ પાસ કરવાની તાકીદ આપવામાં આવશે.

આ પ્રસ્તાવિત બોર્ડ રોકાણ દરખાસ્તોને મંજૂરી આપનારા અંતિમ એકમ તરીકે કામ કરશે. આ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલા રોકાણ પર કોઇ જ મંત્રાલય વિરોધ ઉઠાવી શકશે નહીં. નટરાજને પોતાના પત્રમાં જણાવ્યું છે કે પર્યાવરણ મુદ્દે મંજૂરી આપવાનું કામ તેમનું મંત્રાલય કરે છે ત્યારે તેમાં એનઆઇબીની ભૂમિકા હોવી જોઇએ નહીં.

English summary
Jayanthi Natarajan writes to PM against Chidambaram's proposal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X