For Quick Alerts
For Daily Alerts
ઇન્દિરા ગાંધીને 95મી જયંતી પર રાષ્ટ્રની અંજલિ
નવી દિલ્હી, 19 નવેમ્બર: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સહિત રાષ્ટ્રએ સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને 95મી જયંતી પર યાદ કર્યા અને આ દિવંગત નેતાને શ્રદ્વાંજલિ આપી હતી. આ બંને નેતાઓએ આજે યમુના તટ પર ઇન્દિરા ગાંધીના સમાધી સ્થળ શક્તિસ્થળ પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે અને કમલનાથ વગેરે નેતાઓ શક્તિસ્થળ પહોંચ્યા અને ત્યાં પુષ્પાંજલિ આપી હતી. આ અવસરે મુખરજી, અંસારી અને સોનિયાએ તિરંગા ફુગ્ગાઓ પણ છોડ્યા હતા.
ઇન્દિરા ગાંધીના રેકોર્ડેડ ભાષણની સાથે જ દેશભક્તિ સંગીત વગાડવામાં આવ્યું હતું. પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂની દીકરી ઇન્દિરા દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતી. તેમનો જન્મ 19 નવેમ્બર, 1917ના રોજ થયો હતો.