For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો હવે ભારત જાણશે, નેતાજીની મોતનું કારણ

|
Google Oneindia Gujarati News

કેવી રીતે થઇ હતી નેતાજી સુભાષ ચંદ્રની બોઝની મોત? શું તે 1945માં તાઇવાનમાં થયેલ વિમાન દુર્ધટનામાં માર્યા ગયા હતા કે પછી સોવિયટ સંધના નેતા જોસેફ સ્ટાલિનના ઇશારા પર તેમની હત્યા કરવામાં આવી હતી. આ તમામ સવાલોના જવાબ હવે દેશની જનતાને મળશે.

subhash chandra bose

સુત્રોથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર નેતાજીની મોતથી જોડાયેલી ગોપનીય ફાઇલોને જાહેર કરશે. જો કે આમ ક્યારે થશે તેનો નિશ્ચિત સમય નથી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં કેટલાક સમય પહેલા એક આરટીઆઇના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે નેતાજીને લઇને 41 ફાઇલો છે.

મહત્વપૂર્ણ છે કે દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુએ લાંબા સમય સુધી સુભાષ ચંદ્ર બોઝના પરિવારજનોની જાસૂસી કરાવી હતી.

જો કે જાણકારોનું માનીએ તો આ ફાઇલો બહાર આવવાથી ભારત, બ્રિટેન અને રુસના સંબંધો ખાટા થશે તેમાં કોઇ નવાઇ નથી. જાણકારોનું કહેવું છે કે તેમની મોતનું કારણ શોધવા ગઠિત કરેલ મુખર્જી આયોગના કહેવા પ્રમાણે આવા કોઇ વિમાની દુર્ધટનાનો રેકોર્ડ નથી જેનાથી તે ખબર પડે કે તેમની મોતનું કારણ, વિમાન દુર્ધટના છે. વધુમાં તાઇવાનની કોઇ હોસ્પિટલ પાસે તેમના શબનો પણ કોઇ રેકોર્ડ નથી મળી રહ્યો.

જાપાનમાં અસ્થિ

કહેવાય છે કે નેતાજીની અસ્થિ જાપાનના એનકોજી મંદિરમાં સંભાળીને રાખવામાં આવ્યા છે. આ દાવો અમદાવાદના બીએસ દેશમુખે કર્યો હતો. ત્યારે આ અસ્થિ નેતાજીના છે કે કેમ તે પણ એક રહસ્ય છે.

English summary
Nation would know the exact cause of Netaji’s death. It is one of the biggest mysteries of India. It is said that he was killed in a plane crash in 1945.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X